________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મા તેજ ૫રમમાં
( ૫૩૫ )
શુદ્ધપગ થવાની સાથે બાહ્યપ્રપંચમાંથી અહંમમત્વ ટળે છે. અધ્યાત્મજ્ઞાનીને વ્યાખ્યાનાદિ કર્મપ્રવૃત્તિ છે તે સંસારબંધન માટે થતી નથી. અધ્યાત્મજ્ઞાની પ્રાપ્ત બાહ્યપ્રવૃત્તિમાં નિર્લેપ રહે છે. સાધુઓને અને ગૃહસ્થને દ્રવ્યક્ષેત્રકાલભાવથી ઉત્સર્ગ અપવાદપૂર્વક ધર્મકર્મ પ્રવૃત્તિ થાય છે. ઉત્સર્ગથી અને અપવાદથી ધર્મકર્મ પ્રવૃત્તિ સેવવી પડે છે. કઈ વખતે ઉત્સર્ગથી ધર્મકર્મ પ્રવૃત્તિ સેવાય છે તો કઈ કાલે કોઈ ક્ષેત્રે અપવાદથી ધર્મકર્મ પ્રવૃત્તિ સેવાય છે. દ્રવ્યક્ષેત્રકાલભાવે ઉત્સર્ગમાર્ગો અને અપવાદમાર્ગે ધર્મકર્મપ્રવૃત્તિયોને સાધુઓ અને ગૃહસ્થ સેવે છે. કોઈ કાલે કઈ ક્ષેત્રે ઉત્સર્ગની મુખ્યતા હોય છે અને અપવાદની ગણતા હોય છે. કેઈ કાલે કઈ ક્ષેત્રે કે ભાવે અપવાદની મુખ્યતા હોય છે અને ઉત્સર્ગની ગણતા હોય છે. બાહ્યવ્યાવહારિક અને ધાર્મિક કર્મપ્રવૃત્તિને ઉત્સર્ગથી અને અપવાદથી ક્ષેત્રકાલાનસારે સેવાય છે. ગૃહસ્થાએ અને ત્યાગી મહાત્માઓએ આત્મરૂપ બ્રહ્મમાં લીન થઈને પંચમઆરાની (કલિયુગ)ની વર્તમાનદશા અવલોકીને આપત્તિકાલ ક્ષેત્રાદિકનું સ્વરૂપ અવધી વ્યાવહારિક કર્મોને તથા ધર્મકાર્યોને કરવાં જોઇએ. આપત્તિકાલમાં સર્વ જાતની વિપરીત પ્રવૃત્તિ કરીને પણ જીવને જીવવું પડે છે. હાલમાં ભારતવાસીઓને ધાર્મિક બાબતમાં આપત્તિકાલ જેવું છે. જૈન કોમને તો હાલમાં આપત્તિકાલને અનુસરી જૈન કેમની અસ્તિતા રાખવા આપદ્ધર્મ સેવવાની આવશ્યકતા શીર્ષ પર આવી પડી છે. જૈનમના સાધુઓએ અને ગૃહસ્થાએ ઉત્સર્ગમાર્ગનું પુનઃ જીવન પ્રાપ્ત કરવા માટે અપવાદમાર્ગથી આપદ્ધર્મના નિયમને અનુસરી વ્યાવહારિક ધાર્મિક જીવનપ્રવૃત્તિ સેવવી જોઈએ. આપત્તિકાલમાં ઉત્સર્ગનાં કર્મ કરવાથી વિશેષ પતિત દશા પ્રાપ્ત થાય છે અને તેમનો ઉદ્ધાર થઈ શકતો નથી. સાધુઓને આપદ્ધર્મ સેવવાની આવશ્યક ફરજ આવી પડી છે. ચોથા આરામાં રચાયેલાં સાધ્વાચાર સંબંધી ઉત્સર્ગ માર્ગનાં સૂત્રોવડે તેઓ વર્તમાનમાં અન્ય કામના સાધુઓની પિઠે અસ્તિત્વ સંરક્ષી શકશે નહિ. વર્તમાનમાં અપવાદમાર્ગથી આપદૂધર્મકર્મ પ્રવૃત્તિની મુખ્યતાથી પ્રવર્તીને તેઓ દુનિયામાં જીવી શકશે એમ સ્થિરપ્રજ્ઞાથી થવામાં આવે છે. ઘણા એકાતિક રઢિક આચારમાં બોજાથી દબાયેલી કેમને ઉદ્ધાર કરવા માટે વિશાલ વિચારની અને સ્વતંત્ર આચારની યૌગિકશૈલીએ જરૂર છે. જે દેશના જે કાલના લેકપર ઘણા કાયદા પડે છે તે દેશને તે કાલને મનુષ્યસમાજ દાસત્વકેટિપર આવીને ઊભા રહે છે. જે કામમાં આપત્તિકાલ સમયે આપધર્મકર્મોને સેવાતાં નથી તે કમનું દુનિયામાં અસ્તિત્વ રહેતું નથી અને તેથી તે તેમના ગુરુઓ અને ધર્મનું અસ્તિત્વ પણ રહેતું નથી. દરેક બાબતમાં પોતાને એકાતે દાસ જ માની બેઠેલી કોમને ઉદ્ધાર કરવા માટે શ્રીવીરપ્રભુએ જાહેર કર્યું છે કે આત્મા છે તે પરમાત્મા છે. આત્માની અનંતશક્તિ ખીલ્યાથી આત્મા તે જ પરમાત્મા બને છે. આત્માની અનંત
For Private And Personal Use Only