________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાશ્ચાત્ય વિદ્વાનની પ્રવીણતા.
સેવી શકે છે. જે જે બાબતોની આવશ્યકતા અવબોધાતી હોય તે તે બાબતોના કર્મયોગીઓ પ્રગટાવવા જોઈએ; એમાં જરા માત્ર પ્રમાદ સેવવામાં આવશે તે પ્રગતિશીલ અન્યદેશીય અને અન્ય ધમાં પ્રજાઓની પાછળ સેંકડો વર્ષ સુધી રહી શકાશે; સ્વાસ્તિત્વ પર પરાસંરક્ષક બીજકોને પણ નાશ થશે. કર્મવેગની પરિપૂર્ણ ચગ્યતા મેળવવાને પૂર્વે ચારે વર્ણના વિદ્યાર્થીએ વીશ પચીસ વર્ષ પર્યન્ત ગુરુકુલમાં વાસ કરીને વિદ્યાધ્યયન કરતા હતા અને પશ્ચાત્ સર્વ પ્રકારની કાયિક વાચિક અને માનસિક શક્તિ ખીલવીને ગૃહસ્થાવાસમાં કર્મયેગી બની પ્રવેશ કરતા હતા અને જે ત્યાગાશ્રમને યોગ્ય થતા તેઓ ત્યાગી બની ત્યાગીગ્ય આવશ્યક કર્મવેગને સેવતા હતા. તેથી વિશ્વમાં વ્યાવહારિક અને ધાર્મિક પ્રગતિમાં કઈ રીતની ખામી રહેતી નહોતી. હાલ તેવી વ્યવસ્થાને ઉદ્ધાર કરીને મનુષ્યોને કર્મયોગીઓ બનાવવાનો પ્રયત્ન શરૂ થયો છે. વીશ પચીસ વર્ષ પર્યન્ત બ્રહ્મચર્ય ધારણ કરીને પૂર્વે ચાર વર્ષના બાળકો અને બાલિકાઓ અભ્યાસ કરીને કમયેગીનું પદ પ્રાપ્ત કરતી હતી તેવી વ્યવસ્થાને શનૈઃ શનૈઃ યુક્તિપૂર્વક જમાનાને અનુસરી ઉદ્ધાર કરે જોઈએ કે જેથી કર્મયોગીઓ દ્વારા વિશ્વને ઉદ્ધાર થઈ શકે. બૂમ પાડવાના કરતાં કર્મ ક્રિયામાં ચિત્ત રાખીને પ્રત્યેક કર્તવ્યપ્રવૃત્તિમાં પ્રવૃત્તિ કરી કર્મયોગી બનવું જોઈએ કે જેથી સર્વ પ્રકારની શુભ પ્રગતિને ઉદ્ધાર થઈ શકે. મેટી મટી વાત કરવાથી કંઈ વળતું નથી. વાત કરતાં વડાં થવાનાં નથી. વાત કરવા માત્રથી કોઈને અસર થવાની નથી; માટે કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિમાં મસ્ત બનીને આદર્શ પુરુષ બનવું જોઈએ. જેણે આગગાડી શોધી કાઢી તેણે દેશદેશ બૂમ પાડી નહોતી તો પણ તેના કર્તવ્યથી તે જગપ્રસિદ્ધ થશે અને તેની આદર્શકર્તવ્યતાથી અન્ય વિજ્ઞાને શેકબુદ્ધિદ્વારા કાર્યપ્રવૃત્તિ થઈ. એડીસન અને દાક્તર જગદીશચંદ્ર બોઝ વગેરે શોધકો અખિલ વિશ્વમાં પ્રસિદ્ધ થયા છે તેનું કારણ એ છે કે તેઓએ શેાધકવિજ્ઞાનપ્રવૃત્તિથી કર્મવેગમાં પ્રવૃત્તિ કરી વિપયોગી શોધખોળ કરી છે અને હજી તેઓ શોધક કર્મચગપ્રવૃત્તિમાં મસ્ત બનીને અનેક જાતની શેહે કર્યા કરે છે. આર્યાવર્તમાં અનેક વિદ્વાનો પાક્યા પણ કોઈએ બે પૈડાંથી ચાલનારી ગાડી કે જે લાખો વર્ષથી વંશપરંપરાએ વારસામાં આવે છે તેમાં કઈ જાતને શોધકબુદ્ધિથી ફેરફાર કરી શક્યા નહિ; તેનું માન તે ખરેખર પાશ્ચાત્ય વિદ્વાનોને ઘટે છે. આર્યાવર્તે રાત્રીના વખતમાં તેમના કોડીયાનો દાવો કરીને અદ્યપર્યત દીપકને વ્યવહાર ચલાવ્યું હતું. ફાનસ સર્ચલાઈટ વગેરે આર્યાવર્તન કર્મ
ગીઓની કમાણી નથી. હજી પણ આ જાગશે નહિ અને શોધકબુદ્ધિવડે સર્વ પ્રકારની પ્રગતિમાં પ્રવૃત્તિ કરવામાં મસ્ત નહિ બનશે તે તેઓનું આર્ય શ્રેષ્ઠ ફક્ત ઈતિહાસના પાને રહી શકશે. જ્યાં આગગાડીના વેગે પ્રગતિ-પ્રવૃત્તિ થતી હોય ત્યાં રગસીયા
For Private And Personal Use Only