________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૯૪)
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
UF
વૃત્તિ-ભયવૃત્તિ-નામરૂપની વૃત્તિને હટાવી સર્વ ભેગા મળી વ્યાવહારિક કર્તવ્ય કાર્યો કરવામાં પણ આગળ વધે છે. હાય ! હાય ! હું મરી જઈશ, અરે મારું શું થશે, આવા ભીતિના શબ્દોને બેલનારા આર્યો તે વસ્તુતઃ આર્યો નથી. તેઓ વિશ્વમાં દાસત્વકેટીમાં રહેવાને લાયક છે. આત્માને નિત્ય માન્યા બાદ ડરવાનું રહેતું નથી. નિત્ય આત્મા કદાપિ જડ વસ્તુઓને નેકર બનીને પાપકર્મ કરવાને લલચાતો નથી. આત્માને નિત્ય માનનારા મનુષ્ય કર્તવ્યકાર્ય કરતાં પ્રાણુદિસમર્પણમાં સદા એક સરખી રીતે કાયમ રહે છે. તેઓ મૃત્યુથી ડરી જતા નથી. તેઓ શરીર--પ્રાણુ છૂટી જાય તેની જરા માત્ર પરવા રાખતા નથી; તેનું કારણ એ છે કે તેઓનો આત્મા સદા કાયમ રહેવાને છે અને જ્યાં જાય ત્યાં તે કર્તવ્ય કાર્ય કરવાથી આગળ વધવાનું છે એવી શ્રદ્ધાથી વર્તનારા હોય છે. આર્ય ક્ષત્રિય જ્યાં સુધી આ પ્રમાણે આત્માની નિત્યતા માનીને પ્રવર્યા હતા ત્યાં સુધી તેઓ ભીતિ વગેરેને સ્વતાબે કરી સર્વ પ્રકારની ઉન્નતિમાં આગળ વધ્યા હતા. બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય-- શૂદ્ર-મુનિઓ-- ઋષિ વગેરે પૂર્વે આત્માને નિત્ય માની સ્વાધિકારે કર્તવ્ય કાર્યોને કરતા હતા; તેથી તેઓ સર્વ પ્રકારની પ્રગતિ-ઉત્કાન્તિના માર્ગમાં સદા આગળ વધતા હતા અને કે--કપટ-- લાલચ--તૃષ્ણ-ભય-કુસંપ વિશ્વાસઘાત--દ્રોહ અને ઈષ્ય વગેરે શત્રુઓને પગ તળે કચરી નાખતા હતા. આવી તેઓની દશા જ્યાં સુધી કાયમ રહી ત્યાં સુધી તેઓ સદ્દગુણો વડે પ્રગતિના શિખરે વિરાજિત રહ્યા. પરંતુ જ્યારે તેઓ આત્માની વાસ્તવિક નિત્યતાને ભૂલી ગયા અને બ્રાન્તિમાં ફસાઈ મહારાજાના તાબે થઈ દુર્ગવડે પ્રવર્તવા લાગ્યા ત્યારથી સર્વની અવગતિ-.પડતી થઈ આ ઉપરથી અવધવું કે આત્માની નિત્યતા ભૂલીને ભયવૃત્તિ-મમતાવૃત્તિ આદિ દાસીઓના તાબે મન થયા ત્યારથી તેઓ સ્વકર્તવ્ય કરવામાં પશ્ચાત રહેવા લાગ્યા. આત્માની નિત્યતાનો નિશ્ચય કરીને પ્રવર્તનારા ક્ષણિક પ્રસંગમાં મુંઝાતા નથી અને સર્વ ભયથી મુકત થઈને નિર્ભયપણે આત્મવીર્યના જુસ્સાથી કાર્ય કરે છે. આ વિશ્વમાં સર્વત્ર આત્માની નિત્યતાને નિશ્ચય કરીને પ્રવર્તનારા મનુષ્ય વ્યાવહારિક પ્રગતિમાં અને આત્મપ્રગતિમાં આગળ વધી પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે. આત્મજ્ઞાની ઉપર્યુક્ત આત્મસ્વરૂપને નિશ્ચય કરીને આત્માની નિત્યતાના ઉપગે રહીને પ્રત્યેક કાર્યને આચરે છે તેથી તે ભય, મમતા, અહંતા, તૃષ્ણા, ઈષ્ય દોષોથી મુક્ત થઈ શકે છે અને આધ્યાત્મિકન્નતિપૂર્વક વ્યાવહારિક પ્રગતિને પ્રાપ્ત કરી શકે છે. આત્માને નિત્ય અને શરીરથી ભિન્ન અવબોધ્યા પશ્ચાત્ બાહ્ય કાર્ય કરતાં કર્તૃત્વ સંમેહ થતું નથી. બાહ્ય કાર્યકર્તુત્વને સંમોહ થવાથી આત્મા સ્વરૂપને વિમરે છે અને સાંસારિક પ્રવૃત્તિમાં મુંઝાય છે. બાહ્ય કાર્યકર્તૃત્વ સંમેહ થવાની સાથે સ્વશીર્ષપર મોહ રાજાનું જેર થાય છે અને ભયાદિવૃત્તિના દાસ તરીકે સ્વાત્મા બને છે. અએવ બાહ્ય કાર્યકર્તૃત્વ સંમેહ, આધ્યાત્મિક કાર્યકર્તૃત્વ સંમેહ-આદિ અનેક પ્રકારના સંમેહનો ત્યાગ કરીને આત્માને સાક્ષીભૂત રાખીને
For Private And Personal Use Only