________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યેગીનું સ્વરૂપ.
(૫૫૯ )
સાથે વાર્તાલાપ કર્યો તેથી તેને ઘણી શાંતિ મળી. છેવટે તેણે ઉદ્દગાર કાઢયા કે-જે પહેલાંથી આ યોગીના આત્માના ઉગારોને લાભ મળ્યો હોત તો લાખે મનુષ્યને નાશ કરત નહિ. મહાત્માઓ જ્ઞાનીઓ ધ્યાનસમાધિરૂપે ક્રિયા કરીને જગતના લોકોને લાભ આપતા હોય તે આ રીતે આપે છે. તેઓ ધર્મમાર્ગની એગ્ય પ્રવૃત્તિને પણ પ્રસંગે પ્રસંગે સેવતા રહે છે પણ શિલાછાપના બીબાં જેવા અમુક ક્રિયામાં રૂઢ બની જતા નથી. આત્મજ્ઞાનીઓની બાહ્ય પ્રવૃત્તિથી તેમને પારખી શકાતા નથી. લોકોને લાભ થવાની ખાતર તેઓ યોગ્ય ધર્મની બાહ્ય ક્રિયાઓ કરે છે એમ નિર્દેશવામાં આવ્યું. જ્ઞાની જ્ઞાનાદિપરિણામે પરિણમીને સ્વાધિકારથી બાહ્યથી કર્મ કરતે છતે અન્તરની પૂર્ણ નિવૃત્તિને સાધે છે. જ્ઞાનીને આત્મા સદા સ્વતંત્ર હોય છે; જ્ઞાની પરતંત્ર બનતો નથી. પરતંત્ર બનીને મેરુપર્વત સમાન સુવર્ણના રાશિ પર બેસવામાં આવે તે પણ જ્ઞાનને શાંતિ મળતી નથી. ધૂળના ઢગલા પર બેસીને જ્ઞાની જે નિવૃત્તિ સુખને અનુભવ કરે છે તેના સુખને ઇન્દ્ર પણ પહોંચી શકતો નથી. આવના જ્ઞાનીઓને નિવૃત્તિ પસંદ હોય છે. આર્યાવર્તના આર્યમનુષ્યો જે આત્મજ્ઞાનીઓ થાય છે તો તેઓ નિવૃત્તિમાર્ગને પસંદ કરે છે. આર્યાવર્તના જ્ઞાનીઓને અને ભકતોને પર્વતે, ગુફાઓ, એકાન્ત સ્થળો, નદીઓ, જંગલ, ઘણું રુચે છે. તેઓને રાજ્યસુખ ભેગવવાની ઈચ્છા થતી નથી અને પાશ્ચાત્ય દેશના તત્વજ્ઞાનીએની ભક્તિની નિવૃત્તિ પણ પ્રવૃત્તિરૂપ થઈ હોય છે; પ્રવૃત્તિમય નિવૃત્તિ કરતાં નિવૃત્તિમય પ્રવૃત્તિની અનન્ત ગુણ ઉત્તમતા સિદ્ધ કરે છે. પ્રવૃત્તિની પણ હદ હોય છે. ઘણું પ્રવૃત્તિથી રજોગુણ અને તમોગુણી હિલચાલ–ચળવળ વધે છે અને તેથી એક વાર તે દારૂમાં દેવતાના જેવું ફળ પ્રગટાવવા સમર્થ થાય છે. લાખગુણી વા કરેડગુણી પ્રવૃત્તિ કરવા માત્રથી કેઈની ઉન્નતિ થતી નથી. નિવૃત્તિ જેના ગર્ભમાં છે એવી પ્રવૃત્તિને કરવા માટે જ્ઞાનીઓ ફરમાવે છે. અજ્ઞાનીઓની નિવૃત્તિ તે પ્રવૃત્તિમય હેય છે તેથી તેઓ સાત્વિક સુખનો અનુભવ કરવા શકિતમાન થતા નથી. આર્યજ્ઞાનીઓની નિવૃત્તિમય પ્રવૃત્તિથી સ્વાત્માને અને દુનિયાના જેને પરિણામે અનન્તગુણ સુખ મળે છે. અએવ જ્ઞાની બાહ્યક્રિયા કરે છે તે યોગ્ય જ કરે છે, તેને બાળકને ખ્યાલ આવી. શકતું નથી. જ્ઞાન ધ્યાનસમાધિમાં લીન મનુષ્યોને બાહ્યક્રિયાઓનું બાહ્યકર્મ પ્રવૃત્તિઓનું ખાસ પ્રયોજન રહેતું નથી. આત્મા યમ નિયમ આસન પ્રાણાયામના કમપૂર્વક ગની સાધના કરીને મેગી બની શકે છે. યોગીઓ યોગમાર્ગમાં આરૂઢ થઈને ધ્યાનની સિદ્ધિ કરે છે. ભગવદ્ગીતાના છઠ્ઠા અધ્યાયમાં યોગીનું સ્વરૂપ જણાવ્યું છે તે અપેક્ષાએ ઉપયોગી હોવાથી અત્ર તત્સંબંધી કંઈક લખવામાં આવે છે. જરા ઢીને નિર્દેષુ, ફાર્મ स्थनुषजते । सर्वसंकल्प संन्यासी योगारूढस्तदोच्यते ॥ ४॥ उद्धरेदात्मनात्मानं, नात्माનવરાત સામૈય ઘારમન ચંપુરાવ રિપુરામનઃ ને જ્યારે ઇન્દ્રિયના અર્થોમાં મન
For Private And Personal Use Only