________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મધ્યાનની આવશ્યક્તા
( ૪૮૧ )
પાપની દૃષ્ટિથી જોવાનું થયું ત્યારથી અન્ય ક્ષત્રિયાદિ વગેએ જૈનધર્મને ત્યાગ કરીને અન્ય ધર્મ કે જે પાળતાં છતાં સ્વવનુસારે આજીવિકાદિ કર્મો કરાય તે ધર્મ અંગીકાર કર્યો—એવું પ્રઘોષથી અને અનુભવથી અવબેધાય છે. પ્રસંગોપાત્ત અત્રે એ પ્રમાણે થાયું તેમાંથી સાર એ લેવાને છે કે વર્ણગુણકર્માનુસારે લૌકિક આવશ્યક કમેને ગૃહસ્થ કરે છે અને અન્તરથી શુભાશુભ વૃત્તિથી ન્યારા રહે છે, પરંતુ વ્યાવહારિક કર્તવ્યકર્મથી ભ્રષ્ટ થતા નથી. બાહ્ય દશ્ય પદાર્થોમાં વસ્તુતઃ શુભાશુભત્વ નથી, પરંતુ શુભાશુભભાવની અપેક્ષાએ તેમાં શુભાશુભત્વ કલ્પાય છે. પરંતુ તે શુભાશુભત્વની કલ્પના વસ્તુતઃ જુઠી છે એવું અવબોધીને બાહ્ય વ્યવહારપેક્ષાએ આવશ્યકત્વ અવધીને આવશ્યક કર્તવ્ય કર્મ કરતાં છતાં પણ અંતરથી શુભાશુભ પરિણામથી ન્યારા રહીને હૃદયમાં પરમાત્મસ્વરૂપને ઉપગ રાખ્યાથી સ્વાત્માં ખરેખર કર્મથી બંધાતો નથી. બાહ્ય કર્તવ્ય કાર્યો અને દશ્ય પદાર્થોમાંથી શુભાશુભવૃત્તિ ટળતાં કર્તવ્ય કર્મને કર્તા છતાં પણ આત્મા અકર્તા બને છે, તેનું કારણ એ છે કે બાહ્ય કર્તવ્ય કાર્યોમાં શુભાશુભવૃત્તિ વિના બંધાવાનું થતું નથી; અને જ્યારે બંધાવાનું થતું નથી ત્યારે શુભાશુભત્વ કુલપરિણામ વિના કાર્યના કર્તા છતાં પણ ક7 પાનું રહેતું નથી અને પદાર્થોના ભેગોને પ્રારબ્ધગે ભેગવવા છતાં પણ ભક્તાપણું ખરેખર જ્ઞાનીઓને રહેતું નથી; કારણ કે બે પ્રકારની એક પણ વૃત્તિ વિના બાહ્ય ક્રિયાઓ વડે કર્મરસથી આત્મા બંધાતું નથી—એવું અવધીને મનુષ્યોએ આન્તરિક નિર્મલ પરિણતિવડે દેશોન્નતિ, સમાજેન્નતિ આદિ કર્તવ્ય કાર્યોમાં પ્રવૃત્ત થવું જોઈએ અને કર્મવેગની પ્રવૃત્તિવડે વિશ્વ જીવોને ઉપગ્રહ કરવાના કાર્યોમાં તત્પર રહી જગના કરેલા ઉપગ્રહોનું દેવું પાછું વાળવાની સ્વફરજને અદા કરવી જોઈએ કે જેથી ઉચ્ચ ગુણશ્રેણિ પર ચડતાં પ્રમાદદશા ન પ્રાપ્ત થઈ શકે. મનુષ્યોએ કર્તવ્યકાથી શુભાશુભ વૃત્તિનો ત્યાગ કરવાને માટે આત્મધ્યાન ધરવું જોઈએ. આત્માનું સ્વરૂપ જાણીને તેનું ધ્યાન ધરવાથી આત્માની સ્વસ્વરૂપમાં સ્થિરતા થાય છે અને શુભાશુભવૃત્તિથી પિતાને આત્મા ભિન્ન પરખાય છે. આત્મા જ્યારે સ્વાત્મ શુદ્ધ ધર્મનું સ્વરૂપ અવબોધે છે ત્યારે તેને વાસ્તવિક ધર્મ તેના બાહ્ય શુભાશુભ કર્તવ્યથી અને શુભાશુભ વૃત્તિથી ભિન્ન લાગે છે અને તેથી તે બાહ્ય કર્તવ્ય કર્મોથી સ્વાત્મધર્મને ન્યારે અવધે છે; તેથી તે બાહ્ય આવશ્યક કાર્યો કરતો છતા પણ તેમાં શુભાશુભ પરિણામથી લેપાત નથી. આત્મધ્યાનની પ્રબલ ભાવનાના અભ્યાસે બાહ્યમાં કલ્પાયેલું શુભાશુભત્વ રહેતું નથી અને તેથી બાહ્ય કર્તવ્ય કાર્યો અને દશ્ય પદાર્થોથી અન્તરમાં શુભાશુભ વૃત્તિ ન ઉઠવાથી આત્મા અને બાહ્ય પદાર્થો બનેને સંબંધ થતો નથી; તેથી બાહ્ય કર્તવ્ય કાર્યો કરતાં છતાં પણ કર્મથી આત્મા ન બંધાય એ વાસ્તવિક કથન છે. આત્માના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન ધરવા માટે પ્રથમ અધ્યાત્મજ્ઞાની
For Private And Personal Use Only