________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(.પ૩૦ )
શ્રી કર્મ
ગ્રંથ-સચિન,
નાશ થાય છે અને સત્ત્વગુણના પ્રકાશથી હૃદયની શુદ્ધિ થવાની સાથે વ્યાપક જીવનની પ્રાપ્તિ થાય છે. સર્વત્ર સ્થાવરજંગમમાં આત્મસ્વરૂપને સાક્ષાત્કાર કરવાથી સંકુચિત અહં મમત્વ વૃત્તિના નારા સાથે સત્યાગી મહાત્માની અવસ્થા પ્રાપ્ત થાય છે. જેનશાસ્ત્રોના મત પ્રમાણે દેહવ્યાપક આત્મા છે. તત્ત્વની દષ્ટિએ એમ છે છતાં આત્માની શુદ્ધિ તથા તેની પ્રભુમયજીવનદશા કરવા માટે સર્વત્ર પ્રેમથી આત્મભાવનાથી સ્વઆત્મસ્વરૂપને ધારણાબળે સાક્ષાત્કાર કરવા માટે પ્રયત્ન કરવામાં કોઈ જાતનો વિરોધ નથી, ઉલટું તેથી જૈનદષ્ટિએ અનન્તગુણ લાભ સિદ્ધ થઈ શકે છે. કેવલાદ્વૈતદષ્ટિએ તેવી વ્યાપકભાવનામાં કઈ જાતને વિરેાધ આવતું નથી અને પ્રભુમય જીવનની વ્યાપકતામાં વૃદ્ધિ કરી શકાય છે. શુદ્ધાદ્વૈતદષ્ટિએ પણ સર્વત્ર બ્રહ્મરૂપ પ્રભુને અવલકવાથી પરમાનન્દની પ્રાપ્તિ કરી શકાય છે. વિશિછાદ્વૈતમાં સાપેક્ષ દષ્ટિએ સર્વત્ર અન્તર્યામી બ્રહ્મરૂપ આત્માને અવલોકવાથી રાગાદિ વૃત્તિ
ની ક્ષીણતાની સાથે આત્માની અનન્ત શક્તિઓ ખીલે છે અને પશ્ચાતુ આત્મા અને પરમાત્માના અનન્ત ગુણે એ એના વિશિષ્ટત્વ વિના અન્ય કઈ વિશિષ્ટત્વ અનુભવાતું નથી. મુસલમાન ધર્મની દૃષ્ટિએ સર્વત્ર ખુદાના સૂરમાં આત્માને લીન કરવાથી સર્વત્ર ખુદાનું તેજ દેખવાના બળે સર્વત્ર સર્વ વિશ્વજીની અહિંસાભાવવૃત્તિ સાથે આમપ્રેમભાવ પ્રગટી શકે છે. ગોપીઓએ કૃષ્ણના પ્રેમબળે મટુકીઓમાં કૃષ્ણને દીઠા હતા અને તેથી તેઓ મહી
ને બદલે કૃષ્ણ -કઈ કૃષ્ણ ભે એવાં ગાણું ગાતી હતી અને તેથી તેઓ કૃષ્ણના હૃદયમાં પ્રવેશતી હતી. ધ્યાનના અધિકારવાળાં જેનાગમમાં ચૌદ રાજલકમાં કારને વ્યાપક કરીને તેનું ધ્યાન કરવાનું લખ્યું છે તો સર્વત્ર સ્થાવરજંગમમાં આત્મસ્વરૂ૫ને દેખાડતી ધ્યાનભાવના ભાવવી એમાં તે કણ વિરોધ લઈ શકે ? સર્વત્ર સ્થાવરજંગમમાં આત્મસ્વરૂપને દેખનારા મનુષ્ય સાત્વિક ચોગીઓ બની શકે છે અને તેઓ જ સત્યકર્મ
ગીઓ બનીને વિશ્વની ઉન્નતિમાં અને દુનિયાના મનુષ્યોને સત્ય શાંતિ આપવાનાં કાર્યો કરી શકે છે. આત્મજ્ઞાનને પ્રાપ્ત કરી પશ્ચાત્ આત્મધ્યાન કરવું જોઈએ. આત્મધ્યાનથી આત્માને આત્માના આવિર્ભાવરૂપ ગુણેની સાથે વેગ જોડાણ સંબંધ થાય છે તેને યોગ કહે વામાં આવે છે. આત્મા પિતાના પરમાત્મસ્વરૂપને પ્રકાશીને તેમાં જોડાય અને તેવડે પરમાનન્દને પામે તેને વેગ કહેવામાં આવે છે. દુનિયાદારીમાં રોજ શર્મg જોરારમ્ કર્મો કરવામાં, જે કુશલતા પ્રાપ્ત કરવી તેને વેગ કથવામાં આવે છે. સર્વત્ર સ્થાવર જંગમમાં આત્મસ્વરૂપને દેખ્યા પશ્ચાત્ બાહ્ય કર્તવ્યમાં વાસ્તવિક કુશલતા પ્રાપ્ત થાય છે કે જેથી દુનિયાના અને સત્યકર્મના માર્ગે દોરી શકાય છે અને તેઓને અ૫હાનિએ અલ્પષે મહાલાભ સમાપી શકાય છે. ધ્યાનયોગથી સ્થિર પ્રજ્ઞાની પ્રાપ્તિ થાય છે અને તેથી મન વશમાં આવે છે તથા કામક્રોધાદિ કષાયોનો ક્ષય થાય છે. પટ-વસ્ત્રને વિસ્તાર કરીને સૂકવવામાં આવે છે તો તે જલદી સુકાઈ જાય છે તદ્દત સર્વત્ર સ્થાવર જંગમમાં આત્મ
For Private And Personal Use Only