________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપકારની અનેક દિશાઓ.
(૪૭).
જોઈએ. બુદ્ધદેવ કહે છે કે “ સંસારમાં યાવત્ શાન્તિ ન હોય તાવત્ મારા હૃદયમાં દુઃખ થયા કરશે” મહાત્મા ઈસુ કાઈસ્ટ કહે છે કે “જો અન્ય કે હવે તમાચે મારે તે તું હૈયે ધર અને તેના સામે હારો બીજો ગાલ કર.” સક્ષમ એડવર્ડ કહે છે કે “ આ સંસારમાં હું શાન્તિ ચાહું છું.” મહાત્મા વિલિયમ ટામસ સેડ કહે છે કે “ભગવાન ! કમથી કમ એક ભાઈની તલવાર બીજા ભાઈના ગળા ઉપર ના ચાલે, વિશ્વમાં શાન્તિ વર્તે, નિર્બલે પર અત્યાચાર ન થાય એવું હું ચાહું છું.” એ મોટા પુરૂષના હૃદયમાં ઉપકારની વૃત્તિ છે તેથી ઉપયુંકત શબ્દ તેમના હૃદયમાંથી નીકળે છે. રૂશિયામાં મહાત્મા ટેલ્સટેય
જ્યારે વગડામાં મરણપથારીએ સૂતો ત્યારે તેની પાસે હજારો મનુષ્ય આવી બેસવા લાગ્યા. તેઓને સંબોધીને મહાત્મા ટેટેય કહેવા લાગ્યો કે “ અરે મારા આત્માઓ ! તમે મારી પાસે કેમ બેસી રહ્યા છો ? તમારી એક પળ પણ નકામી ગુમાવ્યા વિના ગરીબોપર ઉપકાર કરવા પ્રવૃત્તિ કરો. તમારી સાહાને માટે વિશ્વજી રાહ જોઈ રહ્યા છે. તેઓને માટે તમે ઉઠે અને તેઓનાં દુઃખ દૂર કરી તેઓને શાન્તિ આપો કે જેથી મને મરતાં શાંતિ મળે.” મહાત્મા ટેસ્ટેયના હૃદયમાંથી પરોપકારવૃત્તિથી ઉપર્યુક્ત શબ્દો નીકળે છે તેથી તેની મહત્તાને વિશ્વને બહુ ખ્યાલ આવે છે. પરંપકાર કરવામાં જે મનુષ્ય સમજતો ન હોય તે મનુષ્ય ધર્મમાં કંઈ સમજતા નથી. મહાત્માઓએ-ષિએ હાડકાં રુધિર વગેરેનું પરમાર્થે અર્પણ કર્યું છે તેથી તેઓનાં દgવડે મનુષ્યને પ્રાધી શકાય છે. પશુઓ અને પંખીઓ ઉપકાર કરે છે. વનસ્પતિ પણ અજેના ઉપર ઉપકાર કરે છે. મનુષ્ય જો અન્યના ઉપર ઉપકાર ન કરે તે તેના જે દુષ્ટ આ વિશ્વમાં અન્ય કોઈ ગણાય નહિ. ખાવું પીવું, મજશેખ મારવા અને સ્વાર્થમાં લયલીન રહેવું એટલું કરવા માત્રથી કંઈ મનુષ્યત્વ પ્રાપ્ત કરી શકાય નહિ. મનુષ્યત્વ પ્રાપ્ત કરવાને માટે ઉપકારપ્રવૃત્તિ મુખ્ય કારણભૂત છે; માટે મનુષ્ય ! અન્ય આલપંપાલને ત્યાગ કરીને પરમાર્થ કર, ઉપકાર કર, ઉપકારથી તું મહાન થઈશ. હે મનુષ્ય ! વાસ્તવિક ગુણોની પ્રગતિ કરવામાં ઉપકારનું અવલંબન કર. જીવન્મુક્ત મહાત્માઓ કૃતકૃત્ય થયા હોય છે તો પણ તેઓ ઉપકાર માટે જ પ્રવૃત્તિ કરીને પ્રારબ્ધકર્મ ભોગવે છે. ઉચ્ચદશાને પામેલા તેવા મહાત્માઓ પણ જ્યારે ઉપકારની પ્રવૃત્તિ કરે છે, તો તે મનુષ્ય ! ત્યારે તે ઉપકારપ્રવૃત્તિ આદરવી જોઈએ. એમાં હવે કંઈ કથવાનું અવશેષ રહેતું નથી એમ અવબોધ. દેશસેવા રાજ્યસેવા, ધર્મસેવા, કુટુંબસેવા, માતૃપિતૃસેવા, ગુરુસેવા, સંઘસેવા, સમાજસેવા, જ્ઞાનસેવા, દર્શનસેવા, સંયમસેવા, સાર્વજનિક હિતકારક કાર્યસેવા વગેરે સેવાઓના માર્ગોમાં વિચરવાથી અનેકધા ઉપકારનાં કાર્યોને કરી શકાય છે. આગમમાં, ગ્રન્થમાં ઉપકારક કાર્યોની દિશાઓ ખરેખર વિવેકપુરસર દર્શાવવામાં આવી છે તેથી સમ્યગ અવધવું કે દુઃખી, ગરીબ, દોષી, પાપી છ પર ઉપકાર કરીને તેને ગુણે આપી ઉદ્ધારે. આ વિશ્વના જીવોના દે દેખાશે
For Private And Personal Use Only