SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૫૮ ) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. સંબંધની વાત કરવામાં આવે અને કહેણું પ્રમાણે રહેણમાં તો મોટું મીંડું હોય તેથી પિતાને અને વિશ્વમનુષ્યને લાભ પ્રાપ્ત થઈ શક્તો નથી. શ્રીમદ્દ ચિદાનન્દજી મહારાજ કહેણું પ્રમાણે રહેણી રાખવાને જગને સારી રીતે ઉપદેશ કરે છે કે જળની कथे सह कोई, रहेणी अति दुर्लभ होई । जब रहेणीका घर पावे, तब कथनी लेख भावे. ઇત્યાદિ-કહેણી પ્રમાણે રહેણી રાખવાથી મનુષ્ય સિદ્ધ બને છે. ભાષાસમિતિ અને વચનગુવિડે યુક્ત થએલા મનુષ્ય કહેણી પ્રમાણે રહેણું રાખીને વિશ્વમાં મહાત્મા બને છે. જે પ્રમાણે બોલે તે પ્રમાણે વર્તી એટલે તમારે જે કંઈ અન્યને કહેવાનું છે તેમાં બોલવાની જરૂર રહેશે નહિ. બોલવામાં વાયડા બનીને ગપગોળા તડાકા ફડાકા મારવાથી સ્વપરનું શ્રેયઃ કરી શકાતું નથી. કચ્યા પ્રમાણે પ્રવૃત્તિ કરીને વિશ્વશાલામાં કર્મચાગી બને એટલે અન્ય કર્મો કરવાને આત્માની શક્તિ ત્વરિત ખીલવા માંડશે. મનુષ્ય પોતાની ભૂલેને છુપાવવા માટે અસત્ય પ્રવૃત્તિ ન સેવતાં કહેણી રહેણીના સામ્યને વર્તનમાં મૂકી પ્રમાણિકતાને વિશ્વમાં પ્રસિદ્ધ કરવી જોઈએ. હરિશ્ચંદ્ર રાજાએ કહેણી પ્રમાણે રહેણું રાખી અને અનેક વિપત્તિઓ સહીને તે વિશ્વમાં સ્વગુણ માટે પ્રસિદ્ધ થયા. જે પ્રમાણે બોલવું થયું હોય તે આચરણમાં મૂકીને બતાવવું એ સુવર્ણ સમાન છે અને કથવું એ રૂપા સમાન છે; માટે સ્વજીવનમાં જે દોષ થયા હોય તે તે સુધારીને કહેણી પ્રમાણે રહેણી રાખવા આત્મભેગી બનવું જોઈએ. ડું બોલીને ઘણું કરી બતાવવું એ સારું છે, પરંતુ ઘણું બોલીને થોડું કરી બતાવવું એ સવર્તનમાં અર્થાત્ ચારિત્રમાં ખામી ભરેલું છે–એમ જયારે અનુભવ થશે ત્યારે આત્માની ઉન્નતિ થશે. એક વાર પિતાની પોલ ખુલી થાય તે થવા દે અને પિતાના આત્માને હલકે પડવા દે; પરંતુ કહેણી પ્રમાણે રહેણી રાખવાની પ્રવૃત્તિને પ્રભુની પેઠે પૂજ્ય -મહાન માની તે પ્રમાણે ખરા જીગરથી વતે; એટલે વિશ્વમાં અપકીર્તિ અપ્રમાણિકતા ધોવાઈ જશે અને પ્રતિષ્ઠા વિશ્વાસ અને પ્રમા ણિકતા રૂપ ચારિત્રની પ્રાપ્તિ થશે એમ ખરેખર માનીને પ્રવૃત્તિ કરશે. અન્યના આત્મા ઓને ઉપદેશ આપવા કરતાં પ્રથમ પોતાના આત્માને કહેણી પ્રમાણે રહેણીથી વિભૂષિત કર જોઈએ, એટલે અજેના ઉપર પિતાનું તેજ પડશે. જે જે મહાત્માઓએ પોતાના ધમેને સ્થાપના ક્યાં છે તેઓએ કહેણું પ્રમાણે રહેણું રાખીને મરણાંત કષ્ટને શ્રીવીર પ્રભુ- મહમ્મદ-ઈશની પેઠે સહન કર્યા છે ત્યારે તેમનાં વચને આજ પણ મનુષ્યના હૃદયને જીવતી અસર કરવાને શક્તિમાન થયાં છે એમ હૃદયમાં ખ્યાલ કરે. પર્વો અને પાશ્ચાત્યમાં કહેણી પ્રમાણે રહેણીવાળા કરેડો મનુષ્યમાં અલ્પ મનુષ્યો મળી આવશે. બેલવું તે પ્રમાણે વર્તવું એ કંઈ બાળકોના ખેલ નથી. અસત્ય વદનારાઓ તે કહેણી પ્રમાણે રહેણી રાખનાર હોઈ શકે નહિ. વિશ્વાસભંગ કરનારા વિશ્વાસઘાતકે પ્રતિજ્ઞાભંશકે અને જૂઠી સાક્ષી પૂરક પણ કહેણી પ્રમાણે રહેણી રાખનારા બની શકતા નથી. પરની For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy