SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪૮ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. અને તેઓને તિરસ્કાર કરી તમે પોતાને ડાહ્યાડમરા માની લેશે તે વિશ્વશાલામાં અધઃપાત થશે અને પડતા પડતા નીચી એનિમાં ઉતરી જવાના માટે અન્ય જીવોના હજારે, કરેડા અપકારો ભૂલીને તેના ઉપર ઉપકાર કરે. સર્વ જી ઉપર ઉપકારને જે ધર્મ શિખવતો નથી તે ધર્મનું અમારે કામ નથી અને તે ઉપકારપ્રવૃત્તિવિનાને ધર્મ વિશ્વમાં જીવતે. પણ રહેતું નથી. જે પ્રમાણે આત્મામાં ઉપકાર કરવાની ભાવના પ્રકટતી હોય તે પ્રમાણે પ્રવૃત્તિથી ઉપકાર કરતાં જરામાત્ર સંકેચ ન પામવું જોઈએ. મનુષ્ય! મનમાં અવધ કે આયુષ્ય પૂર્ણ થયા પશ્ચાત્ મ્હારી સાથે કંઈપણ આવવાનું નથી. આ વિશ્વશાલામાં ઉપકારનું શિક્ષણ લેવાની પ્રવૃત્તિ કર. પ્રથમ ઉપકાર કરવાનું શિક્ષણ ગ્રહણ કર કે જેથી આત્મોન્નતિકારક કર્તવ્યકર્મોમાં પ્રવૃત્તિ કરવાને તું અધિકારી બની શકે. ધમર્થકાંક્ષીમનુષ્યોએ નિષ્કામવૃત્તિથી ઉપકારપ્રવૃત્તિ આચરવી જોઈએ. સં. ૧૯૪૭ ની સાલમાં વિજાપુરમાં એક મનુષ્યને ક્ષેત્રમાં સર્પ કરડ્યો. તેનું વિષ તેને સર્વ શરીરમાં વ્યાપી ગયું. તેને ઉંચકીને ગામમાં લાવવામાં આ પણ ઉતર્યું નહિ એવામાં દૈવવશાત્ ત્યાં એક ફકીર આવ્યો. તેણે તુરત મંત્રથી સપનું વિષ ઉતાર્યું અને પશ્ચાતુ તરત તે તેના માર્ગ પ્રતિ ગમન કરવા લાગ્યો. જે મનુષ્યને સર્પ કરડ હતો તેના કુટુંબીઓએ પેલા ફકીરને માગે તે આપવાને ઘણી આજીજી કરી અને તેની પાછળ દેડી તેને ઉભે રાખી પગે લાગી બે હાથ જોડી ઘણું કહ્યું. ત્યારે પેલા ફકીરે કહ્યું કે-મેં તમારા કુટુંબી મનુષ્ય પર ઉપકાર કર્યો છે તેથી હું તમારું કંઈ પણ લેવાને નથી વિશેષ શું? તમારા ઘરનું જલ પણ ગ્રહીશ નહિ. મારી નિષ્કામવૃત્તિના બળે સર્પને મંત્ર ભણતાં સર્પ તુરત ઉતરી જાય છે અને મને વાસ્તવિક જે ફલ થવાનું હોય છે તે થાય છે માટે મને હવે તમે કંઈ પણ કહેતા નહિ. ધન્ય છે ! એવા ફકીરને. આ દૃષ્ટાંત ઉપરથી અવબોધવાનું એ મળે છે કે નિષ્કામવૃત્તિથી ઉપકાર કરે. ઓઘદૃષ્ટિ આદિ અષ્ટદષ્ટિએ ઉપકારનું સ્વરૂપ અવબંધી ઉપકાર કરવો જોઈએ. દ્રોપકાર, ભાવપકાર, નિશ્ચયોપકાર, દર્શનેપકાર, જ્ઞાનોપકાર, ચરિત્રકાર, વિદ્યપકાર કરે, આજીવિકેપકાર, ઓષધોપકાર, અન્નપકાર, જલપકાર, ધર્મોપકાર, રક્ષકેપકાર-આદિ અનેક પ્રકારના ઉપકારો છે. રજોગુણોપકાર, તમે ગુણોપકાર અને સત્ત્વગુણાકાર એમ ત્રણ પ્રકારના ઉપકારનું સમ્મસ્વરૂપ અવધવું. એકેન્દ્રિયથી તે પંચેન્દ્રિય પર્યન્ત છે - ગુણેપકાર તમે ગુપકાર અને સત્ત્વગુણાકાર કરી શકે છે. જે જે કાલે ક્ષેત્રે જે જે ઉપકારની આવશ્યકતા હોય છે તેની તે વખતે મુખ્યતા ગણાય છે અને અન્ય પકારોની ગણતા ગણાય છે. વિષયભેદે ઉપકારના અસંખ્ય ભેદ પડે છે. નિષ્કામવૃત્તિએ પોપકાર કરવાની ભાવના ધારણ કરીને ઉપર્યુકત સર્વ પ્રકારના ઉપકારમાં સ્વાધિકારે પ્રવૃત્તિ કરવી જોઈએ. સં. ૧૫૭ ની સાલમાં હિન્દુસ્થાનમાં મહાદુષ્કાળ પડે ત્યારે અનેક પરોપકારી મનુષ્યએ નિષ્કામવૃત્તિથી મનુષ્યની પર પરોપકારવૃત્તિ આચરી હતી. અમદા For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy