________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીરુવને ત્યાગ કરો.
(૪૯૩),
માનનારા જેને જે વાસ્તવિક રીતે આત્માનું નિત્ય સ્વરૂપ અવધી વ્યવહારકર્તવ્ય કાર્યમાં પ્રવર્યા હોત તે તેઓની દેહાદિકમમત્વવાસનાયોગે પતિત દશા થઈ તે થાત નહિ અને પૂર્વજોની વ્યાવહારિક ઉચ્ચ પદવીઓ પર તેઓ કાયમ રહી શક્યા હોત. શબ્દથી આત્માને અંધપરંપરાએ નિત્ય માનવાથી આત્માની ઉન્નતિ થતી નથી, પરંતુ વસ્તુતઃ આત્માની નિત્યતા અવધવાથી પુણ્ય અને પાપનું પરભવમાં ભકતૃત્વ અને કર્તૃત્વ સિદ્ધ થાય છે અને તેથી નીતિના નિયમેની આવશ્યક્તા પણ સિદ્ધ કરે છે. આત્માને નિત્ય માનનારી આર્યપ્રજા જે આત્માનું નાસ્તિત્વ માનનારી પ્રજા કરતાં આત્મભોગ, પ્રાણસમર્પણ અને કર્તવ્ય કાર્યમાં પશ્ચાત્ રહે તે એમ માનવું કે વસ્તુતઃ તે આત્માને અંતઃકરણથી નિત્ય માનનારી પ્રજા નથી. આત્માને નિત્ય માનનારા મનુષ્યને કર્તવ્ય કર્મકલને પરભવમાં વિશ્વાસ રહે છે. તેથી આ ભવમાં કર્તવ્ય કર્મ કરવામાં દેહનો જલપરપોટાની પેઠે ત્યાગ થાય તે તેમ કરવામાં તેઓ જરામાત્ર આંચકે ખાતા નથી. જે મનુષ્ય કર્તવ્ય કાર્યમાં દેહ પ્રાણુને નાશ કરવામાં આંચકો ખાય છે તેઓના વંશના મનુષ્ય આ વિશ્વમાં ધર્મમાર્ગમાં અને વ્યવહારમાર્ગમાં દાસત્વકેટીમાં પડી જીવી શકે છે. મમતા-અહંવૃત્તિ-- ભીતિ વગેરે મેહની દાસીઓ છે; તેના તાબામાં આવે છે તેઓ આત્માનું નિત્યત્વ વિસારીને પ્રત્યેક કર્તવ્ય કાર્યમાં મમત્વને કરી અને તેઓ દાસીની પ્રજામાં ખપે છે અને પોતાની સંતતિ માટે તેઓ દાસત્વને વારસે મૂકી જાય છે. આત્માને નિત્ય માનનારા મનુષ્યો ત્યારે ગણાય કે જ્યારે તેઓ આત્માને નહિ માનનારા મનુષ્યો કરતાં સાંસારિક વ્યવહારની સર્વ શુભ આવશ્યક પ્રગતિમાં સદા આગળ રહી શકે અને આત્માનું આસ્તિકય નહિ માનનારા મનુષ્યને તે સ્વતાબામાં રાખી શકે. આત્માને નિત્ય માનનારા આર્યમનુષ્યો ત્યારે ગણાય કે જ્યારે તેઓ આત્માને નહિ માનનારા નાસ્તિક મનુષ્યના કરતાં તન-મન-ધનને ભેગ આપતાં જરામાત્ર ખચકાય નહિ અને સર્વ પ્રકારની વિદ્યા-કલાદિવડે નાસ્તિક મનુબેના કરતાં આગળ વધી શકે અને વિશ્વમાં પારમાર્થિક કાર્યો કરીને સર્વત્ર શાંતિ પ્રસરાવવા જેટલું સદા બલ કાયમ રહે એવી વ્યવસ્થાઓને વંશપરંપરામાં સંરક્ષી શકે. આત્મા નિત્ય છે એમ બેલનારા લાખ કરોડે મનુષ્ય મળી આવે છે, પરંતુ જ્યારે દેહત્યાગ અને પ્રાણત્યાગને પ્રસંગ આવે છે ત્યારે તેઓ દેહ પ્રાણમમત્વ અને ભીતિ ધારણ કરી
રુ બની કર્તવ્ય ક્ષેત્રથી કરોડો ગાઉ દૂર ભાગી જાય છે. આવી રીતે આત્માને નિત્ય માનનારા અને આત્મા નિત્ય છે એમ બોલનારા મન સ્વર્ગ અને પરમાત્મપદને પ્રાપ્ત કરી શકતા નથી. આત્માને ખરી રીતે નિત્ય માનનારા મનુષ્ય મહાવીર પ્રભુના પગલે ચાલીને તેઓ વીરત્વનાં આવશ્યક કર્તવ્ય કાર્યોને કરી વિશ્વમાં સર્વત્ર સર્વદા પ્રગતિમાં સર્વ કરતાં આગલ રહે છે. આત્માને નિત્ય માનનારાઓ સર્વ પ્રકારની શુભ પ્રગતિમાં, ઘેર પરિસહ-ઉપસર્ગો-વિપત્તિ-સંકટો વેઠીને આગળ વધે છે અને તેઓ અહંવૃત્તિ-મમત્વ
For Private And Personal Use Only