________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મજ્ઞાન કયારે થાય ?
( ૫૮૯ )
ખીલવે છે તે તે સત્યશાસ્ત્રપ્રતિપાદિત ક્રિયાને કરે છે એમ અવમેધવું, ભક્તિ, સેવા, જીવદયા, સત્ય, શુદ્ધ પ્રેમ, સંયમ, ચારિત્ર, આત્મ સાક્ષાત્કાર, દાન, પરોપકાર, દેવગુરુદન આદિની પ્રાપ્તિ કરાવનારી સક્રિયાએ સદા પ્રભુપ્રતિપાદિત છે તેથી તેમાં કંઇ કંઇ ફેરફાર જણાય તેાપણ તેનું લક્ષ્ય સ્થાન ઉત્તમ જાણી ભિન્નક્રિયાએ ભેદે કદ્ધિ મુંઝાવુ' નહીં, ગૃહસ્થાએ અગર સાધુએએ સ્વાધિકારે પ્રગતિકર ક્રિયાઓને કરવી પરંતુ અવનતિકર ક્રિયાઓને કરવી નહિ. વિચારભેદે ક્રિયાભેદ અનાદ્ઘિકાળ થી થયા કરે છે. કરોડો વર્ષના કોઇ મહાન્ ગ્રન્થા ગણાતા હાય પરંતુ વર્તમાન જમાનામાં તે વડે પ્રતિપાદ્દિત ક્રિયાઓથી સ્વને, સમાજના, સધના દેશના, ઉડ્ડય ન થતા હાય તે તેવી પ્રાચીન ક્રિયાને વહેારાના નાડાની પેઠે પકડી રાખી જડ જેવા બનવાથી જડ પત્થરાની પેઠે પ્રગતિપરિવર્તનાથી ઉન્નત બની શકાતું નથી. વર્તમાનકાલમાં જ્ઞાની મહાત્માઓએ જમાનાને અનુસરી પ્રગતિકરક્રિયાઓને જણાવી હાય અને તેની પ્રવૃત્તિથી સ પ્રકારની શુભ શક્તિયેયની પ્રાપ્તિ થતી હોય તેા કરોડો વર્ષની શાસ્ત્રપ્રતિપાદિત ક્રિયાઓ કરતાં તે કરાડગણી ઉત્તમ છે. અમુક શાસ્ત્રમાં અમુક ક્રિયા થી છે તે સત્ય છે અને અમુક શાસ્ત્રમાં અમુક ક્રિયા થી છે તેથી તે અસત્ય છે એમ માની ક્લેશ ન કરતાં જેનાથી સર્વ પ્રકારની શુભેાન્નતિ થાય તે ક્રિયાઓને સ્વાધિકારે કરવા તરફ લક્ષ્ય દેવું. હજારા વર્ષ પૂર્વે શકટથી મુસાફરી થતી હતી અને હાલ અગ્નિયંત્રથી તુ મુસાફરી થાય છે તેથી શું શકટમાં બેસવાના કદાગ્રહને પકડવા જોઇએ ? આત્મામાં અનંત જ્ઞાનની શકિત છે તેથી તે પ્રગતિકર ક્રિયાને પરીક્ષે છે અને તેને અંગીકાર કરે છે. આત્મજ્ઞાનથી સર્વ શુભાશુભ ધાર્મિક ક્રિયાઓના નિણૅય થાય છે. શુભ ક્રિયાઓમાં પણ અનેક ભેદ છે. આત્માના શુભાષ્યવસાયેાની શુદ્ધિ કરનાર અને દેશ, સમાજ, સંઘ વગેરેની ઉન્નતિ કરનારી ક્રિયાએ ગમે ત્યાંથી ગ્રહણ કરવી. મહાવીરપ્રભુએ પ્રતિપાદિત પ્રગતિ એક શુભ ક્રિયાના સાગર છે, તેના બિંદુ સમાન ક્રિયાએ જ્યાં ત્યાં હોય પણ તે અનન્ત જ્ઞાનીએ કથેલી છે એમ જાણી તેને સેવવી. ધાર્મિક તથા વ્યાવહારિક ક્રિયાઓની કઈ કઈ જ્ઞાનપ્રિયાથી ઉત્પત્તિ થઇ છે તેનું રહસ્ય ખરેખર આત્મજ્ઞાની અવમેધી શકે છે તેથી ક્રિયાના ભેદોમાં વિષમતારૂપ માહ પામ્યાવિના સમાનતાને ધારી શકે છે. દ્વૈતવાદ, કેવલાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈતાદ્વૈત, શુદ્ધાદ્વૈત, સ્યાદ્વાદ માર્ગ, ક્ષણિકવાદ, સમનયવાદ, પરિણામવાદ, દૃષ્ટિષ્ટિવાદ, સાંખ્યમત વગેરે મતાને સાપેક્ષપણે પરિપૂર્ણ અનુભવ થાય છે ત્યારે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ વિશ્વમાં એવી કઇ ક્રિયાની પ્રવૃત્તિ નથી કે જેને આત્મજ્ઞાનમાં સાક્ષાત્કાર ન થાય. દેશકાલ દ્રવ્યભાવથી દરેક ક્રિયાપ્રવૃત્તિની કેવી રીતે ઉત્પત્તિ થાય છે ? અને પુનઃ તેને કેવી રીતે તિરાભાવ થાય છે ? તેને આત્મજ્ઞાની અવખાધી શકે છે; તેથી તે અજ્ઞાતક્રિયાપ્રવૃત્તિયાનાં રહસ્યને પણ પ્રકટા
For Private And Personal Use Only