________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૫૨ )
શ્રી ક્રમ યાગ ગ્રંથ-વિવેચન.
કવાથી વર્તમાનમાં થતી પતિત દશાના ખ્યાલ આવી શકે છે. આર્યાવતમાં પ્રત્યેક મનુષ્ય પૂર્વે વ્યવસ્થિત બુદ્ધિથી સ્વચ્છ વ્યવસ્થિત કાર્ય કરવાની શક્તિને ધારણ કરતા હતા તેથી સર્વ દેશમાં આય દેશ ઉત્તમ ગણાતા હતા. તાડ પત્રા પર લખેલા ગ્રંથાને અવલેાકવાથી વ્યવસ્થિત કાર્યનું ખરેખરૂં ભાન થયા વિના રહેતું નથી, પ્રાચીનકાલનાં પ્રત્યેક કાર્યમાં સ્વચ્છતા સુન્દરતા અને વ્યવસ્થિતતાનું ભાન થશે. લેખકે વાચકો ઉપદેષ્ટા અને બ્રાહ્મણુાદિવગે સ્વસ્વાધિકાર પ્રત્યેક કાર્યમાં વ્યવસ્થિતતા સૌંરક્ષવી. કાર્યની આન્તરિક વ્યવસ્થિતિ સ્વચ્છતા અને સુન્દરતામાં પાશ્ચાત્ય કરતાં પોર્વાંત્યો અગ્રસ્થાને આવે છે એમ બન્નેના પ્રત્યેક કાર્યના ગર્ભમાં ઉંડા ઉતરી નિરીક્ષણ કરવાથી વાસ્તવિક સત્યતાના ખ્યાલ આવશે. હાહા અને ધાંધલીઆ વૃત્તિથી વ્યવસ્થિત કાર્ય થઇ શકતુ નથી તેમજ ઉતાવળ કરવાથી કદાપિ સ્વચ્છતા અને સુન્દરતા પ્રાપ્ત થઇ શકતી નથી. ઉતાવળ કરનારા મનુષ્યાના કાર્યોં તરફ દૃષ્ટિ ક્ષેપવામાં આવશે તે ઉતાવળથી કેટલી બધી અસ્ત્રછતા અને અસુન્દરતા થાય છે તેનું વિરત ભાન થશે. એક રાજાએ પેાતાની રાજસભાશાલા ચીતરવાને માટે ચિતારાઓને મેલાન્યા અને પ્રત્યેક ચિતારાને વ્હેચીને રાજસભાના ખા ચિતરવાનું કાર્ય સાંપ્યું. સર્વે ચિતારાઓએ પોતપાતાના ખંડ ઉતાવળથી મઠારીને ચિત્રામણાથી ચિતર્યાં. એક વૃદ્ધને પોતાના ખડડની ભૂમિ કે જેના ઉપર ચિત્રા કરવાનાં હતાં તેની શુદ્ધિ-નિર્મલતા કરતાં વાર લાગી, સર્વ ચિતારાઓએ ચિત્ર કાઢીને પૂર્ણ કાય કર્યું" ત્યારે તેણે ફક્ત ભૂમિની શુદ્ધિ કરી. સર્વ ચિતારાઓ રાજાની પાસે ગયા અને ચિત્ર કાઢવાના કાર્યની સંપૂર્ણતા કરી એમ કથ્યું તેથી રાજા મનમાં અત્યંત પ્રમોદ પામ્યા. સર્વ ચિતારાઓને તેણે પારિતાષિક આપી ખુશ કર્યાં અને સ્વયં રાજસભાશાલાનુ ચિત્ર કાર્ય નિરીક્ષવાને પ્રધાનેા વગેરે સુજ્ઞ સભ્ય મનુષ્યેાના પરિવારે ત્યાં ગયા. સવ ચિતારાઓએ ચિતરેલાં ચિત્રો અને ભૂભાગાને દેખી ખુશ થયે એવામાં એક વૃદ્ધ ચિતારા સ્વભાગની ભૂમિની શુદ્ધિ કરતા દેખાયા. રાજાએ વૃદ્ધ ચિતારાને પૂછ્યું. શું તમે દરરોજ કાય કરો છે ? વૃદ્ધ ચિતારાએ કહ્યું કે-હા. રાજાએ પૂછ્યું-તમારૂં કાર્ય તમે એ કેટલું કર્યું છે ? વૃદ્ધ ચિતારાએ રાજાને પાતે ભૂમિની કરેલી શુદ્ધિ દેખાડી. રાજાએ અને પ્રધાનાએ ચિત્રકારને કહ્યું કે અહેા હજી તેા તમે ભૂમિની શુદ્ધિ કરી રહ્યા છે તેા ચિત્રાનું કાર્ય તે કયારે કરી શકશેા ? ચિતારાએ કહ્યું કે સ્વચ્છ સુન્દર વ્યવસ્થિત કાર્ય કરતાં વાર લાગે છે. અલ્પ કાર્ય થાય છે પણ તે બહુ સુન્દર થાય છે. અન્ય ચિતારાઓની પેઠે અવ્યવસ્થિત અસ્વચ્છ અને અસુન્દર ચિત્રા ઝટ ચિતરી કાર્ય પૂરૂ કરવાને હું ઇચ્છતા નથી; તે અસ્વચ્છ અને અસુન્દર ચિત્ર ચિતરીને ચાલ્યા ગયા છે.હજી મારે તે ફક્ત ભૂમિનીજ શુદ્ધિ થઈ છે. રાજાએ અને પ્રધાનોએ પુછ્યુ કે તમે સુન્દર સ્વચ્છ વ્યવસ્થિત કાર્ય કરા છે તેની શી પરીક્ષા ? ચિતારાએ સ્વયં ચિતરેલા ભૂમિભાગ કેવા ઉત્તમ છે તે જણાવ
For Private And Personal Use Only
LS
קל