________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૭૨ ).
શ્રી કમંગ ગ્રંથ-સવિવેચન.
HE .
સત્યધર્મની પ્રાપ્તિ થતી નથી. અજ્ઞાન -મિથ્યાત્વથી સકામભાવનાની વૃદ્ધિ થાય છે. અજ્ઞાનિયે સકામભાવનાથી અસત્યધર્મમાં આસક્ત રહે છે અને વીતરાગ ધર્મની પ્રાપ્તિ કરી શકતા નથી. અજ્ઞાનિયે સકામભાવથી રાગદ્વેષની મારામારીમાં પડીને લીંટમાં માખી ખુંચી રહે છે તેમ સાંસારિક પદાર્થોમાં ખેંચાઈ જાય છે અને મનુષ્ય જન્મના ઉદ્દેશને ભૂલી જાય છે. સકામભાવનામાં પ્રમાદ છે અને નિષ્કામભાવનામાં અપ્રમાદ છે. સકામભાવથી આચારો અને વિચારમાં સમતલતા રહેતી નથી અને સમભાવને દેશવટે અપાય છે. નિષ્કામભાવે આવશ્યક કર્મો કરવાં તે મનુષ્યોને સ્વભાવ છે અને સકામભાવે કર્મો કરવાં તે મનુષ્યને વાસ્તવિક સ્વભાવ નથી. અતએ નિષ્કામભાવે કર્તવ્ય કર્મફલની ઈચછા રાખ્યાવિના આવશ્યક કાર્યો કરવાં જોઈએ. કૌરએ સકામભાવનાથી રાજ્ય પ્રવૃત્તિ કરી તેથી તેનામાં મેહે પ્રવેશ કર્યો અને તેથી અને તેઓનો યુદ્ધમાં નાશ થયે. સિકંદરે સકામભાવથી ભારત પર સ્વારી કરી તેથી અને તેને કશું સત્ય સુખ પ્રાપ્ત થયું નહીં. મરાઠાઓએ હિન્દુઓના રક્ષણમાં નિષ્કામભાવથી ક્ષાત્રપ્રવૃત્તિ સેવી હોત તો તેઓની પાણીપતના મેદાનમાં અહમ્મદશાહ અબ્દુલ્લીથી હાર થાત નહિ અને તેઓની પડતીનું અપમંગલ થાત નહિ. દરેક કર્મપ્રવૃત્તિમાં જે જે અંશે નિષ્કામભાવ સેવાય છે તે તે અંશે વિજયશક્તિ પ્રાપ્ત થાય છે અને જે જે અંશે સકામભાવના થાય છે તે તે અંશે આત્માની દુર્બલતા કરી શકાય છે. સકામભાવ ધારકો સ્વાર્થી બનીને માતા, પિતા, કુટુંબ, મિત્ર, બંધુ, જ્ઞાતિ, સમાજ, સંઘ, દેશ, રાજ્ય-વગેરેની વાસ્તવિક ફરજને અદા કરી શકતા નથી, સકામભાવથી ઉપકારને બદલે નહિ વાળનારાઓ પર વૈર પ્રકટે છે અને તેથી અશુભ કર્મની પ્રવૃત્તિનું જોરથી સેવન થાય છે. સકામભાવનાથી મનુષ્ય સ્વાથી બને છે અને તેઓ જે જે ધર્મ માટે કાર્યો કરે છે તે ઉલટાં તેઓને અધર્મની વૃદ્ધિ કરનારાં થાય છે. સકામભાવનાથી સ્વેચ્છા પૂર્ણ ન થતાં જેની તેની સાથે સત્યસંબંધને બાંધી શકાતું નથી અને પરસ્પર ઉપગ્રહઉપકાર કરવાના સૂત્રને ક્ષણે ક્ષણે લેપ કરી શકાય છે. હિન્દુસ્થાન વગેરે સર્વ દેશમાં સકામભાવનાથી મનુષ્યની સત્ય પ્રગતિ થઈ નથી. સકામભાવથી થએલી દેશોન્નતિ વગેરેને અલ્પકાળમાં નાશ થાય છે અને ધર્મશાસ્ત્રોના આચારોને પણ આચારમાં મૂકી શકાતા નથી માટે નિષ્કામભાવથી સર્વ લોકોએ આવશ્યકકર્મો કરવાં જોઈએ. નિષ્કામભાવથી આવ
શ્યકકર્મ કરનારાઓ જે કંઇ દેશકાલને અનુસરીને કરે છે તે ધર્મવૃદ્ધિ માટે થાય છે. નિષ્કામભાવથી કર્મ કરનારાઓ દશ્ય વિશ્વને સ્વર્ગસમાન બનાવી દે છે. તેઓ નૈસર્ગિક સુખમયજીવન જીવે છે અને પ્રભુમય જીવન પ્રાપ્ત કરીને ધર્મના સાધકો બને છે. સ્વાધિકારે રત અર્થાત્ સ્વાધિકારથી કાર્ય કરવામાં તલ્લીન એવા ધર્મકર્મપ્રસાધકે મુક્તિને પામ્યા પામે છે અને પામશે. સ્વાધિકારે નિષ્કામભાવથી સ્વફરજ અદા કરવામાં તલ્લીન કર્મચગીઓને આ વિશ્વમાં ધન્યવાદ ઘટે છે. સ્વાધિકાર નિષ્કામદશાથી કાર્ય કરનારા કર્મ,
For Private And Personal Use Only