________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૬ )
શ્રી કર્મયોગ મંચ-સવિવેચન.
છતાં જલકર્દમથી ઉપર રહે છે. મોટા મોટા હૃદમાં કમલે થાય છે. જલનો સંબંધ છતાં જલસંગે કમલો લેપાયમાન થતાં નથી. કમલમાં નિર્લેપ રહેવાની સ્વભાવિક શક્તિ છે, વા સૂર્યના કિરણોના સંસ્કારથી તે સંસ્કારંબળે ખીલે છે. તદ્ધત્ આત્મામાં નિર્લેપ રહેવાની સ્વાભાવિક શક્તિ છે. આકાશમાં અનન્ત કર્મવર્ગણાઓ છતાં તે આત્મજ્ઞાનરૂપ સૂર્યના પ્રકાશથી કર્મ કરતે છતો પણ કર્મથી નિર્લેપ રહે છે. શ્રીકૃષ્ણને શ્રી નેમિનાથ પ્રભુની ઉપાસનાથી સમ્યકત્ર થયું હતું અને તેથી તેઓ અત્તરાત્મસ્થિતિ પામ્યા હતા એમ જૈન શાસ્ત્રોને ઉલ્લેખ છે. સમ્યકત્વની પ્રાપ્તિ થતાં ઉત્કૃષ્ટ કર્મની અપુનબંધક સ્થિતિ પ્રાપ્ત થાય છે અને તે તે દશાએ આત્મામાં નિર્લેપત્વ પ્રાપ્ત થાય છે. જલપંકજવત્ ન્યારા રહેવાથી ચેથા ગુણસ્થાનકે આત્મદશા પ્રાપ્ત થાય છે. જડ વસ્તુઓને જડપણે દેખવી અને આત્માને આત્મારૂપે દેખીને બહિરાત્મભાવ વા દેહાધ્યાસ ભાવને ટાળવે એ અન્તરાત્માને સંઘટી શકે છે. આત્માવિના અન્ય સર્વ જડ પદાર્થોમાંથી આત્માને ભિન્ન અવલકવો. રાગદ્વેષ પ્રકૃતિથી આત્માને ભિન્ન અવલોક એ ચતુર્થ ગુણ સ્થાનકની દૃષ્ટિ છે. આત્માને સત્તા પરમાત્મા માનીને રજોગુણ વગેરે પ્રકૃતિના કાર્યોથી આત્માને પર માનતાં આત્મદષ્ટિ–અર્થાત્ બ્રહ્મદષ્ટિની પ્રાપ્તિ થાય છે એવી શ્રીકૃષ્ણ અને શ્રેણિક રાજાની દશા થઈ હતી, તેથી તેઓ બને તીર્થંકરનામકર્મ બાંધવાને ભાગ્યશાલી થયા. શ્રીકૃષ્ણ અને શ્રેણિક એ બનેએ અન્તરાત્માની દશા પ્રાપ્ત કરી હતી, તેથી તે બને મિથ્યાત્વમેહનીયાદિ ઘણું કર્મથી નિર્લેપ થયા હતા. समकितवंता जीवडा-करे कुटुंबप्रतिपाल-अन्तरथी न्यारा रहे-जेम धाव खेलावे बाल ॥ સમ્યકત્વવંત અન્તરાત્માની નિલે પદશા વધતાં વધતાં એટલી બધી વધી જાય છે કે તેથી તે અન્તર્મુહૂર્તમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને પરમાત્મ પદ પ્રાપ્ત કરી શકે છે. અધ્યાત્મજ્ઞાન બળે શ્રીકૃષ્ણ અને શ્રેણિકે વ્યવહારમાં રાજા છતાં જલપંકજવત્ નિર્લેપતામય બીજભૂતદશા પ્રાપ્ત કરી હતી. સલેપદશામાંથી નિલે પદશા કરવી હોય તો આત્મજ્ઞાન યાને બ્રહ્મજ્ઞાન વિના અન્ય કેઈ ઉપાય નથી. અતએ સુજ્ઞમનુષ્યોએ આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવું જોઈએ કે જેથી આત્મામાં આનંદરસ અનુભવાતાં બાહ્યાસક્તિ ટળવાની સાથે બાહ્યપ્રવૃત્તિમાં નિર્લેપ રહી શકાય. ઇન્દ્રિયની આસક્તિવિના અને બાહ્ય પદાર્થોના ભેગવિના સ્વાભાવિક આત્મામાં આનંદ પ્રગટે ત્યારે અવબોધવું કે તે બ્રહ્માનંદ યાને આત્માનંદ છે. આત્માને સ્વાભાવિક આનંદરસ અનુભવાતાં પ્રારબ્ધયોગે બાહ્યશાતાદિને ભેગા થતાં પણ આત્માના આનંદની પ્રતીતિ જતી નથી અને પશ્ચાત્ આત્માનંદપૂર્વક બાહ્યપ્રવૃત્તિ પણ પ્રારબ્ધગે થતાં જલપંકજવતુ નિલે પદશાને નાશ થતો નથી. શ્રી ઋષભદેવ પ્રભુના પુત્ર ભરતરાજાથી ભારત દેશની ખ્યાતિ થઈ છે. ભરતરાજા છખંડના ભકતા હતાં. બત્રીસ હજાર દેશના રાજા હતા, ચોસઠ હજાર સ્ત્રીઓના સ્વામી હતા. ઇન્ કરોડ પાયદળના ઉપરી હતા. બત્રીસ હજાર દેશના રાજાઓના પ્રભુ હતા. ચક્રવર્તિની પદવીના સ્વામી હતા; છતાં આત્મ
For Private And Personal Use Only