________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=
=
મહાસંધમાં ઉકર્ષને સમાવેશ કર.
( ૫૮૩ )
કરવાથી સર્વ દેવ દેવીઓની પૂજાસેવા કર્યાનું ફલ પ્રાપ્ત થાય છે. મહાસંધરૂપ સમષ્ટિ-પ્રભુ એ જીવતા પ્રભુ છે. તેની સેવા કરવાથી અનન્તભવનાં બાંધેલ કર્મોને ક્ષય થાય છે. મહાસંઘની સેવામાં સર્વ પ્રકારની આત્મોન્નતિ સમાયેલી છે. સર્વ તીર્થકરો પણ મહાસંઘર્ષ જંગમ તીર્થને નમસ્કાર કરે છે. મહાસંઘરૂ૫ જંગમતીર્થની સેવામાં સર્વ સ્થાવર તીર્થોની સેવાને સમાવેશ થાય છે. જંગમતીર્થંવિના સ્થાવર તીર્થની ઉત્પત્તિ નથી. ભૂતકાળમાં જેટલા તીર્થંકરો થયા, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં થશે તે સર્વની ઉત્પત્તિની ખાણ મહાસંધ છે. અનેક ગણુધરે, અનેક યુગપ્રધાને, અનેક સતા, અનેક સતીઓ, અનેક ધર્મોદ્ધારક મુનિવરે, અનેક લબ્ધિધારી સાધુઓ વગેરેની ઉત્પત્તિનું મૂળ મહાસંઘ છે. મહાસંઘમાં તીર્થકરોને સમાવેશ થાય છે, કારણ કે તીર્થકરો પણ મહાસંઘમાંથી પ્રકટ્યા. પ્રકટે છે અને પ્રકટશે. સાર્વજનિકસેવાને મહાસંઘમાં સમાવેશ થાય છે. વિશ્વસેવાને મહાસંઘમાં સમાવેશ થાય છે સાગરની ઉપમાને ધારણ કરનાર મહાસંધ છે. મહાસંઘની આજ્ઞામાં સર્વે આજ્ઞાનો સમાવેશ થાય છે. મહાસંઘની આજ્ઞાનું ઉત્થાપન કરતાં તીર્થંકરની આજ્ઞાનું ઉત્થાપન થાય છે. જીવતોજાગતે બોલતો ચાલતે મહાસંઘ તે સમષ્ટિરૂપ સાકાર મહાપ્રભુ છે. તેનાં દર્શન કરવાથી અને તેની ભક્તિ કરવાથી અનંત પુણ્ય અનંત નિર્જરાદિ મહાફલની પ્રાપ્તિ થાય છે. મહાસંઘની સેવા કરવાથી ગમે તેવા પાપી મનુષ્યને પણ ઉદ્ધાર થાય છે, એમ અનેક શાસ્ત્રોમાં વેદોમાં આગમમાં નિવેલું છે. આ કાલમાં મહાસંઘની આજ્ઞાસમાન કોઈ આજ્ઞા નથી અને મહાસંઘની સેવા સમાન કેઈ સેવા નથી. ચાતુર્વણુ મહાસંઘમાં રહેલા પુરુષો અને સ્ત્રીઓ માટે તન મન અને ધનાદિ સર્વ શક્તિનું સમર્પણ કરવું. મહાસંઘમાં રહેલ સર્વ પુરુષની અને સ્ત્રીઓની ઉન્નતિ માટે દ્રવ્યક્ષેત્રકલાનુસારે સ્વયશક્તિથી સદા ઉદ્યમ કરે. મહાસંઘના નેતા આચાર્યો વગેરેના ઉપદેશાનુસાર મહાસંઘની પ્રગતિ થાય એવા ઉપાયોનું સેવન કરવું. મહાસંઘની પડતી ન થાય અને મહાસંધની ચડતી થાય એવા સર્વ ઉપાયોથી સદા સેવામાં તત્પર થતાં સાક્ષાત્ પ્રભુની સેવા જેટલું ફળ પ્રાપ્ત થાય છે. મહાસંઘની સેવાભક્તિના અનેક માર્ગો વડે સંઘની સેવાભક્તિથી ભક્ત મનુષ્ય અ૫કાલમાં મુક્ત થઈ શકે છે. અન્ન, વસ્ત્ર, વિદ્યા, સત્તા, જ્ઞાનદાન, ધનદાન, આદિ અનેક ઉપાયથી મહાસંઘની સેવા કરવામાં જેઓ આત્મસમર્પણ કરે છે તેઓ દેવલોક અને મુક્તિને પામે છે એમ તીર્થંકરે પ્રબોધે છે. જૈનશાસનને, જૈનધર્મને શ્રીમહાસંઘમાં સમાવેશ થાય છે. શ્રીમહાસંઘમાં સર્વ ધર્મ અને સર્વ ધમ મનુષ્યોને સમાવેશ થઈ જાય છે. ધમ રાજાઓ અને ધર્મ રાણુઓ, વગેરે સર્વ સત્તાધિકારીઓને મહાસંધમાં સમાવેશ થઈ જાય છે. જેઓ મહાસંધની હાંસી કરે છે તેઓની સર્વ શભ શક્તિ હાંસી કરે છે. જેઓ મહાસંઘની સેવામાં રક્ષામાં ઉન્નતિમાં શીર્ષ પ્રાણને અર્પણ કરે છે તેઓ દેવલોકમાં મહાદેવે બને છે. જેઓ મહાસંઘની
For Private And Personal Use Only