SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir ૪૯ કર્મયોગથી વ્યાવહારિક મુક્તિ અર્થાત સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે અને ધાર્મિક જ્ઞાનક્રિયાથી ધાર્મિક મુકિત પ્રાપ્ત થાય છે. કર્મયોગ રહસ્ય ગ્રન્થમાં લે. ભ. શ્રીયુત તિલકે પણ જ્ઞાનશિયા મોક્ષઃ એ સૂત્રના ભાવનું વ્યાપકર્થપણે ભગવદ્ગીતામાંથી અવલંબન લીધું છે. સર્વ ખંડના મનુષ્યો વાસ્તવિક કર્મયોગનું સ્વરૂપ ભૂલી ગયા છે. વાર્થબુદ્ધિથી આજી વિકાદિ કલહયુદ્ધો કર્યા કરે છે. શકિતમ-તે ગરીબોના ભાગે હેર માર્યા કરે છે. કર્મયોગ લખવાની ક્રોધ, માન, માયા, લેભ અને કામના દાસ બનીને એક બીજાનાં ગળાં ફૂસવાને આવશ્યકતાના માટે મનુષ્ય કર્મયોગનો દુરુપયોગ કરે છે. શક્તિવાળા દેશ ગરીબ દેશને હેતુઓ. ગુલામ બનાવવા પ્રયત્ન કરે છે. હિન્દુસ્થાન અનેક રીતે દુખમાં સબડે છે અને તે સ્વશકિતને મોટા ભાગે ગુમાવી બેઠું છે. જેનોની વ્યાવરિક પડતાની સાથે ધાર્મિક શકિતયોની પડતી થવા લાગી છે. હિન્દુસ્થાનમાં પરસ્પર જુદા ધર્મવાળાઓ હજી સંકુચિત દષ્ટિથી પરમેશ્વરને માટે જુદા મતેથી લડીને અવનતિ કરે છે. એક તરફ અત્યંત સત્તાનું જોર વધવા માંડયું છે અને તેથી પ્રજા સ્વાતંત્રના દ્વારે તાળાં પડવા લાગ્યાં છે, એક તરફ લક્ષ્મીવતો ગરીબોને દુઃખી કરીને પણ પોતાનું ઘર લમીથી ભરવા ધારે છે, દરવર્ષે લાખો કરોડો પશુઓ કપાય છે, કેટલાક ધર્મગુરુઓ બનીને લાડી, વાડી અને તાડીમાં મસ્ત બનીને દુનિયાનાં દુ:ખી જ પ્રતિ કરણ કરવા પણ આંખ મીંચામણું કર્યા કરે છે. એક તરફ શુષ્ક સંન્યાસીએનું શુષ્ક જ્ઞાન જણાય છે, એક તરફ સ્વાર્થી પ્રકૃત્તિવાળાઓ પરમાર્થ પ્રવૃત્તિ ને નાશ કરવા ઊભા થાય છે. એક તરફ નાસ્તિક જડવાદીઓનું જોર વધવા લાગ્યું છે. એક તરફ કેટલાક ખ્રિસ્ત ધર્મગુઓ ઉપકારના બહાને લોકોને હિન્દુ ધર્મમાંથી ભ્રષ્ટ કરે છે. ગરીબ લેકાને દરરોજ રોટલાના પણ સાંસા પડે છે. હિન્દુસ્તાનમાં દરરોજ પાંચ છ લાખ મનુષ્યો તે અનના અભાવે ભૂખ્યા રહે છે, કેટલાક લોકોમાં પ્રાચીન પ્રવૃત્તિ અને અર્વાચીન સુધારક પ્રવૃત્તિનો મુકાબલો કરવાની શકિત પણ આવી નથી. ગરીબ લોકોને શહેરના ખર્ચ પૂરા થતાં નથી. ગરીબ પશુઓ કરતાં પણ ગરીબ મનુષ્ય તે બેહાલ, વિશેષ પ્રમાણમાં દેખાય છે, કેટલાક વક્તાઓ ભાષણની ભવાઈ કરે છે પરંતુ કમગીના ગુણ વિના તેઓ વિશ્વ પર અસર કરવાને શકિતમાન્ થતા નથી. રાજ્યસત્તા અને પ્રજા સત્તાનું એકીકરણ યથાર્થ અવલોકવામાં આવતું નથી. ખરા કર્મયોગીઓ પ્રકટયા વિના સર્વ પ્રકારના મનુષ્યનું કલ્યાણ થાય એ બનવાગ નથી, માટે સર્વ વર્ષોમાં ત્યાગીઓમાં અને ગૃહસ્થોમાં પરમાથી કર્મયોગીઓ પ્રકટે અને તેઓ કર્મયોગીઓના લક્ષણવડે યુક્ત હેવા જોઇએ-તે જણાવવાને માટે કમોગ ગ્રન્થ લખવાની જરૂર પડી છે. દુનિયાનાં સર્વ મનુષ્યોને એક સરખી રીતે સ્વાતંત્ર્યાદિનો લાભ મળવો જોઈએ. વિશ્વવત સર્વ મનુષ્યો પશુઓ, પંખીઓ વગેરે પ્રભુના દરબારમાં જીવવાને માટે સરખે હક્ક ધરાવે છે. જેનામાં પ્રાણીઓને બનાવવાની શક્તિ નથી તેને અન્ય પ્રાણીઓને મારવાને હક હેઈ શકે નહીં એ ઇશ્વરીય નિયમ છે. વિશ્વવર્તી સર્વ મનુષ્યોને સમાન હકક જળવાઈ રહે અને તેઓ પરસ્પર એક બીજાના સુખ દુઃખમાં ભાગી બની ખરા કર્મયોગી બની શકે–એ દષ્ટિએ કર્મયોગ ગ્રન્થ લખવાની આવશ્યક્તા સ્વીકારાય છે. સબળ મનુષ્ય નિર્બળ મનુષ્યોને નાશ ન કરે અને અધમ મનુષ્યની ફર શક્તિની સામે મનુષ્ય સ્વશક્તિઓ પ્રાપ્ત કરી સ્વબયાવ કરી શકે તથા સર્વ સત્તા એક સરખી રીતે તે પણ કેઈ ડાંડીના પલ્લાની પેઠે ઊંચી નીચી થાય નહીં તે દષ્ટિએ કર્મયોગીઓ પ્રગટાવવા માટે કમપેગ લખવાની જરૂર પડી છે. For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy