SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તા સામ્યભાવની સફલતા. ( ૧૧ ) તે મુનિની કાયાથી અકાયાદિ જીવની વિરાધના થઈ પરન્તુ અન્તમાં તે મુનિ સામ્યભાવવડે આત્મપયોગી બન્યા હતા તેથી તેમને કેવલજ્ઞાન થયું. રાગદ્વેષના પરિણામ વિના કાયાદિ ચાગદ્વારા થએલી હિંસા ખરેખર કેવલજ્ઞાન અટકાવવા સમર્થ થઈ નહિ-સત્ય સિદ્ધાંતથી અવધવાનું કે સામ્યભાવમાં જેના આત્મા સ્થિત છે અર્થાત્ આત્માના સમભાવરૂપ ધર્મ વડે જેને આત્મા પ્રતિતિ થએલ છે એવા કર્મ ચેાગીને કર્તવ્ય કાર્ય કરતાં કાય હિંસાદિથી પશુ સંસારમાં બંધન થતું નથી પરન્તુ ઉલટા તે સમભાવે કતવ્યકાય ને કરતા છતા નિલે પ રહે છે અને કાયયોગકમને પણ સમભાવે દૂર કરી પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. સામ્યભાવચેાગી ક્રમ યાગી બનીને બાહ્ય કાર્યને કરતે છતા ઘનઘાતિકમ હણીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. તેના દુશ્મન બનેલા લાખા મનુષ્યની મધ્યે સમભાવયેગી કર્તવ્યકાર્યાં કરીને નિર્લેપ રહી જગતનું કલ્યાણુ કરવા સમર્થ થાય છે--એવું અન્તમાં અનુભવ કરનારાઓ અવબાધી શકે છે, કાયાદિક ક્રિયાયોગથી કર્મ બન્ધ થાય છે તથા સામ્યને પ્રાપ્ત થએલ કયાગી કાર્ય કરતા છતા મુક્તિપદને પ્રાપ્ત કરે છે. ઉપર જણાવવામાં આવ્યું છે કે કાયાક્રિકક્રિયાયાગથી હિંસાક બન્ધ થાય છે પરન્તુ તે જ્ઞાનીને કેવલજ્ઞાનાદિ પ્રાપ્તિમાં બંધનકારક થતું નથી. સામ્યભાવના અપૂર્વ મહિમા છે. અનન્તકાલથી મધેલ ઘનઘાતી કર્યાંના સામ્યભાવથી ક્ષણમાં ક્ષય થાય છે. સામ્યભાવપ્રતિષ્ઠિતયાગી કવ્ય કાર્યાં કરતા છતા નિર્લેપ રહી પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે. સામ્યભાવથી આ વિશ્વને અવલેાકતાં રાગદ્વેષની વૃત્તિના ઉદ્ભવ થતા નથી અને વ્યાવહારિક કાર્યાં કરતાં છતાં કાઇમાં લેપાવાનું થતું નથી. સામ્યભાવની મહત્તા અવળેાધ્યા પશ્ચાત્ તેને પ્રાપ્ત કરીને કન્યકાર્યાં કરવાથી નિલે પતાના અનુભવ પ્રાપ્ત થઇ શકે છે. જ્ઞાનપૂર્વક સામ્યભાવને પ્રાપ્ત કરી જ્ઞાનીએ કર્તવ્યકાŕને કરવાં જોઇએ. ક્રિયામાં અક્રિયતાને દેખનાર કયોગી કથી નિર્લેપ રહે છે અને જ્ઞાનાવરણીયાદિ કર્મબન્ધ કરી શકતા નથી. અક્રિયામાં સક્રિયત્વને દેખનાર કર્મબંધન કરી શકતા નથી. વ્યવહારથી સક્રિય એવા આત્માને નિશ્ચયતઃ નિષ્ક્રિય તરીકે દેખીને અને તેના ઉપયાગ ધારણ કરીને કન્યકાય ને કરનાર કચેાગી કમ બંધન કરી શકતા નથી અને રાગાદિલેપથી લેપાતા નથી અર્થાત્ નિલે પ રહે છે. ક્રિયામાં અક્રિયાને કેવી રીતે દેખવી ? અને અક્રિયમાં સક્રિયને કેવી રીતે કયા નયથી દેખવા ? તથા આત્માને યા નયથી નિષ્ક્રિય દેખવા ? એ દ્રવ્યાનુચેાગના અભ્યાસીઓને અનેક નયાની અપેક્ષાએ સમાધાય છે. પુદ્ગલદેહાર્દિકની ક્રિયામાં નૈક્ષયિકનયની દૃષ્ટિએ આત્માની ક્રિયા નથી તેથી દેહાર્દિકમાં આત્માની નિશ્ચયનયથી અક્રિયાને દેખે અને પુદ્ગલક્રિયાની અપેક્ષાએ અક્રિય એવા આત્માને આત્માના ધર્મની અપેક્ષાએ ઉત્પાદન્યયક્રિયાથી સક્રિય દેખે તથા બાહ્યક્રિયાથી ભિન્ન એવા આત્માને બાહ્યક્રિયાથી રહિત નિષ્ક્રિય દેખે તે મનુષ્ય બાહ્યકાયાદિકની આવશ્યક વ્યવહારપ્રવૃત્તિએ પ્રવૃત્તિ કરતા છતા કર્મથી અબંધ નિર્લેપ રહી બ્રહ્મભૂત સિદ્ધબુદ્ધ પરમાત્મા બને છે, અત્ર અનુભવ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy