________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
શ્રી કમ યાગ ગ્રંથ-વિવેચન.
5
વાસ્તવિક કલ્યાણુ–ઉદયની આશા રાખવી એ વ્યર્થ છે. વન ભિન્ન અને કથની ભિન્ન એવી દશાથી દેશના ધર્મના સમાજના અને સ્વાત્માનેા ઉદય થતા નથી. આત્માની પ્રગતિ કરવી હાય તા કથની પ્રમાણે રહેણીથી વર્તવુ જોઇએ. ચારિત્ર માટે તા કહેણી પ્રમાણે રહેણી હોય છે તેાજ અન્ય મનુષ્ય પર તેની અસર થાય છે. કહેણી પ્રમાણે રહેણીવાળા એક મનુષ્યને, લાખા મનુષ્યા-ફકત કથની કરનારાઓ-પહાંચી શકતા નથી. કથની કરનારાઓ ગમે તેવી પાતાની બડાઈએ મારે તે પણ તેઓ રહેણી વિના અન્વે જનસમાજમાં હલકા પડયા વિના રહેતા નથી. આ દેશમાં પૂર્વે રહેણી અને કહેણીનુ સામ્ય હતું. તેથી આય મનુષ્યે સર્વ દેશે પર સ્વસત્તા સ્થાપવાને અને અનેક શક્તિયે પ્રાપ્ત કરવાને શકિતમાન્ થયા હતા. હવે પૂર્વ પુરૂષાની મહત્તા ગાઇને બેસી રહેવાના સમય નથી. હવે તેા જેવું મનમાં તેવું વાણીમાં અને જેવું વાણીમાં તેવું આચારમાં મૂકીને સર્વ પ્રકારની શુભ પ્રગતિયા કરવાની જરૂર સ્વીકારવી જોઇએ. પ્રતાપસિંહ, શિવાજી, કુમારપાલ વગેરે રાજાએ કહેણી પ્રમાણે રહેણીને રાખી ઇતિહાસના પાને અમર થયા છે. શ્રીહરિભદ્ર અને શ્રીહીરવિજયસૂરિની કહેણી પ્રમાણે રહેણી હતી તેથી તેમની જનસમાજ પર સારી અસર થઈ હતી. શ્રીમદ્ આનન્દઘનજીની કહેણી પ્રમાણે રહેણી હતી તેથી તેમની જનસમાજ પર સારી અસર થઇ હતી. નેપોલિયન એનાપાટની કહેણી પ્રમાણે રહેણી હતી તેથી તે જ્યારે લડાઈ માટે કઈ પણ કહેતા હતા ત્યારે તેની અસર તેના દેશીય મનુષ્ય પર સારી રીતે થતી હતી. તેના એક શબ્દની અસર તેના સૈનિકે પર સારી રીતે થતી હતી. વસ્તુતઃ વિચારીએ તે મનુષ્યના સત્ય શબ્દની કિમ્મત વિશેષ છે; કારણકે શબ્દબ્રહ્મવિના આ વિશ્વના એક ક્ષણમાત્ર પણ વ્યવહાર ચાલી શકે તેમ નથી. જે મનુષ્ય પાતાના શબ્દોની કિંમત સમજતા નથી તે કદાપિ પ્રમાણિક અની શકતા નથી. જે મનુષ્ય મેલેલા બેાલ પાળીને તે પ્રમાણે વતી બતાવે છે તે આ વિશ્વમાં વિશ્વસ્ય બની શકે છે અને તે સતાનને અધિકારી બની શકે છે. ઘટાટોપ અને ફટાટોપ માત્રથી મનુષ્યના આત્માની ઉચ્ચતા સિદ્ધ થતી નથી; પરંતુ તેના શબ્દો પ્રમાણે તેની પ્રવૃત્તિ જ્યારે થાય છે ત્યારે તેની મહત્તા અવમેધાઈ છે. મનુષ્ય પ્રથમ તેા ખેલ્યા પ્રમાણે પ્રવર્તવું જોઇએ. વિષયનગરમાં એક વિષયા નામની વેશ્યા રહેતી હતી, તે એક દિવસ બજારમાં આવી બ્રહ્મચર્યની મહત્તાનું વિવેચન કરવા લાગી. હજારો લેાકેા તેના વ્યાખ્યાનને શ્રવણુ કરવા લાગ્યા. તેનુ' વ્યાખ્યાન શ્રવણુ કરીને લેાકેા પાતપેાતાને ઘેર ચાલવા લાગ્યા. એક વૃદ્ધ મનુષ્યે સભામાં ઉભા થઈને કહ્યું કે જ્યાંસુધી વિષયા વેશ્યા પેાતાના આત્માને બ્રહ્મચર્યથી વિભૂષિત ન કરે તાવત્ તેના શબ્દો ખરેખર ફેાનાગ્રાજૂની પેઠે જાણુવા. એવું કહેવાથી વેશ્યા શરમાઈને બેસી ગઈ. આ ઉપરથી અવાધવાનું કે તપ જપ ટીલાં ટપકાં કરતાં પૂર્વે કહેણી પ્રમાણે રહેણીના સ્તનથી વિભૂષિત
For Private And Personal Use Only