________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૦૨ )
શ્રી કમલેગ ગ્રંથ-સવિવેચન.
UR
દૃષ્ટિથી કાર્યપ્રવૃત્તિ સમયે ઉપગ ભાવથી દેખવાનું અવધવું. સક્રિયમાં અકિય એવા આત્માને અવલોકનાર કર્મરૂપ અંજનથી અંજાતો નથી અને આત્મારૂપ બ્રહ્મને દેખી આત્માના શુદ્ધ રૂપને ધારણ કરી પરમાત્મારૂપ બની જાય છે. દેવગુરુધર્મની સેવારૂપ આવશ્યક પ્રવૃત્તિને સેવક કર્મયોગી કર્મચગને આચરી રાગદ્વેષાદિવૃત્તિને છતી સક્રિયત્નમાં આત્માનું શુદ્ધ અવલોકન અનુભવી આત્માની વાસ્તવિક ક્રિયા કરી પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે. અનેક નયની દષ્ટિએ ઉપર્યુક્ત ભાવાર્થને વિસ્તારતઃ અવધી જે આત્માની શુદ્ધતાના ઉપગમાં રહે છે તે કર્મ કરતો હતો અકમી બ્રહ્મભૂત નિરંજન બને છે. જે જે સર્વ આવશ્યક પ્રવૃત્તિ-ક્રિયાઓ થાય છે તે દેહાદિ પુદ્ગલના ઘરની છે એમ જ્ઞાની અવધે છે, અને સક્રિય એવી કાયામાં વ્યાપી રહેલ જ્ઞાની અયિ આત્માને દેખે છે તેથી તે બાહ્યપ્રવૃત્તિઓમાં-ક્લિાઓમાં આત્માના અહંને ધારણ કરતો નથી. આત્માનું આ એ શબ્દથી પાડેલા નામમાં આત્મત્વને નહિ દેખનાર જ્ઞાની નામરૂપથી ભિન્ન આત્માના વાસ્તવિક નિશ્યિત્વને અનુભવી તથા સક્રિયમાં નામરૂપથી ભિન્ન અક્તિત્વને અનુભવી નામરૂપની વૃત્તિની પેલે પાર જઈ નામરૂપ વ્યવહારસિદ્ધ આવશ્યક કર્તવ્ય કાર્યો કરતો છતો પણ લેપાત નથી. પુદ્ગલ કિયાની અપેક્ષાએ અક્રિય એવા આત્મામાં આત્માના ગુણપર્યાયની ઉત્પત્તિવ્યયની ક્રિયાને અનુભવ કરનાર જ્ઞાની કર્તવ્ય કર્મ કરતો છતે બ્રહ્મભૂત નિરંજન બને છે. બાહ્યની સર્વ ક્રિયાઓ કરતાં આત્માના અયિત્વના ઉપગને જે ધારણ કરે છે તે કર્મયેગી જ્ઞાની જે જે સકિય પ્રવૃત્તિને સેવે છે તેમાં અહંભાવથી બંધાતે નથી અને બાહ્ય પ્રવૃત્તિ સેવવામાં શુષ્કજ્ઞાની બનતું નથી, કારણ કે તે સક્રિયમાં નિક્તિ ઉપગને ધારણ કરનારે બનેલો હોય છે અને ક્રિયા કરતાં બંધાવાનું થાય છે એવી દૃષ્ટિની પેલે પાર જઈ આવશ્યક ક્રિયાઓની વ્યવહારથી ઉપગિતા સમજેલે હોય છે.
શુદ્ધજ્ઞાનાગ્નિવડે કર્મકાષ્ઠો બળીને ભસ્મીભૂત થઈ જાય છે. નૈશ્ચયિકનપ્રસ્થ આત્મજ્ઞાની વ્યાવહારિક કાર્યો કરતો છત જ્ઞાનાવરણીયાદિક કર્મવડે બંધાતું નથી. શુદ્ધ જ્ઞાનાગ્નિ સર્વ કર્મોને બાળીને ભસ્મીભૂત કરી નાખે છે. તે મહાત્માના હૃદયમાં શુદ્ધ જ્ઞાનાગ્નિ જાગ્રત્ ર્યા પશ્ચાત્ પ્રત્યેક કર્તવ્ય કર્મ કર્યા છતાં કર્યાનું અભિમાન ન હોવાથી અને રાગાદિકથી નિર્લેપત્વ રહેવાથી બાહ્યાધિકારે બાહ્ય ફરજો અદા કરતાં તેનાથી ધર્મ રક્ષા સંઘ રક્ષા કુટુમ્બ રક્ષા દેશ રક્ષા અને વિશ્વ રક્ષામાં ભાગ લઈ શકાય છે અને બાહ્ય શક્તિની પરમાર્થ કાર્યમાં સફળતા કરી શકાય છે; તેથી નિપપણું રહે એવી સ્થિતિ પ્રાપ્ત કર્યા પશ્ચાત્ તે કર્તવ્ય કાર્યોને કરવામાં આત્મભેગ આપવા સર્વદા કટિબદ્ધ રહેવું જોઈએ. સ્વાત્મામાં શુદ્ધ જ્ઞાનાગ્નિ પ્રગટ થયું છે કે નહી ? તેની સાક્ષી ખરેખર પિતાને આત્મા આપી શકે છે. અન્ય મનુષ્યની સાક્ષી લેતાં કદાપિ પાર આવવાનો નથી. સ્વાત્મામાં શુદ્ધ જ્ઞાન પ્રગટયું છે કે નહિ તેને પિતાને જે અનુભવ થાય છે તે અન્યને
For Private And Personal Use Only