________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સતતત્સાહ અને યત્નની મહત્વતા.
( ૫૭૫ )
આવે છે. કેઈ કાર્યપ્રવૃત્તિમાં આત્માનો સતતત્સાહ પ્રકટતો હોય અવબોધવું કે અવશ્ય કાર્યની સિદ્ધિ થવાની છે. સતતેત્સાહથી અનેક રીતે પ્રયત્ન કરી શકાય છે. ઉદ્યોગને ખાસ જારી રખાવનાર સતતોત્સાહ છે. સતતત્સાહરૂપ અગ્નિને હૃદયમાં પ્રકટાવવાથી હૃદયમાં આલસ્યની અવસ્થિતિ થતી નથી. સતતત્સાહવિના ગમે તેવા વિદ્વાને પણ કર્મપ્રવૃત્તિથી હારી જાય છે. સતતત્સાહથી શિવાજીએ મુસલમાની રાજ્યની જડ ઉખેડી છે એમ ઈતિહાસથી સિદ્ધ થાય છે. સતતત્સાહથી ને પેલીયન બોનાપાર્ટ એક વાર સંપૂર્ણ યુરોપને હચમચાવી દીધું. સતતત્સાહથી ગેરીબાડીએ અને મેઝિનીએ ઈટાલી દેશનો ઉદ્ધાર કર્યો. ગેરીબાડીને ઈટાલીનો ઉદ્ધાર કરવામાં અનેક સંકટને મુકાબલો કરે પડ હતો, પરંતુ સતતેત્સાહથી તેણે દૈવી જીવનની ઉપમાને ધારણ કરી. મેઝિનીએ સતતત્સાહથી ઈટાલીના ઉદ્ધારમાં રીબાડીને પ્રેર્યો અને ઈટાલીના સર્વ પ્રાંતવાસીઓના વિચારોમાં દેશદ્વારને સજીવનમંત્ર પ્રેર્યો. સતતત્સાહથી શ્રીમદ્ભવાદીએ વલ્લભીપુરમાં શિલાદિત્ય રાજાની સમક્ષ બદ્રાચાર્યની સાથે શાસ્ત્રાર્થ કર્યો અને તેથી જૈનધર્મને જ્ય થશે અને બૌદ્ધોને સ્વદેશનો ત્યાગ કરવો પડશે. સતતત્સાહ અને યત્નથી કલિકાલસર્વજ્ઞપદધારક શ્રી હેમચંદ્રાચાર્યે જૈનધર્મની ઉન્નતિકારક અનેક ગ્રન્થની રચના કરી. સતતેત્સાહપૂર્વક પ્રયત્ન કરીને આર્યસુહસ્તિઓ સંપ્રતિરાજાને ધર્મેદ્વારમાં પ્રેરીને અનાર્યદેશમાં જૈનધર્મને પ્રચાર કરાવ્યો. મહમ્મદ પયગંબરે મુસલમાની ધર્મની સ્થાપનામાં સતતેત્સાહ અને સતત પ્રયત્નને સે હતો. એમ તેમના ચરિત્ર પરથી અવબોધાય છે. કબીરે અને નાનકે પિતાના મત પ્રચારાર્થે સતતેત્સાહ અને સતત પ્રયત્ન સેવ્યો હતો તેથી તેઓ સ્વકાર્યમાં અમુકાશે વિજય પામ્યા હતા. રામાનુજ અને વલ્લભાચાર્યો પિતાને મત વધારવા માટે સતતેત્સાહપૂર્વક પ્રયત્ન સેવ્યું હતું. શંકરાચાર્યે પિતાના મતને જગતમાં વિસ્તાર કરવા માટે સતતત્સાહથી પ્રયત્ન સે હતો તેથી હિન્દુસ્થાનમાં અદ્વૈતમતના ભકતોની વૃદ્ધિ થઈ.શ્રી ગૌતમબુદ્ધ પિતાના ધર્મને વિશ્વમાં પ્રચાર કરવા માટે સતતેત્સાહપૂર્વક પ્રયત્ન કર્યો હતો. ઈસુકાઈએ પિતાના વિચારોનો પ્રચાર કરવા માટે સર્વસ્વાર્પણ કરીને પ્રયત્ન સેવ્યો હતો, તેથી તેની પાછળ રાજકીયધર્મ તરીકે તે ધર્મ સર્વત્ર પ્રસર્યો છે. હેમર અને પેથેગોરસે પોતાના વિચારને સતતત્સાહયુક્ત પ્રયત્નથી પ્રચાર્યા હતા. રસ્કીને પિતાના વિચારને સતતેત્સાહપૂર્વક યુરોપમાં જાહેર કર્યા હતા. બૌદ્ધોના પ્રખ્યાત તાર્કિક દિનાગપંડિતે સતતત્સાહપૂર્વક પ્રયત્ન સેવીને બીદ્ધધર્મની રક્ષાકારક પુસ્તક રચ્યાં છે. વ્યાસ ત્રાષિએ સતતેત્સાહપૂર્વક પ્રયત્નથી મહાભારત જેવા ગ્રન્થોને રચી અક્ષરદેહે અમરતા પ્રાપ્ત કરી. કવિ શેકસપીયરે સતતેત્સાહ અને સતત પ્રયત્નથી નાટક લખીને સર્વત્ર વિશ્વ મનુષ્યને આશ્ચર્યચકિત કરી દીધા. આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીએ સતતેત્સાહ અને સતત પ્રયત્નથી પિતાને મત આયવર્તમાં પ્રચાર્યો. જેન આચાર્ય આત્મારામજીએ (વિજયાનંદસૂરિએ) જૈન ધર્મની રક્ષામાં
For Private And Personal Use Only