________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
આત્મજ્ઞાનોની કરશું.
(૪૮૯ ).
શરીર બનેલું છે, તેથી તે હણાય છે અને બળીને ભસ્મીભૂત થઈ શકે છે, પરંતુ આત્મા તો નિત્ય હોવાથી તે કદાપિ હણાતું નથી અને બળતું નથી એમ શુદ્ધ નૈઋયિક દૃષ્ટિએ આત્મજ્ઞાની પિતાને અવધતો અને અનુભવતું હોવાથી તે શરીર છતાં શરીરથી ભિન્ન પિતાને માની શકે છે અને અગ્નિ શસ્ત્રાદિથી શરીરને નાશ થતાં પિતાને નિત્ય માની સમભાવ અને વૈદેહભાવને ધારણ કરી આત્મજ્ઞાનમાં મસ્ત રહી શકે છે. આત્માને દેહભિન્ન નિત્યરૂપ અનુભવનાર આત્મા બાહ્ય કાર્યને કરતો છતો પિતાને કર્તારૂપ માનતો નથી. બાહ્ય કાર્યો ખરેખર કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ અને ઉદ્યમ એ પાંચ કારણથી થાય છે, તેમાં પિતાને કર્તાના અભિમાનથી યુક્ત કરીને કર્તુત્વભ્રાન્તિથી પિતાના આત્માને કર્મથી બાંધતા નથી. देखे बोले सहु करे, ज्ञानी सबही अचंभः व्यवहारे व्यवहारसु, निश्चयमें स्थिर थंभ, ઈત્યાદિથી આત્મજ્ઞાની જે જે કરે છે, દેખે છે, બેલે છે, આદિ જે જે પ્રવૃત્તિ કરે તેમાં તે અહંવાદિથી બંધાતો નથી અને કર્તવ્યકાર્યો કરવામાં અન્ય મનુષ્ય કરતાં પાછો પડતો નથી અને તેમજ નિશ્ચયજ્ઞાનમાં તે સ્થિર સ્થંભના સમાન સ્થિરતાથી વતે છે. આવી તેની આશ્ચર્યકારી દશાને અલખલીલા કહેવામાં આવે છે તેમાં કંઈ આશ્ચર્ય નથી. તેઓની બાહ્ય કર્તવ્ય પ્રવૃત્તિ અને તેઓની આન્તર પ્રવૃત્તિ એ બે શક્ક નાલિકેર અને તેમાં રહેલા જલની દશાની ભિન્નતાને ભજે છે. આત્મજ્ઞાનીની બાહ્ય પ્રવૃત્તિ પ્રારબ્ધાધારે-પ્રાસંગિક ઉપકારક તથા અનેક શુભાશયથી ભરપૂર હોય છે. તેમની બાહ્ય પ્રવૃત્તિથી તેમના આત્માની દશા કેવી છે? તેની કલ્પના કરવી તે અજ્ઞાનીઓની દષ્ટિ બહાર છે, તેથી તેવા આત્મજ્ઞાનીની કર્તવ્યપ્રવૃત્તિમાંથી અનેક શુભાશપૂર્વક સાર ગ્રહ તે જ ભવ્ય મનુષ્યને હિતકારક છે. આત્મજ્ઞાની પ્રગતિ થાય એવી પ્રવૃત્તિને પોતે કૃતકૃત્ય છતાં અને સ્વાર્થ–પ્રોજના દિને અભાવ છતાં આદરે છે. તે જે કંઈ કરે છે તે ઉપરથી તેના આત્માની દશાને ભાવ લે એ કલ્પનાશક્તિની બહારની વાત છે. સંગ્રહનયની અપેક્ષાએ જ્ઞાની આત્માને મુક્ત માને છે. જ્ઞાની સ્વાત્માને અસ્તિધર્મની અપેક્ષાએ સર્વસંગત માને છે. જ્ઞાનવડે આત્મા સર્વત્ર ય પદાર્થોના જ્ઞાન અને કથંચિત્ યની અભેદ પરિણતિએ વ્યાપક હોવાથી સર્વત્ર છે અને વ્યકિતની અપેક્ષાએ સર્વત્ર નથી. જ્ઞાની પોતાના આત્માને બાહ્યથી સંગી છતાં વસ્તુતઃ અન્તરથી નિસંગ માને છે. તે સર્વ બાહ્ય પ્રવૃત્તિના અધિકારથી મુક્ત છે; છતાં તેની બાહ્ય પ્રવૃત્તિથી અનન્તગુણ ઉપકાર થાય છે–એવું પૂર્વે નિવેદવામાં આવ્યું જેથી એમ અવધવું કે જ્ઞાની નિબંધ અને સર્વસંગમુક્ત છતાં બાહ્ય જીના ઉપકારે અને પ્રારબ્ધયેગે પ્રવૃત્તિ આદરીને તે અકલિત એવા ઉપકાર કરવાને શક્તિમાન થાય છે. આત્મજ્ઞાની શાતાદનીય અને અશાતા વેદનીય સમાન માનીને તથા સ્તુતિકારક અને નિર્દક એ બેમાં સમભાવ ધારણ કરીને તેને યોગ્ય કાર્ય તે કર્યા કરે છે. આત્મજ્ઞાની
For Private And Personal Use Only