________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીતિપૂર્વક
ન્નતિકારક પ્રવૃત્તિ કરવી.
(૫૮૧ )
સ્ટોરા स्वोन्नतिकारिका या या दृश्यन्ते च प्रवृत्तयः ।
सेवनीयाश्च ताः प्रीत्या देशकालानुसारतः ॥ १४८ ॥ શબ્દાર્થ –જે જે નતિકારક પ્રવૃત્તિ દેખાય તેઓને પ્રીતિપૂર્વક દેશકાલાનુસારથી સેવવી જોઈએ.
વિવેચનઃ—ન્નતિકારક અને સ્વાવનતિકારક પ્રવૃત્તિનું સ્વરૂપ યાવત સમ્યગ ન અવબોધવામાં આવે તાવત્ મૂઢતા છે. મૂઢ મનુષ્ય અવનતિકારક પ્રવૃત્તિને મુખ્યતાએ સેવે છે. સ્વાવનતિકારક પ્રવૃત્તિનું મૂળ અજ્ઞાન છે, ક્ષણે ક્ષણે માનસિક વાચિક અને કાયિક પ્રવૃત્તિ સેવાય છે, તેમાં અજ્ઞાનીમનુષ્યો મુખ્યતાએ રાગ દ્વેષ કર્મની વૃદ્ધિ થાય એવી પ્રવૃત્તિયોને સેવે છે. નકામી વિકથાઓને મનુષ્યો શ્રવણ કરે છે અને તેવી પ્રવૃત્તિમાં રુચિતા ધારણ કરે છે, માટે મન વાણી કાયા માયાથી ભિન્ન આત્માના ગુણોને પ્રકાશનારી પ્રવૃત્તિને મન વાણી કાયાથી સેવવી જોઈએ, મનની વચનની અને કાયાની શુભ પ્રવૃત્તિને અને અશુભ પ્રવૃત્તિને અવબોધવી જોઈએ. મન વાણી અને કાયાથી અાદશપાપસ્થાનકની પ્રવૃત્તિ કરવાથી પાપ બંધાય છે અને મન વાણી કાયાની શુભ પ્રવૃત્તિથી પુણ્ય બંધાય છે. મન દંડ, વચન અને કાયાના દંડને પરિત્યાગ કરવો જોઈએ. ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભંડમાત્રનિક્ષેપણસમિતિ, પારિષ્ઠાપનિકાસમિતિ, મનગુણિ, વચનગુપ્તિ અને કાયમુર્તિનું નવનિક્ષેપથી સ્વરૂપ અવબોધતાં નૈતિકારકધર્મ પ્રવૃત્તિનો વિવેક થાય છે. મનની શક્તિને અને વચનની શક્તિને આત્માની ઉન્નતિ થાય તેવા કાર્યોમાં વાપરવી જોઈએ. જે જે આત્મોન્નતિકારક પ્રવૃત્તિ હોય છે તે તે પ્રવૃત્તિથી અન્યની ઉન્નતિ થાય છે. જે જે પ્રવૃત્તિથી આત્મન્નતિ થતી નથી તે તે પ્રવૃત્તિથી અન્ય જીવોની ઉન્નતિ થતી નથી. જે ન્નતિ કરી શકતો નથી તે અન્યજીવોની ઉન્નતિ કરી શકતો નથી. દ્રવ્યક્ષેત્રકાલભાવથી નૈતિકારક ભિન્નભિન્ન પ્રવૃત્તિ હોય છે. નૈતિકારક પ્રવૃત્તિને દેશકાલાનુસારે ફેરફાર થયા કરે છે. તેથી તેનું દેશકાલાનુસારે રહસ્ય અવધવું જોઈએ. કેટલીક અમુક વર્ગના માટે નૈતિકારક પ્રવૃત્તિ હોય પરંતુ અમુક દેશકાલથી સ્વાત્મીયપ્રગતિકારક પ્રવૃત્તિ ન હોય તે તેઓને સેવી શકાતી નથી. વર્તમાનકાલમાં કેટલીક પ્રવૃતિથી ન્નતિ થાય છે, પરંતુ ભવિષ્યમાં અધિકારપરાવર્તનથી તે પૂર્વની પ્રવૃત્તિથી આત્મોન્નતિ થઈ શકતી નથી. બાલ્યાવસ્થા યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાભેદે નૈતિકારક પ્રવૃત્તિમાં દેશકાલાનુસાર પરિવર્તને થયા કરે છે. આત્મજ્ઞાનથી નૈતિકારક પ્રવૃત્તિને નિશ્ચય થાય છે. વર્તમાનકાલમાં થતી સર્વ શુભ
For Private And Personal Use Only