________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૨૬ )
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
મોક્ષને પામે છે. જનકરાજા વગેરે કર્મ કરીનેજ ઉચ્ચગતિને પામ્યા છે માટે લેકના કલ્યાણાર્થે તારે કર્મ કરવાની જરૂર છે. નિષ્કામ-નિઃસ્પૃહ-જીવન્મુક્ત થએલ જ્ઞાની-યેગી લોકોનાં કલ્યાણાર્થે કોઈ પણ જાતની ઇરછા વિના કર્મપ્રવૃત્તિ સેવે છે. જે તે લોકોના કલ્યાણાર્થે કર્મ ન કરે તો પરોપકારાદિ વ્યવહારધર્મને નાશ થઈ જાય અને તેથી ધર્મને નાશ થાય. અએવ મહાત્યાગી યેગીઓ પણ લેકકલ્યાણાર્થે કર્મ કરે છે. સંપૂર્ણ રાગદ્વેષ ટળ્યા બાદ અને કેવલજ્ઞાન પામી કૃતકૃત્ય થયા બાદ શ્રી મહાવીર પ્રભુએ લોકકલ્યાણાર્થે ત્રીશ વર્ષ સુધી ઉપદેશાદિ કર્મો કર્યા હતાં. ચોવીશ તીર્થકરોએ કેવલજ્ઞાન પામ્યા પશ્ચાત્ દુનિયાના ઉદ્ધારાર્થે તીર્થસ્થાપના, ઉપદેશપ્રવૃત્તિ વગેરે અનેક શુભ કર્મોને આચર્યા હતાં તો અન્ય મનુષ્યનું તે શું કહેવું? તીર્થકરને કેવલજ્ઞાન પ્રગટયા પશ્ચાત્ કંઈ પણ પ્રાપ્તવ્ય રહેતું નથી તો પણ તેઓ કર્મ કરે છે, તેને દેખીને અન્ય મનુષ્ય પણ તેઓનું અનુકરણ કરે છે. ચારાજરત ઇતત્તવેતો ના જ થરામા કુહ ઢોવરતનું વર્ત . એ ન્યાયને અનુસરી મહાગીઓ દુનિયાના ઉદ્ધારાર્થે કર્મો કરે છે. અજ્ઞાનીઓ કર્મ કરે છે તો જ્ઞાનીઓએ તો મમતા રાખ્યા વિના વિશેષ પ્રકારે કર્મ કરવાં જોઈએ. सक्ताः कर्मण्यविद्वांसो, यथा कुर्वन्ति भारत, कुर्याद्विद्वांस्तथासक्तश्चिकीर्षुर्लोकसंग्रहम् ॥ હે ભારત! કર્મમાં મમતા-ઈરછા રાખીને અજ્ઞાનીઓ કર્મ કરે છે તેથી લોકોનું સારું ઇચ્છીને મમતા વિના જ્ઞાનીઓએ કર્મ કરવાં જોઈએ. જઘન્ય અને મધ્યમ કેટિની જ્ઞાનિની દશામાં ફલેચ્છા-વા-છા વગેરે પ્રકટે છે તે મૂળ લેકમાં જણાવ્યું છે. પશ્ચાત્ ઉત્તમજ્ઞાન દશાગે નિષ્કામ સ્વફરજથી કર્મો કરાય છે. કહ્યું છે કે ભગવદ્ગીતા-બીજો અધ્યાય
મળેatfપરાન્ત, મા જવુ જરાચન, મા નર્મદદેત-તે અંડાકર્મનિતારો કર્મ કરવામાં અધિકાર છે પણ તેનું શું ફલ આવશે તેમાં નથી. કર્મફલ હેતુ તું ન થા. તું કર્મમાં અસંગ ન થા! ! અર્થાત્ તું કર્મોને કર પણ ફલની આશાવિના ક કર કે જેથી કર્મ કરતે છતે પણ નિષ્ક્રિય જ છે. રાગદ્વેષને જે જે અંશે નાશ થાય છે તે તે અંગે વિરાગતા-વિરતિ પ્રાપ્ત થાય છે. રાગદ્વેષની પરિણતિના નાશથી આત્મામાં અત્યંત શાંતિ સ્થિરતા પ્રગટે છે અને રજોગુણ તમોગુણવૃત્તિના પ્રલયની સાથે સત્વગુણવૃત્તિને વિકાસ થતો જાય છે, દિયાહીન અને અવિરતિ સહિત જ્ઞાનને શુષ્કજ્ઞાન કથવામાં આવે છે તેનું કારણ એ છે કે-તે જ્ઞાનથી આત્માની સંપૂર્ણ શકિતને પ્રકાશ થતો નથી અને કર્મવિના જ્ઞાનની પરિપક્વ સ્થિરતા થતી નથી. વિરતિ વિનાનું જ્ઞાન વંધ્ય છે. બાહ્ય પ્રવૃત્તિના ત્યાગ માત્રથી વિરતિ થતી નથી પરંતુ મનમાં પ્રગટતી અનેક વાસનાએને લય થવાથી વિરામ થયે એમ કથાય છે. કામ્યવાસનાને વિરામ-લય થવે એજ વિરતિની સાથે બાહ્યકર્તવ્ય કર્મ પ્રવૃત્તિ સાથે જ્ઞાન હોય છે તે એ જ્ઞાનથી આત્માને અને વિશ્વજીને ઉદ્ધાર થાય છે. સત્યવૃત્તિ યુક્ત જ્ઞાનની જેટલી સ્તુતિ કરીએ તેટલી
For Private And Personal Use Only