SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kotbatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 5 આત્માપયેાગી કમ થી લેપાતા નથી. ( ૪૯૯ ) છે અર્થાત્ જ્ઞાનીને અને અજ્ઞાનીને પરિણામમાં ભિન્નતા હોય છે; જ્ઞાનીના અને અજ્ઞાનીના પરિણામ ભિન્ન ભિન્ન હોય છે. કાર્યની સદેશતા છતાં અજ્ઞાનીના પરિણામ જ્યારે અન્યને માટે હોય છે ત્યારે જ્ઞાનીના પિરણામ ખરેખર મુક્તિને માટે હોય છે. જ્ઞાન અને વૈરાગ્યનું ખળ શાસ્ત્રોમાં અપૂર્વ સંભળાય છે કે જેવડે કર્ત્તવ્ય કાર્ય કરતા છતા નિલેપ જ્ઞાની જગમાં શાભી રહે છે. સર્વત્ર સર્વથા સર્વદા અહંમમત્વસ ત્યાગથી અને સર્વત્ર સર્વ જીવામાં સર્વ કાર્યાંમાં સર્વ વસ્તુઓમાં બ્રહ્મસૃષ્ટિથી યથાયેાગ્ય આવશ્યક કાર્યને કરતા છતા બ્રહ્મજ્ઞાની નામરૂપમાં-ક માં—સંસારમાં લેપાતા નથી. વિવેચનઃ—ઉપર્યુક્ત શ્લોકાના ભાવાર્થ યદિ વિસ્તારથી લખવામાં આવે તે એક મેટું પુસ્તક થઇ જાય. નિશ્ચયષ્ટિ ધારણ કરીને આત્માના ઉપયોગપૂર્વક સ્વકર્તવ્ય કરવામાં આવે છે તે વ્યવહારમાં નિલેપ દશા રહી શકે છે. રાધાવેધના સમાન અત્યંત દુષ્કર કાર્ય પ્રવૃત્તિની વ્યવહારે ફરજ અદા કરવાની હાય છે. જૈનદન અને જૈનેતરઢ - નાનાં આધ્યાત્મિક શાસ્ત્રોનુ ખારવર્ષે પર્યન્ત સ્મરણુ મનન અને નિદિધ્યાસન કરવામાં આવે છે પશ્ચાત્ તેને અનુભવ કરવામાં આવે છે તેમજ અધ્યાત્મજ્ઞાનનો અનુભવ કર્યાં પશ્ચાત્ આત્માપયેગપૂર્વક ખાદ્યકતવ્યકાર્યનિ કરવાના અભ્યાસ પાડવામાં આવે છે ત્યારે આત્મજ્ઞાનિની દશા અને કમચાગિની દશા પ્રાપ્ત થાય છે. ગુરુકુલામાં અધ્યાત્મશાàાના અભ્યાસક કમચાગી મનુષ્યા પેદા થશે ત્યારે જડતા અને શુષ્કજ્ઞાનત્વ ટળશે અને ભારતના ઉદ્ધાર કરનારા મહાપુરૂષોની પર પરા પ્રકટાવી શકાશે. વીર્યની રક્ષા કરીને વરેતા બ્રહ્મચારીઓને બનાવવામાં આવશે અને તેએ સ્વપરદનનાં આધ્યાત્મિક શાસ્ત્રાનું પરિપૂર્ણ મનન કરીને જ્યારે બ્યપ્રવૃત્તિયાને અદા કરશે ત્યારે તે આધ્યાત્મિક પ્રગતિની સાથે વ્યાવહારિક પ્રગતિને સાધી શકશે. યાદ રાખવું કે જ્યાં વિચારનું ખલ નથી ત્યાં આચારનુ ખલ ઉદ્ભવતું નથી. આધ્યાત્મિક જ્ઞાન વિના વિચારખલની કેળવણી કરી શકાતી નથી. આધ્યાત્મિક વિચારાનું પરિપૂર્ણ જ્ઞાન થાય છે ત્યારે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ પ્રમાણે સર્વત્ર સર્વ વ્યવહારમાં આચારાની વ્યવસ્થામાં સુધારા વધારા સાથે પ્રવૃત્તિ પૂર્વક પ્રગતિ કરી શકાય છે. આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિથી આત્મપયાગપૂર્વક બાહ્ય કન્ય પ્રવૃત્તિયાને સેવી શકાય છે. આત્માના અનુભવ કરીને આવશ્યક કાર્ય કરનાર લેપાતા નથી એમ ગ્લેાકમાં જે કથવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે ખાદ્ય નામ રૂપની પ્રવૃત્તિમાં જ્ઞાની કંઇ તત્વ દેખી શકતા નથી તેથી તે તેમાં લેપાઈ શકતા નથી. નામરૂપની વૃત્તિ ટળતાં નામરૂપની આરપાર જ્ઞાન પ્રકાશ જવાથી પશ્ચાત્ નામ રૂપ સંબધી વ્યવહારે જે જે કાર્યાં કરવામાં આવે છે તેમાં લેપાવાનુ' ન થાય એ વસ્તુતઃ સભાન્ય છે. આત્માપયેગની સાથે ખાદ્ય કાર્યાં કરતાં નામરૂપની રાગદ્વેષાત્મક વૃત્તિ રહેતી નથી તેથી આત્મપયોગી જ્ઞાની જે જે કાર્યાં કરે છે. તેમાં તે ખંધાતા નથી. આત્મજ્ઞાની સર્વત્ર સર્વ કાર્યાંમાં અને સર્વ દૃશ્ય For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy