________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૮૦ )
શ્રી કમગ ગ્રંથ-સવિવેચન.
SS
અનેક હિંદુઓને વટલાવી મુસન્માન કર્યા અને રાજ્યમર્યાદાની વૃદ્ધિ કરી. ગમે તેવા પ્રગતિશીલ મનુષ્યો હોય પરંતુ તેનામાંથી સતતેત્સાહ પ્રયત્ન ટળવાની સાથે તેઓની અવનતિ આરંભાય છે. વ્યાપારકાર્ય પ્રવૃત્તિમાં સતતત્સાહવિના જૈનવણિકો અન્ય વ્યાપારશીલ કોમેની પાછળ હઠવા લાગ્યા અને ભવિષ્યમાં જે તેઓમાં સતતત્સાહ પ્રયત્ન નહિ રહેશે તે અન્ય કેમેના દાસત્વરૂપ કારાગૃહથી મુક્ત થશે નહિ. પ્રગતિશીલ પ્રત્યેક કાર્ય કરવામાં સતતેત્સાહ પ્રયત્નની આવશ્યકતા છે. હે મનુષ્ય ! ! તું કઈ પણ કાર્યને આરંભી સતતત્સાહ પ્રયત્નને સેવ ! પરંતુ કાર્યપ્રવૃત્તિનો ત્યાગ ન કર. સતતત્સાહ પ્રયત્નથી રંક મનુષ્યો પણ રાજ્યત્વને પામ્યા છે. કાર્યનો આત્મા સતતોત્સાહ અને પ્રયત્ન છે. એ બેનો નાશ થતાંની સાથે કાર્યને નાશ થાય છે. સતતત્સાહ પ્રયત્નથી કાશીમાં સર્વ પંડિતશિરોમણિ શિવકુમાર શાસ્ત્રીએ મહાખ્યાતિને મેળવી છે. સતતેત્સાહ પ્રયત્નથી શેઠ વીરચંદ દીપચંદે અનેક વ્યાપારાદિ કાર્યો કરીને ખ્યાતિ મેળવી. શેઠ વીરચંદ દીપચંદ ગોધાવી ગામના સામાન્ય જૈનવણિક હતા. પશ્ચાત્ તેઓએ સતતત્સાહ પ્રયત્નથી વ્યાપાર આરંભે તેમાં ભાગ્યદેવીએ વર આપો તેથી જનમમાં અગ્રગણ્ય કી ગણાવા લાગ્યા. શેઠ પ્રેમચંદ રાયચંદે સતતત્સાહ પ્રયત્નથી અનેક શુભ કાર્યો કર્યા. મહેસાણાના જૈનવણિક વેણચંદ સુરચંદ્ર એક અશિક્ષિત સામાન્ય શ્રાવક છે, છતાં તેમાં સતતોત્સાહ પ્રયત્નબળ છે તેથી તેમણે અનેક પાઠશાળાઓ સ્થાપી છે અને અનેક ધાર્મિક કાર્યો કરવામાં તે મચ્યા રહે છે, તેથી તેમણે જનમમાં જાગૃતિ ફેલાવી છે. હાલ પણ પ્રારંભિત કાર્યમાં સતતત્સાહ પ્રથત્નથી મંડયા રહે છે. ભાવનગરના શ્રાવક કુંવરજી આણંદજીએ સતતોત્સાહ પ્રયત્નથી જૈન ધર્મના પુસ્તક છપાવવા વગેરે કાર્યમાં અપૂર્વ આત્મભેગ આપી કાર્યસિદ્ધિ કરી છે. સતતોત્સાહ પ્રયત્નવિના પ્રગતિશીલ સુધારા કરી શકાતા નથી. સતતેત્સાહ પ્રયત્નથી સ્પેન્સરે, કે જે વિચારોને પ્રચાર કર્યો છે તેને યુરોપ ભૂલી શકે તેમ નથી. સતતત્સાહ પ્રયતન વિના અમેરિકાના જંગલી લોકેની જેવી દશા, ગમે તે કેમની દેશની અને રાજ્યની અવસ્થા થાય છે. સતતોત્સાહ પ્રયત્નથી શ્રીજિનદત્તસૂરિએ લાખો ક્ષત્રિયને જન કર્યા. સતતત્સાહ પ્રયત્ન વિના જૈન કોમે વિદ્યા લક્ષમી સત્તા ધર્મ પ્રગતિની સહ શકિતને ગુમાવી છે. સતતોત્સાહ પ્રયત્નનો ઉપર્યુકત મહિમા અવધીને હે ચેતન ! ! તું જે કાર્ય કરવા ધારીશ તે થયા વિના રહેનાર નથી એ નિશ્ચય કરીને પ્રારંભિત કાર્યની પ્રવૃત્તિ ર્યા કર. સતતેત્સાહ પ્રયત્ન વિના બળવાન મનુષ્ય પણ કાર્ય કરવાથી પશ્ચાતું રહે છે. અત એવ સતતત્સાહ પ્રયત્નથી સ્વયોગ્ય કર્તવ્ય કાર્ય કર્યા કર.
અવતરણઃ—ન્નતિકારક ધમ્ય કર્મપ્રવૃત્તિને કરવી જોઈએ-તે દર્શાવવામાં આવે છે.
For Private And Personal Use Only