________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૭૬)
શ્રી કર્મયોગ મંચ-સવિવેચન.
~ -
~
--
સતતેત્સાહ અને સતત પ્રયત્નથી સર્વસ્વાર્પણ કર્યું, તેથી જૈન કેમમાં સદાકાલ તેઓ અક્ષરદેહે પૂજ્ય પ્રાતઃસ્મરણીય થયા. સતતેત્સાહ અને સતત પ્રયત્નથી શ્રી વિજયધર્મસૂરિ તથા આગમજ્ઞ પંડિત શ્રી આનન્દસાગરગણિ જૈનધર્મની અપૂર્વ સેવા કરે છે. સતતેત્સાહ અને સતત પ્રયત્નથી શ્રી યશોવિજયજી ઉપાધ્યાયે એકસો આઠ ગ્રન્થ રચીને જૈન ધર્મની અપૂર્વ સેવા કરી. જૈન કેમમાં શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયનું નામ સર્વત્ર પ્રસિદ્ધ છે. સતતત્સાહપ્રયત્નથી કળા શીર્ષને માનવ જગતુમાં ધારે તે કરી શકે છે. સતતોત્સાહ પ્રયત્નમાં અપૂર્વ સામર્થ્ય રહ્યું છે, તેથી દુઃસાધ્ય કાર્યોને સુસાધ્ય કરી શકાય છે. કાર્યસિદ્ધિમાં ઉત્સાહ એજ શુભ શકુન છે-ગાજતે અઢા માથા પર ઢારવા પાયા ની પેઠે અનુત્સાહથી પ્રારંભિત કાર્યની અસિદ્ધિને ખ્યાલ આવી શકે છે. પ્રખ્યાત ઈગ્લાંડવાસી લેખક સ્માઈલ્સે સતતત્સાહ અને સતત પ્રયત્નથી અનેક શોધ કરનારા પુરૂષનાં ચરિત્ર લખીને અપૂર્વ ગ્રન્થ પ્રકટ કર્યો છે. તે ગ્રથના વાચનથી અવશ્યમેવ સતતોત્સાહપૂર્વક પ્રયત્ન કરવાથી થતા ફાયદાઓને ખ્યાલ આવબેધાય છે. અકબર બાદશાહમાં સતતેત્સાહ વર્તતે હતો તેથી તે અનેક દેશે જીતવાને સમર્થ થ હતે. સતતોત્સાહ અને સતત પ્રયત્ન વિના કરણઘેલે ગુજરાતનું રાજ્ય પાછું મેળવી શકે નહિ. સતતોત્સાહ ને પ્રયત્નથી મુંબઈમાં રાનડે પ્રખ્યાત થશે. સતતોત્સાહ પ્રયત્નથી ગોખલેએ હિન્દુસ્થાનની સેવામાં અપૂર્વ આત્મભેગ આપે. સતતેત્સાહ પ્રયત્નથી લેર્ડ કલાઇવ ભારતમાં બ્રિટીશ રાજ્યની સ્થાપના કરી. સતતોત્સાહ પ્રયત્નથી મૂળરાજ સોલંકીએ ગુજરાતમાં ચૌલુક્ય રાજ્યની સ્થાપના કરી. સતતોત્સાહ પ્રયત્નથી ભાસ્કરાચાર્યે તિવિદ્યાને અપૂર્વ ગ્રન્થ પ્રકટ કર્યો. સતતેત્સાહ પ્રયત્નથી વાલ્મીકિએ રામાયણની રચના કરી. સતતત્સાહ પ્રયત્નથી હિન્દુસ્થાનમાં બ્રીસ્તિ પાદરીઓ બ્રીસ્તિધર્મને પ્રચાર કરવા આત્મભેગ આપી રહ્યા છે. સતતોત્સાહ પ્રયત્ન વિના હાલમાં જૈન સાધુઓએ તથા જૈન ગૃહસ્થ જૈન ધર્મની સેવા તથા તેના પ્રચારાર્થે અપૂર્વ આત્મભોગ આપ્યો નથી. સતતત્સાહ પ્રયત્નથી આ વિશ્વમાં લેકને આશ્ચર્યમગ્ન કરે એવાં કાર્યો કરી શકાય છે. સતતેત્સાહ પ્રયત્નથી અનેક મુનિવરેએ મુક્તિ મેળવી. સતતોત્સાહ પ્રયત્નથી બુકર ટી શીટને અમેરિકામાં પિતાના જાતિબંધુઓને કેળવણીથી ઉદ્ધાર કર્યો તે તેના ચરિત્રથી સ્પષ્ટ અવકાય છે. સતતોત્સાહ પ્રયત્નથી સ્વામી વિવેકાનન્દ સર્વત્ર સ્વવિચારોને જાહેર કર્યા. સતતોત્સાહ પ્રયત્નથી કાશીમાં વિશ્વવિદ્યાલય સ્થાપવા માટે પંડિત મદનમોહન માલવીઓ સમર્થ થયા. સતતત્સાહ પ્રયત્ન વિના રાજ્યની, દેશની, વિશ્વની, ધર્મની, સમાજની અને પોતાની ઉન્નતિ કરી શકાતી નથી. સતતોત્સાહ પ્રયત્નબળે વિશ્વમાં સ્વાસ્તિત્વ સંરક્ષી શકાય છે એમ અનેક આદર્શ જીવનચરિતથી સ્પષ્ટ અવબોધ્ય થાય છે. સતતેત્સાહ પ્રયત્નથી રાઠોડ દુર્ગાદાસે મારવાડનું સંરક્ષણ કર્યું અને તેથી તેનાં સર્વત્ર ભારતમાં ગુણગાન થાય છે.
For Private And Personal Use Only