________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
R
કલહથી પરમાત્મા આધા ભાગે છે.
( ૫૯૩ )
તમારે સ્વીકાર કરવા જોઈએ, તે એવા મનુષ્યને જોઇને ખરેખર આપણને હસવું જ આવવાનું. આવા મનુષ્યને જોઈને કેવળ હસવુ–એ જ તેના કથનના ચેાગ્ય ઉત્તર છે; કારણ કે અમુક મનુષ્ય કેવળ આપણાથી ભિન્ન માગે જનારા છે, એટલા કારણથીજ જે પેાતાના માનવબંધુના નાશ કરવા ઇચ્છે છે તેની સાથે ભક્તિ અને પ્રેમ ઇત્યાદિક સાત્વિક વૃત્તિ વિષે સ ંભાષણ કરવું તે અમૂલ્ય કાળના બ્ય ક્ષય કર્યાં સમાન જ છે. એવા મનુષ્ય કદાચિત્ બાહ્યતઃ પ્રેમના આવિર્ભાવ દર્શાવતા હાય, તેપણુ તેમનાં હૃદયા તેા પ્રેમશૂન્ય જ હાય છે. પ્રત્યેકના પોતપાતાની ઉત્ક્રાંતિ માટે ભિન્ન માર્ગ હાય એટલું પણ જે સહી શકાતું નથી તેના પ્રેમાલાપનું મૂલ્ય એક કડીનું પણ હોઈ શકે એમ તમને જણાય છે ખરૂં કે? તમને અનિષ્ટ દેખાતા માર્ગને જ તમારા માથા પર લાદવાની ચેષ્ટા કરવી, એ જ જો પ્રેમનું ચિહ્ન હોય તેા પછી દ્વેષની વ્યાખ્યા શી કરવી ? એ એક મહાકઠિન અને ભયકર પ્રશ્ન થઈ પડે છે. કોઇ ખ્રીસ્તીની આગળ મસ્તક નમાવતા હાય, કાઈ બુદ્ધની પૂજા કરતા હાય અથવા તો કોઇ મહુ†મદ પયગંબરના અનુયાયી હાયછતાં આપણા માટે એમાંના કાઇ પણ દ્વેષ કરવાયેાગ્ય નથી. તે સર્વને આપણે ખંધુભાવથી ભેટવાને તૈયાર છીએ. જે આપણાથી બની શકે તે તેમના માર્ગમાં આપણે તેમને કાંઈક સહાયતા પણ આપીશું' અને તે જ પ્રમાણે આપણને તેમણે આપણા માર્ગમાં જવા દેવા જોઈએ એ જ આપણી ઈચ્છા છે. તેમના માર્ગ તેમના માટે અત્યંત સરળ અને સગવડભરેલ છે-એ વાર્તાને આપણે સ્વીકારીએ છીએ; પરંતુ તે જ માર્યાં આપણા માટે ભયકર થઈ પડવાના સંભવ છે-એ તત્ત્વના તેમણે પણ સ્વીકાર કરવાના છે. મારા માટે કયા પ્રકારનું અન્ન ઇષ્ટ થાય તેમ છે એ મને કેવળ મારા પેાતાના અનુભવ જ જણાવી શકે છે; પંદર વૈદ્ય આવીને એકઠા થઇ જાય, તો પણ તેમનાથી એને નિણૅય કરી શકાય તેમ છે જ નહિ. જો કાઇ એક દેવાલયના યેગે, અમુક એક મ`ત્રાચ્ચારના ચેાગે કવા અમુક એક મૂર્તિના દર્શનના યોગે તમારામાંના સાત્ત્વિક અશ ઉદ્દીપિત થતા હાય તે। પછી તે માર્ગમાં જવાનો તમને સંપૂર્ણ અધિકાર છે. એક તે શું? પણ જો શતાવિધ મૂર્તિઓના પૂજા–પ્રપંચમાં તમે પેાતાને નાખી દ્યો, તાપણું તે તમારું કૃત્ય ધર્મને માન્ય છે. કમાના અવલંબનથી જો તમારામાંનું ઈશ્વરત્વ જાગૃત્ થતું હોય, તે અત્યંત આનંદથી કમ માગનું અવલ’ખન કરે. ઇચ્છા હોય તેટલાં દેવાલયેા આંધે, ગમે તેટલા વિધિ કરે અને અન્ય પણ ગમે તેટલા બાહ્યોપચાર કરતા રહેા; પરંતુ મુદ્દાની વાત એટલી જ છે કે, ઇશ્વરને નિકટમાં લાવા અને એ કાર્ય કરતાં કોઇની સાથે કશા પણ કલેશ કે કલહુ ન કરો; કારણ જ્યાં કલહુના બીજને તમારા હૃદયમાં સંચાર થયા એટલે જાણી લેજો કે પરમેશ્વર તમારાથી દૂર ચાલ્યા જ ગયો. · કામક્રોધપવત એ આડા, અનંત તેની પાછળ છે !'
6
૭૫
For Private And Personal Use Only