________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કમંથોગ ગ્રંથ-સવિવેચન.
વવા સમર્થ થાય છે. આત્મામાં અનન્ત જ્ઞાનને સાગર છે, તેમાં આત્મજ્ઞાની ધ્યાન ધરીને ડુબકી મારે છે અને તેમાં નામરૂપાદિભાવને વિલય કરી સમાધિભાવ પામે છે, તે વખતે આત્મજ્ઞાની અનન્તસુખસાગરની સાથે તન્મય બની જાય છે કે જેથી તેને બાહ્યનું કશું ભાન રહેતું નથી. આવી દશામાં આ શરીરસ્થ આત્માને અનુભવદશા થાય છે. આત્માના અનન્ત જ્ઞાનસુખસાગરમાં તલ્લીન થએલા મનમાં આત્માની ઝાંખી પ્રકટે છે તેથી તે સમાધિના ઉત્થાનદશામાં નિર્વિકલ્પજ્ઞાનથી જે ધારે છે તે સમ્યમ્ અનુભવ કરી શકે છે. અનેક નામથી અનેક રૂપથી આત્મામાં રહેલી પરમાત્મસત્તાને લોકે અનેક નામ અને આકૃતિઓરૂપે સેવે છે--ધ્યાવે છે. આત્મા જ પિતાનામાં સત્તામાં રહેલા પરમાત્મદેવને સિદ્ધ, બુદ્ધ, અનન્ત-અવિનાશી, બ્રા, અલ્લા, અરિહંત, હરિ, હર, બ્રહ્મા, શકિત આદિ અનેક નામ અને રૂપિથી પૂજે છે અને ધ્યાવે છે. આત્મારૂપ પરમાત્મમય સર્વ જીવ હોવાથી સર્વ મનુષ્ય અને દેવતાઓ આત્મજ્ઞાન પામીને પરસ્પર વિરુદ્ધ ક્રિયાને અવિરેધપણે અવધી શકે છે. આવી સ્થિતિને જેને અનુભવ આવે છે તે પરસ્પર વિરુદ્ધ ક્રિયાઓના ભેદોનું સત્ય રહસ્ય અવબોધીને તેમાં પ્રકટતી વિષમતાનો ત્યાગ કરે છે તેથી તે સ્વાધિકાર સમાનતાથી સ્વયેગ્ય કર્મ કરતો છતો મુક્ત-નિર્લેપ થઈ શકે છે. રમમાામવિતારમશાની ક્રિયાના ભેદોમાં મુંઝાયા વિના વ્યાવહારિક તથા ધાર્મિક પ્રવૃત્તિ
ને સ્વાધિકાર સેવે છે પરંતુ તેમાં આસક્ત થતું નથી તેથી તે વિશ્વવર્તિ ગમે તે ધર્મમાં રહ્યો છતે પરમાત્મપદ પતે પ્રાપ્ત કરે છે. આવી અનન્તજ્ઞાની શ્રી વિરપ્રભુની દેશનાથી તેમના કેવલજ્ઞાનમાં વિશ્વવર્તિ સર્વધર્મને સમાવેશ થાય છે. પાપના વિચારે અને પાપાચારોથી જે જે અંશે નિવૃત્ત થવું તે તે અંશે ધર્મ વિચાર અને ધર્મક્રિયા અવબોધવી. અવિરતિ સમ્યગુદણ, દેશવિરતિ, સર્વવિરતિ અને અપ્રમત્તગુણસ્થાનકાદિમાં રહેલા અન્તરાત્માઓની અને દેહસ્થપરમાત્માની ક્રિયાઓ ગુણસ્થાનકાદિની અપેક્ષાએ ભેદવાળી છે છતાં ગુણસ્થાનકની દષ્ટિએ પરસ્પર સાપેક્ષ દષ્ટિથી અવલેકતાં ભેદ છતાં અન્તરમાં ભેદભાવ રહેતો નથી અને મિથ્યાત્વાદિ ગુણસ્થાનકવતિ સર્વ આત્માઓની સાથે મૈત્રી–પ્રમાદમાધ્યસ્થ અને કારૂણ્ય ભાવથી સર્વ આત્મભાવને ધારી શકાય છે. છઠ્ઠા ગુણસ્થાનકવતીને અવિરતિ સમ્યગદષ્ટિની ક્રિયાઓમાં સ્વદશાથી કનિષ્ઠતા અનુભવાય એમ સામાન્યતઃ વિચારતાં લાગે ખરું; પરંતુ આત્મધ્યાનમાં મસ્ત એવા અન્તરાત્માઓને પોતાના કરતાં નીચ સોપાન પર રહેલાઓ પર અને તેઓની ક્રિયાઓ પર સમભાવ રહે છે અને ઉપરના ગુણસ્થાનકની યિાઓ પર પ્રશસ્તભાવ રહે છે. તથા સમભાવ વર્તે છે. તેથી તે સ્વમનની સમતોલતાને સંરક્ષી સ્વયેગ્ય ધર્મપ્રવૃત્તિને કરે છે, અને અન્ય મનુષ્યની ભિન્ન ધર્મક્રિયા એમાં મુંઝાતો નથી. આવી આત્મજ્ઞાનની દશાથી આત્મજ્ઞાની સર્વ જીવોની સાથે આત્મભાવે વર્તે છે અને નિર્મોહભાવથી વ્યાવહારિક ધાર્મિક પ્રવૃત્તિ કરતે છતે પણ નિઃસંગ
For Private And Personal Use Only