________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૩૬ )
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
UR
શકિત ખીલવવી તે પિતાના હાથમાં છે. પરને કરગરીને પરાશ્રયી બનવાથી કે પોતાને ઉદ્ધાર કરી શકતું નથી. અતએવ સ્વાશ્રયી આત્મવીર્ય ફેરવી આત્મશકિતને ઉત્સર્ગ અને અપવાદમાર્ગથી પ્રગટાવવી જોઈએ. પ્રભુના સેવક બની પરાશ્રયી બની હાથ જોડી બેસી રહેવા માત્રથી સ્વાત્માને ઉદ્ધાર થતો નથી. દ્રવ્યક્ષેત્રકાલભાવને અનુસરી ઉત્સર્ગકાલે ઉત્સર્ગમાગને અને અપવાદ વખતે અપવાદને અનુસરી આત્મશક્તિ ખીલવવી જોઈએ. આત્મામાંજ આત્મશક્તિ છે અને તેઓને પ્રાપ્ત કરવાને મન વાણી અને કાયાની સામગ્રીની પ્રાપ્તિ થઈ છે. દ્રવ્યક્ષેત્રકાલથી સાધુઓએ અને ગૃહસ્થાએ ધર્મપ્રવૃત્તિ કરવી જોઈએ અને વ્યાવહારિક પ્રગતિમાં તથા ધાર્મિક પ્રગતિમાં સદા અગ્રગામી રહેવું જોઈએ. સ્વધર્મને સ્વમનો ઉદ્ધાર પોતાના હાથે જ થવાનો છે. અન્યનું દેખાદેખી અનુકરણકરવાથી કદિ સ્વામે દ્વાર તથા સમાજસંઘદ્ધાર થવાનું નથી. સ્વાશ્રયથી આત્માનું બળ ખીલે છે અને પરાશ્રયથી દાસત્વદશા પ્રાપ્ત થાય છે; માટે કદાપિ આત્માને ઉદ્ધાર કરવા પાછા પડવું નહિ. સ્વધર્મરક્ષણ, સ્વધર્મકર્મપ્રવૃત્તિ, સ્વકેમરક્ષા, સંઘવૃદ્ધિ, કેમસેવા ઈત્યાદિ કાર્યો કરવામાં સર્વ પ્રવૃત્તિમાં સ્વાશ્રયી બનવું અને વર્તમાન જમાનામાં સર્વ ગ્ય શક્તિને પ્રકટ કરવી અને ધર્મક પ્રવૃત્તિમાં ઉપગ રાખવો.
અવતરણ –જે જે ભિન્ન ભિન્ન કર્મોથી આભન્નતિ થાય તે તે કર્મોને દ્રવ્યાદિક યેગે ઉત્સર્ગ અપવાદથી સ્વાધિકારે આદરવાને પ્રબોધે છે.
श्लोको
भिन्नभिन्नक्रियायोगै-रात्मोन्नतिर्भवेत् । कर्तव्यास्ते क्रियायोगाः प्रशस्या द्रव्यभावतः ॥१२५॥ मुक्तिरसंख्ययोगैः स्यात् सर्वज्ञेन प्रभाषितम् ।
साम्ययुक्तेन चित्तेन कर्तव्याः स्वीयशक्तितः ॥१२६॥ શબ્દાર્થ –જે જે ભિન્નક્રિયા અર્થાત્ કર્મોવડે આત્મોન્નતિ થાય છે તે પ્રશસ્ય ક દ્રવ્યભાવથી કરવાં જોઈએ. અસંખ્ય યુગથી મુકિત છેએમ શ્રી વીર પ્રભુએ કહ્યું છે માટે અસંખ્ય ગોમાં પરસ્પર વિરુદ્ધતા ન ધારતાં સામ્યયુકત ચિત્તવડે સ્વયશક્તિથી જે જે કર્મો કરવા એગ્ય હોય તે કરવાં.
વિવેચનઃ–સેવા, ભક્તિ, ઉપાસના, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિશસ્થાનક આરાધના, નવપદ આરાધના, સાધુભક્તિ, સાધ્વી ભક્તિ, સંઘભક્તિ, ધર્મકર્મ પ્રવૃત્તિ, તીર્થંકર
For Private And Personal Use Only