________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૬૮ ).
શ્રી કર્મયોગ મંથ-સવિવેચન.
અને તેઓ સર્વ પ્રકારે સુખી થાય એવાં શુભ કર્મોને અનેક રીતે સેવીને સ્વજીવનને હોમ કરે છે. અજ્ઞાની મહાસકત મનુષ્ય નામરૂપના મોહમાં ફસાઈને સર્વ મનુષ્યના કલ્યાણમાં આત્મભોગ આપી સક્તા નથી અને કદાપિ તેઓ પરની દેખાદેખીથી તેવી શુભ પ્રવૃત્તિ સેવે છે તે તેમાં સંકીર્ણ રાગદ્વેષમય વૃત્તિથી પ્રવૃત્તિ કરીને પરસ્પર એક બીજાનું અશુભ કરે છે. જ્ઞાનીકર્મયોગીઓ દુનિયાની અધદશા ન થાય તે માટે શુભકર્મોને કરે છે અને તેથી તેઓ દુનિયાપર અનન્તગુણ ઉપકાર કરે છે. આ વિશ્વમાં જ્ઞાનેગી કર્મવીરની બલિહારી છે; તેઓ સર્વત્ર વાયુની પેઠે અપ્રતિબદ્ધ રહીને સર્વજીવ જાતિના શુભમાં ભાગ લે છે અને અન્તરથી પુનઃ નિઃસંગ પણ રહી શકે છે. જ્ઞાનીકર્મીઓની શુભકર્મપ્રવૃત્તિથી આ વિશ્વમાં અનેક શુભમાર્ગો ઉદ્દભવ્યા છે અને તેથી દુનિયામાં સત્ય વિવેક પ્રાપ્ત કરવાને મનુષ્ય ભાગ્યશાળી બની શકે છે. મૂઢ મનુષ્યો મેહથી મધ્યસ્થ બુદ્ધિને ત્યાગ કરી દે છે અને તેથી તેઓ અનેક દૃષ્ટિથી સત્ય ધર્મની પરીક્ષા કરવાને અને સત્ય પ્રગતિને નિર્ણય કરવાને શકિતમાન્ થતા નથી. મેહરૂપ વિષવિના સર્વ પ્રકારની શુભ પ્રવૃત્તિ અવધવી અને મહરૂપ વિષથી સર્વ વિષમય પ્રવૃત્તિ અવબોધવી. મોહ વિના જ્યાં દૃષ્ટિ દેવામાં આવે છે ત્યાંથી સત્ય તરી આવે છે. મહદષ્ટિથી અનેક શત્રુઓ ઉભા કરવામાં આવે છે અને નિર્મોહ દષ્ટિથી સર્વત્ર શત્રુઓને મિત્રના રૂપમાં ફેરવી નાખવામાં આવે છે. અતએવ આત્મજ્ઞાનપૂર્વક નિર્મોહ પ્રવૃત્તિથી ગૃહસ્થોએ તથા ત્યાગીઓએ સ્વજીવનને ઉરચ કરવું જોઈએ. મેહવિના જ્ઞાની ગમે તે દેશકાલજાતિવર્ગમાં ઉભે રહીને ગમે તે પ્રવૃત્તિ કરતો છતે અકર્તા રહી શકે છે. ત્યાગીઓ પણ નિર્મોહ દૃષ્ટિથી વિશ્વજનનું અનન્તગણું કલ્યાણ કરી શકે છે માટે મૂઢ દશાને ત્યાગ કરીને જ્ઞાની બની કર્મ કરવાં જોઈએ.
અવતરણ–નિષ્કામ દશાપૂર્વક કગીઓની પ્રવૃત્તિનું ફલ દર્શાવે છે. તેઓના આવશ્યક કર્મની દિશાનું સ્વરૂપ દર્શાવે છે.
श्लोको निष्कामयोग्यतां प्राप्ताः कुर्वन्ति धर्महेतवे । स्वयोग्यावश्यकं कर्म सर्वलोकाः स्वभावतः ॥ १४५ ॥ स्वाधिकारे रता लोका धर्मकर्मप्रसाधकाः । याता यान्ति च यास्यन्ति मुक्तिं तत्र न संशयः ॥ १४६ ॥
For Private And Personal Use Only