________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૫૮).
શ્રી કર્મચાગ ગ્રંથ-સવિવેચન.
ભિન્ન કાર્યપ્રવૃત્તિને તેઓ સાક્ષીભૂત થઈને કરે છે તેથી બાહ્યપ્રવૃત્તિથી તેઓને માનસિક દુઃખ થતું નથી. બાહ્ય પ્રવૃત્તિમાં અહંમમત્વ ટળે છે ત્યારે તેથી શરીરને દુઃખ થતાં છતાં પણ આત્મા નિર્લેપી હોવાથી આધ્યાત્મિક દુઃખ થતું નથી. આત્મભિન્ન બાહ્ય કાર્ય પ્રવૃત્તિને ત્યાગ કરીને આત્મશાંતિ માટે જ્ઞાની નિવૃત્તિને સેવે છે તથાપિ તે યોગ્ય એવી સ્વાધિકારવશ પ્રાપ્ત બાહ્યપ્રવૃત્તિને યથાયોગ્ય સેવે છે તે પણ તે બાહ્ય પ્રવૃત્તિને કર્તા ભક્તા સિદ્ધ કરતો નથી. બાહ્યપ્રવૃત્તિથી પિતાને કંઈ ફાયદો નથી, તે પણ વિશ્વ લોકેના શ્રેય માટે તે સેવે છે. અજ્ઞાની કરતાં જ્ઞાની બાહ્યપ્રવૃત્તિને દુનિયાના મનુષ્યના કલ્યાણાર્થે કરોડગણી વિશેષ સેવે છે પણ તે અહંમમતાના ત્યાગથી અજ્ઞાની કરતાં અનન્તગ ત્યાગી અને નિષ્ક્રિય છે. અહંમમતાના ત્યાગથી સર્વ જાતની શુભ પ્રવૃત્તિને જ્ઞાની કરે છે તો પણ તે ત્યાગી છે અને અજ્ઞાની અહંતાથી સંપૂર્ણ દુનિયાને ત્યાગ કરીને નગ્ન થઈ પર્વતની ગુફામાં પ્રવેશ કરે છે તો પણ તે રાગી છે. પ્રારબ્ધાધીન જ્ઞાની સ્વાધિકારે બાહ્યકર્મોને અનિરછતો છતો પણ કરે છે અને તેથી તે આચરણવડે દુનિયાના અન્ન લોકોને શુભ કર્મોની પ્રવૃત્તિ તરફ આકર્ષે છે. આત્મજ્ઞાન પામ્યા વિના અને અહંમમત્વ ત્યાગ્યાત્રિના કેટલાક લેકે નિષ્ક્રિય બની જાય છે તેથી તેઓ કર્મગથી ભ્રષ્ટ થઈને પુનઃ હતા ત્યાંના ત્યાં આવીને ઉભા રહે છે. જ્ઞાનીને અનન્ત અનુભવ છે. ભારતવર્ષમાં અનેક જ્ઞાનીઓ ઉદભવે છે. તેઓ લોક કલ્યાણકારક કમૅમાં લેકેને જે છે. અહંમમત્વના ત્યાગથી જ્ઞાનીઓ જે કંઈ કરે છે તેમાં તેઓ બંધાતા નથી, તેથી કર્મ કરવાનો અધિકાર જ તેઓને છે એમ સિદ્ધ થાય છે. જ્ઞાનીઓ અન્તમાં સૂક્ષ્મમાં સૂક્ષમ ધ્યાનના વિચાર કરે છે તે પણ એક જાતની સૂક્ષ્મ ક્યિા છે તેની સિદ્ધિથી જગના લોક પર અનંતગુણે ઉપકાર કરી શકાય છે. આત્મજ્ઞાનીઓ જડ જેવા લોકોથી કદાપિ ન થાય એવી ધ્યાનાિયાની સમાધિમાં આરૂઢ થાય છે. સર્વથી મહાભારત કર્મ તે છે. આત્મધ્યાન-સમાધિવિના રાગદ્વેષાદિ વાસનાઓને ક્ષય થતો નથી અને પરમાત્માનો સાક્ષાકાર થતું નથી તેથી તેઓ આત્મધ્યાન-સમાધિની સૂક્ષમ ક્રિયા કે જે અકિયા જેવી બાહ્યથી જણાય છે તેને કરીને જગના લોકેની આગળ અપૂર્વ લાભ ખડો કરે છે અને તેથી દુનિયાના લોકો દુઃખસાગરને તરી જાય છે. શ્રી ચાવીસમા તીર્થંકર મહાવીર પ્રભુએ બાર વર્ષ પર્યન્ત આત્મધ્યાનરૂપ સૂક્ષ્મ ક્રિયાનું સેવન કરીને રાગદ્વેષને સર્વથા ક્ષય કર્યો હતો તેથી તેમના આત્મામાં કેવલજ્ઞાનને પ્રકાશ થયે હતું અને તેથી તેઓએ ભારતના લોકોને ધર્મનો અપૂર્વ લાભ આપીને પાપના માર્ગોને બંધ કરી દીધા હતા. સિકંદર બાદશાહે હિન્દુસ્થાન પર સ્વારી કરી હતી તે પાછો વળીને પોતાના દેશ તરફ જતો હતો ત્યારે તેને સિધુસતીના કાંઠા પર એક યોગીની મુલાકાત થઈ. તે ગી ધ્યાનમાં લીન હતે. અમુક મતસંપ્રદાયના અભિમાનથી મુક્ત થઈને આત્મસ્વરૂપના સાક્ષાત્કારમાં લીન થયો હતો. સિકંદરે તે ગી
For Private And Personal Use Only