________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧ )
( ૪૭૬ )
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
માનસિક પ્રગતિના આધાર પર આત્માની શક્તિ ખીલવાને આધાર છે. માનસિક શકિત ખીલવાથી આત્માની શકિત ખીલવી શકાય છે. ગુરુકુલ વગેરે વિદ્યાલયમાં કાયિકેન્નતિ વાચિકેન્નતિ માનસિકેન્નતિ અને આત્મોન્નતિની કેળવણી આપવી જોઈએ. સમષ્ટિની ઉન્નતિથી વ્યષ્ટિની ઉન્નતિ પિવાય છે; અએવ દેશોન્નતિ, વિશ્વાન્નતિ, વ્યાપારોન્નતિ વિગેરે ઉન્નતિનું રક્ષણ કરી તદુદ્વારા કાયિકાદિ શક્તિની ઉન્નતિ સદા સંરક્ષાય એવાં નિમિત્ત નૈમિત્તિક પ્રગતિસંરક્ષક કાર્યો કરવાની આવશ્યક્તા સ્વીકારવી જોઈએ. દેશ, જલ, અન્ન, ક્ષેત્ર, ધાન્ય, પશુઓ, પંખીઓ, વૃક્ષો વગેરેનું સંરક્ષણ કર્યા વિના કાયિક શક્તિનું પિષણ થતું નથી અને કાયિક શક્તિનું પિષણ થયા વિના મનુષ્યપ્રગતિની વ્યવસ્થાનાં સાધને અટકી પડે છે. અતએવ મનુષ્યએ પરસ્પર સંબંધીભૂત થઈને દેશ, રાજ્ય વ્યાપાર, કૃષિકલા વગેરે વ્યષ્ટિ અને સમષ્ટિના આજીવિકાદિ જીવનવ્યવહાર સંબંધી સર્વ બાબતોનું રક્ષણ તથા પિષણ કરવું જોઈએ. સમષ્ટિના સર્વ અંગોની સાથે વ્યષ્ટિના અંગોને ઉન્નતિ માટે સંબંધ રહેલું હોય છેમાટે સમષ્ટિની ઉન્નતિમાં ભાગ લેવો એ વસ્તુતઃ વ્યષ્ટિની ઉન્નતિના સંબંધને લઈ સ્વાર્થ છે, માટે પ્રત્યેક મનુષ્ય સમષ્ટિની ઉન્નતિ માટે ભાગ લેવો જોઈએ કે જેથી વ્યષ્ટિની ઉન્નતિ સમ્યગુ કરી શકાય. જે મનુષ્ય સમષ્ટિની પ્રગતિની ઉપેક્ષા કરે છે તે વ્યષ્ટિને ઉદય કરી શકતું નથી. શરીરના સર્વાગ પૈકી એકનું પોષણ જે થતું નથી તો અને અન્યાંગોની હાનિ થાય છે. તદ્વત્ અત્ર વ્યષ્ટિ અને સમષ્ટિની ઉન્નતિના સંબંધમાં અવબોધવું. પંચભૂતની સ્વચ્છતાની સાથે વ્યષ્ટિ અને સમષ્ટિની પ્રગતિનો સંબંધ રહેલે છે; અતએ દેશ, રાજ્યાદિ સર્વ વસ્તુઓના સંરક્ષણમાં–પુષ્ટિમાં આન્નતિ રહેલી છે–એવું સમ્ય પ્રબંધીને સર્વ સમષ્ટિની પ્રગતિ માટે આત્મભેગ આપ જોઈએ. જે મનુષ્ય સમષ્ટિની સર્વથા પ્રકારે રક્ષા તથા પ્રગતિ કરવામાં સંકેચવૃત્તિ અને સંકેચપ્રવૃત્તિથી કર્મને કરે છે, તેઓ દેશની સમાજની, સંઘની વર્ણની અને જ્ઞાતિની સંકુચિતતા પરતંત્રતા અને અવનતિમાં ભાગ લેનારા છે એવું અવધવું. આત્મન્નિતિ યોગ્ય કર્તવ્ય કર્મ સંબંધ ઉપયુંકત સમષ્ટિની સર્વ પ્રકારની ઉન્નતિની સાથે રહે છે, તેથી સમષ્ટિ યોગ્ય પ્રગતિ કર્મોને વ્યષ્ટિ એગ્ય કર્મ તરીકે આવબોધીને મન વાણી અને કાયાથી કરવાં જોઈએ. પરસ્પર જીવોની પ્રગતિ એ સ્વાત્મપ્રગતિશ્ય જ છે કારણ કે અન્યની પ્રગતિદ્વારા સ્વાત્મોન્નતિ થાય છે; અતએ મનુષ્યએ પર
સ્પરની પ્રગતિ થાય એવાં સાર્વજનિક સમષ્ટિઉન્નતિયોગ્ય કાર્યો કરવા જોઈએ, કે જેથી પરંપરાએ સ્વાસ્તિત્વસંરક્ષક પ્રગતિકર્મની વ્યવસ્થા સદા પ્રવતી રહે અને તેથી ભવિષ્યની પ્રજાની ઉન્નતિમાં સ્વાત્મભેગની વ્યવસ્થાને ભાગ રહ્યા કરે. આમેન્નતિ કહેવાથી દેશનતિ, સંઘનતિ. કાયિકોનનતિ અને માનસિકોનતિ આદિ સર્વ પ્રકારની ઉન્નતિ થાય એવાં શુભ કર્મો કરવાં જોઈએ કે જેથી મન વાણી અને કાયાની પ્રાપ્ત થએલી શક્તિની
For Private And Personal Use Only