________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૨૪)
શ્રી કર્મચાગ ગ્રંથ-સવિવેચન.
શકાય છે. શુષ્ક બ્રહ્મજ્ઞાની બનવા માત્રથી કંઈ આત્માને તથા વિશ્વવર્તિ મનુષ્યને લાભ સમર્પી શકાતું નથી. પરમાત્માનું અને આત્માનું પરિપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અને પશ્ચાત્ સર્વત્રવ્યાપક પ્રભુમયજીવનની પ્રાપ્તિ કરવી જોઈએ કે જેથી સ્વાર્થાદિ દોષોને નાશ થાય અને સર્વના શ્રેય માં આત્માર્પણ કરી શકાય. પ્રભુમય જીવન પ્રાપ્ત કરવાનું મુખ્ય કારણ આત્મજ્ઞાન છે અને સ્વાત્મજ્ઞાન પ્રાપ્ત કરવાથીજ રાગાદિના નાશપૂર્વક કર્મપ્રવૃત્તિ કરી શકાય છે. અવિનાશક કર્મ પ્રવૃત્તિને સેવવી જોઈએ. આત્મજ્ઞાનથી સ્વપરને દુખપ્રદ અને સુખપ્રદ કર્મોનું સ્વરૂપ અવબોધી શકાય છે. દુઃખ વિનાશક કર્મોમાં અજ્ઞાની જીવની સહેજે પ્રવૃત્તિ થાય છે. અજ્ઞાની મનુષ્ય જે જે કર્મો કરે છે તે સુખની બુદ્ધિથી કરે છે છતાં રજોગુણની અને તમોગુણની વૃત્તિથી તે તે કર્મો દુઃખને દેવાવાળાં થાય છે અને આત્મજ્ઞાનીઓ, તે તે કર્મો કરે છે છતાં તે તે કર્મોથી રાગાદિના અભાવે આત્માનન્દમાં મગ્ન રહી શકે છે અને વિશ્વ જીવેનું તે તે કર્મોથી કલ્યાણ કરી શકે છે. દુઃખવિનાશક કર્મોને કરવાને આત્મજ્ઞાની કર્મયોગીઓ સમર્થ થાય છે. વિશ્વનો ઉદ્ધાર કરવાને જ્યારે
ત્યારે આત્મજ્ઞાનીઓ સમર્થ થાય છે; માટે જે જે અવસ્થાનાં જે જે કર્મોને આત્મજ્ઞાનીઓ * કરે છે તે તે તેમની ફરજ છે એવું માની તેમની આજ્ઞા પ્રમાણે અન્ય મનુષ્યોએ પ્રવર્તવું
જોઈએ. આત્મજ્ઞાન, કર્મજ્ઞાન, પ્રભુજ્ઞાન, વિશ્વજ્ઞાન, પ્રભુમય જીવનના જ્ઞાનની પ્રાપ્તિ આદિ સર્વ ગુણનું કારણ આત્મજ્ઞાન અર્થાત્ બ્રહ્મજ્ઞાન છે. મૂઠ મૂર્ખના પ્રભુ બનવા કરતાં આત્મજ્ઞાનીઓના દાસ બનીને તેઓની આજ્ઞા પ્રમાણે કર્મ કરવાથી આત્માને ઉદ્ધાર થાય છે એવી ખાસ શ્રદ્ધા ધારણ કરવી જોઈએ. અનેક ધર્મશાસ્ત્રોને પરિપૂર્ણ અભ્યાસ કરીને મતમતાંતરરહિત આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આત્મજ્ઞાનનાં અનન્તવર્તેલમાં સર્વ ધર્મનાં સંકુચિત લઘુ વર્તુલોનો સમાવેશ થાય છે. શ્રીકૃષ્ણ અર્જુનને આત્મજ્ઞાન અર્થાત્ બ્રહ્મજ્ઞાન પામીને કર્મો કરવાં જોઈએ એવો ઉપદેશ આપે હતો. શ્રીબદ્ધ પણ આત્મજ્ઞાનપૂર્વક કર્મપ્રવૃત્તિ કરવી જોઈએ એ વિધવર્તિમનુષ્યને ઉપદેશ આપ્યો હતો. શ્રી સર્વજ્ઞ વીર પ્રભુએ આત્મજ્ઞાનપૂર્વક કર્મો કરવાથી રાગદ્વેષના નાશપૂર્વક વિતરાગતા-પરમાત્મતા પ્રાપ્ત થાય છે એ ઉપદેશ આપ્યું હતું. પરંતુ પાછળથી અજ્ઞાનના જમાનામાં કર્મોનાં રહસ્યનું જ્ઞાન ન મળવાથી કર્મચાગની તથા જ્ઞાન યોગની અવ્યવસ્થા થઈ ગઈ. હવે અજ્ઞાનનાં બાઝેલાં પડો દૂર કરીને કર્મવેગનું વાસ્તવિક રહસ્ય અવધીને તે કર્મો કરવા જોઈએ. સર્વત્રવિશ્વવ્યાપક અને વિશ્વવ્યાપક સર્વ જીવનું કલ્યાણ કરનાર જ્ઞાનપૂર્વક કર્મગ છે. અતએ આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને પૂર્ણગી બની મનુષ્યએ સ્વાધિકારે કર્મો કરવાં જોઈએ અને તેમાં થતા અપ્રશસ્ત રાગાદિ દેને દૂર કરવા જોઈએ.
અવતરણુ–કર્મપ્રવૃત્તિ વિના જ્ઞાની પ્રાપ્તવ્યદશાને પ્રાપ્ત કરી શકો નથી તે દર્શાવે છે.
For Private And Personal Use Only