________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Sh Kailassagarsuri Gyanmandir
( ૪૫૦ )
શ્રી કર્મચોગ ગ્રંથ-સવિવેચન.
સારે આત્મભેગ આપે છે. પાટણમાં સં. ૧લ્પ૬ ના દુષ્કાળના પ્રસંગમાં એક ગૃહસ્થ શેઠે ગુપ્ત નામથી દુકાન ઉઘાડી હતી અને તે દ્વારા તેણે અનેક મનુષ્યને નામે લખીને રૂપૈયા આપ્યા હતા તથા દાણ આપ્યા હતા. પશ્ચાત્ તેણે દુકાન બંધ કરી તે વાત પાટણમાં જાહેર છે. પાટણમાં દુકાન ઉઘાડીને નિષ્કામવૃત્તિથી ગરીબોને ગુપ્તપણે મદદ કરનાર ગૃહસ્થની જેટલી પ્રશંસા કરીએ તેટલી ન્યૂન છે. શેઠ વિરચંદ દીપચંદ અને પ્રેમચંદ રાયચંદે પરોપકારપ્રવૃત્તિમાં સારી રીતે ભાગ લીધે હતે. મનુષ્ય અને પશુપંખીઓ ઉપર ઉપકાર કરનાર આ વિશ્વમાં અનેક મનુષ્ય વિદ્યમાન છે. હિન્દુસ્થાનના નામદાર શહેનશાહ સર જર્જ અને રાણી મેરી પરેપકાર કરવામાં પોતાનું ઘણું જીવન વ્યતીત કરે છે. હિન્દુસ્થાનના વાયસરોય લોર્ડ હાડજ પોપકારનાં કાર્યો કરવામાં સારી રીતે આત્મભોગ આપે છે. આ વિશ્વમાં હજી પોપકારી મનુષ્યો વિદ્યમાન છે તેથી સૂર્ય અને ચંદ્ર નિયમિત ગતિ કરે છે અને સમુદ્ર પોતાની મર્યાદાને મૂર્ત નથી. આ વિશ્વમાં લોકોત્તર દષ્ટિએ ભપકાર કરનારા અનેક આચાર્યો ઉપાધ્યાય અને સાધુઓ વિદ્યમાન છે તેથી વિશ્વમાં શાંતિસુખની ઝાંખી જણાય છે. આવી રીતે આ વિશ્વશાલામાં પરોપકારનું સ્વરૂપ અવબોધીને હે મનુષ્ય તું પરોપકાર કર; પરોપકારની ભાવનાવાળાએ આ વિશ્વમાં ઉપકારકર્મ કરવામાં સ્વાધિકારે પ્રવૃત્ત થવું જોઈએ. પરોપકારી મનુષ્ય મન વાણી કાયા અને લક્ષમીથી સદા ઉપકાર સેવવા ગ્ય છે. પરોપકારી મનુષ્ય પરોપકાર કરવાને સ્વક્તવ્ય સમજી સ્વાધિકાર સેવવો જોઈએ. કર્મગીને વિશ્વશાલામાં ઉપગ્રહકર્મમાં પ્રવૃત્ત થઈ આત્મોન્નતિ કરવી એમ ઉપરના દ્વારા જણાવવામાં આવ્યું.
અવતરણ–વિશ્વશાલામાં પરોપકારકર્મ દ્વારા આત્મોન્નતિ દર્શાવ્યા પશ્ચાત્ અવ્યવસ્થિત પૂર્ણ કાર્ય ન કરતાં વ્યવસ્થાપૂર્વક કર્તવ્ય કર્મ–અ૫કાર્ય કરવું એમ હવે દર્શાવવામાં આવે છે.
. पूर्ण कार्य न कर्तव्यमस्वच्छमव्यवस्थितम् ॥
परितस्तत् प्रकर्तव्यमल्पकर्माऽपि सुन्दरम् ॥ ७२ ॥ શબ્દાર્થ –અસ્વચ્છ અવ્યવસ્થિત એવું પૂર્ણ કાર્ય પણ ન કરવું જોઈએ અને વ્યવસ્થાપૂર્વક અલ્પકાર્ય પણ પરિતઃ સુન્દર કરવું જોઈએ. - વિવેચન –એક કાર્યને અસ્વચ્છ અને અવ્યવસ્થિતપણે પૂર્ણ કરવા કરતાં તે કાર્ય અલપ કરવું અને સ્વચ્છ તથા વ્યવસ્થિત સુન્દર કરવું-એ ઉપર્યુક્ત શ્લેકને વાસ્તવિક
For Private And Personal Use Only