________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યવસ્થા શક્તિની મહત્તા.
( ૪૫૧ );
ભાવાર્થ છે. અલ્પકા પણ ચાર બાજુએથી સુન્દર કરવું જોઈએ. કર્મવેગી થનારા મનુએ આ બાબત લક્ષ્યમાં લઈને વ્યવસ્થિતપણે સ્વકર્તવ્ય કરવું જોઈએ. સુજ્ઞ મનુષ્ય જે જે કાર્ય પ્રારંભે છે તેને એકદમ અસ્વચ્છ અને અસુન્દરજીત્યા કરતા નથી. અલ્પકાર્ય કરવું પણ સારું કરવું, પરંતુ અસ્વચ્છ અને અવ્યવસ્થિત એવું વિશેષ કાર્ય ન કરવું. સમતાપરિણતિએ અને ઉપયોગપરિણતિએ સ્વચ્છ અને વ્યવસ્થિત કાર્ય કરવાની ટેવ પડે છે. એક વખત પણ જે અસ્વચ્છ અને અવ્યવસ્થિત કાર્ય કરવાની ટેવ પડી ગઈ તે પશ્ચાત્ તેને પરિહાર કરતાં ઘણે વખત લાગે છે અને મહાપ્રયત્ન અવ્યવસ્થિતપણે કાર્ય કરવાની ટેવને વારી શકાય છે. મનની ચંચલતાને પરિહાર થવાથી અસ્વચ્છતા અને અવ્યવસ્થિતતા ઢળે છે. જે જે સ્થાને જે જે કાર્યમાં અસ્વચ્છતા ને અવ્યવસ્થિતતા થઈ હોય તેને નિરીક્ષવાની ટેવથી અસ્વચ્છતા અને અવ્યવસ્થિતતા ટળે છે. કોઈ પણ કાર્ય ઉતાવળથી કરતાં મનની ચંચલતા થાય છે અને મનની ચંચલતા બુદ્ધિની ચંચલતા વધે છે તથા બુદ્ધિની ચંચલતા વધતાં કાર્યની ચારે બાજુઓને તપાસવાનું અને તેમાં સુધારે વધારે કરવાનું રહી જાય છે તેથી તે કાર્યની સમાપ્તિ થતાં અસ્વચ્છતા અને અવ્યવસ્થિતપણું તુરત જણાય છે; અતએવ જ્યારે કોઈ પણ કાર્યને પ્રારંભ કરવો હોય ત્યારે પ્રથમ મન વચન અને કાયાના ગની સ્થિરતા કરવી અને જે કાર્ય કરવાનું હોય તેને વ્યવસ્થાપૂર્વક કરવા માટે તેને વિચાર કરે; પશ્ચાત્ કાર્ય કરતાં કરતાં વ્યવસ્થાપૂર્વક થાય છે કે નહિ તેને સ્થિરપ્રજ્ઞાથી વિવેક કર એમ કરવાથી જે કાર્ય થશે તેમાં સ્વચ્છતા અને વ્યવસ્થિતત્વ અવલોકાશે. પાશ્ચાત્યે વ્યવસ્થિત કાર્ય કરવામાં અધુના પ્રાધાન્યપદ ભોગવે છે. તેઓ પ્રથમ પ્રત્યેક કાર્યની સ્વચ્છતા પ્રતિ વિશેષ લક્ષ આપે છે. અલ્પકાર્ય પણ સુન્દર કરવાની વૃત્તિને તેઓ માન આપીને પ્રવૃત્તિ કરે છે તેથી તેઓની શેકબુદ્ધિની વૃદ્ધિ થાય છે અને તેથી તેઓ અનેક કાર્યો કરવાને શક્તિમાન થાય છે. પ્રત્યેક કાર્યની સુન્દરતા અને સ્વચ્છતા માટે અને તેની સુવ્યવસ્થા કરવા માટે પ્રથમ લક્ષ્ય આપવાની જરૂર સ્વીકારવી જોઈએ. વ્યવસ્થાપૂર્વક પ્રત્યેક કાર્ય કરનાર મનુષ્ય પોતાની કીર્તિને અમર કરી શકે છે–આબુજીના દેરાસરમાં વસ્તુપાલ અને તેજપાલના દેરાસરમાં તથા વિમલશા શેઠના દેરાસરમાં જે કેરણી કરવામાં આવી છે તેની સુવ્યવસ્થા સ્વચ્છતા અને સુન્દરતા અવલેવાથી પૂર્વના કારીગરોની વ્યવસ્થા બુદ્ધિ-પ્રવૃત્તિને સમ્યગુ સુન્દર ખ્યાલ આવી શકે છે. ઈજીપ્તમાં રહેલી પિરામીડોને અવલકવાથી પ્રાચીનકાલીન મનુષ્યની વ્યવસ્થિત બુદ્ધિ તથા વ્યવસ્થિત પ્રવૃત્તિથી વ્યવસ્થિત કાર્ય કરવાની શક્તિને અદભુત ખ્યાલ આવે છે. બ્રિટીશ અમેરિકન કે જર્મને અને જાપાને વ્યવસ્થિત અને સુન્દર સ્વચ્છ કાર્ય કરીને વિશ્વનું ધ્યાન ખરેખર પોતાના પ્રતિ ખેંચે છે. આ પૂર્વે વ્યવસ્થિત અને સુન્દર સ્વચ્છ કાર્યો કરતા હતા તે તેમનાં સ્મારક કાર્યોથી અવધાઈ શકે છે. પ્રાચીન શિલ્પકળાનાં કાર્યોને અવલે
For Private And Personal Use Only