________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૪૬ )
શ્રી કમ'યેાગ ગ્રંથ-સવિવેચન.
તત્પર થવુ જોઈએ. સવર અને નિરાની આરાધના કરનાર મહાજ્ઞાની ચેાગીઓની, મુનિવરેાની સેવા માટે વિશ્વવતિં સકલજીવાએ તત્પર રહેવું જોઇએ. શ્રીતીર્થંકર મહારાજા સમવસરણમાં બેસી દેશના ફ્રેંઇ મનુષ્ય વગેરેના ઉદ્ધાર કરે છે તેથી તેઓ મહાદેવત્રિભુવનપતિ-મહામાહન વગેરે વિશેષાથી સ્તવાય છે. આ વિશ્વમાં પરસ્પરપ્રવર્તિત ઉપકારસૂત્રના જે ઉચ્છેદ કરવા તત્પર થાય છે તે આ વિશ્વશાલામાં અપક્રાન્તિના નિયમાનુસારે સ્વજાતિને અધઃપાત કરે છે. પરસ્પર ઉપકાર કરવાની પ્રવૃત્તિને માન આપીને પ્રવાઁ વિના વિશ્વાપગ્રહમાંથી મુક્ત થઈ શકાય તેમ નથી. સ ́પૂર્ણ વિશ્વવસ્તુઓના સંચય કરીને તેને રખવાળ બનવાથી માનવને કોઇ જાતના લાભ નથી. અર્હમમત્વના પડદાઓને છેદીને જો આ વિશ્વને દેખવામાં આવે તે આ વિશ્વ એક કુટુંબ સમાન ભાસે અને પેાતાની સર્વશતિયાનું વિશ્વને સમર્પણુ કરી શકાય. જેવું વિશ્વમાંથી લેવા પ્રવૃત્તિ કરવામાં આવે છે તેવી વિશ્વને પાછું દેવાની વૃત્તિ અને પ્રવૃત્તિ કરવી એ સ્વજ છે, તેનાથી વિશેષ મનુષ્ય કરી શક્તા નથી. અતએવ તેણે વિશ્વની સાથે સત્તાધિકારી છતાં અને ધનપતિ છતાં સમાનભાવથી વર્તવુ જોઇએ, વિશ્વના જીવેાને પેાતાના કરતાં નીચે અને પાતાની કૃપાવર્ડ જીવી શકે છે એવું મનમાં ધારીને કદાપિ કેાઈ ઉપગ્રહ પ્રવૃત્તિને સેવે તે તે ચેાગ્ય ગણી શકાશે નહિ. સર્વ જીવા પાતાપેાતાની ફરજે મેટા છે. આપણે તેને શામાટે હલકા ગણુવા જોઈએ ? આપણે જેમ અન્યાના ઉપકારા ગ્રહણ કરીને જીવતા હાઈએ છીએ તેમ અન્ય જીવે આપણા ઉપગ્રહાને ગ્રહી જીવી શકે છે; તેથી તેને હલકા ગણવાના પરાપગ્રહષ્ટિએ અધિકાર નથી. પરસ્પર એકબીજાની ફરજરૂપ ધર્મ અદા કરવાને આ વિશ્વશાલામાં સર્વ જીવાને અધિ કાર છે તેમાં સદા પ્રવૃત્તિ કરવી જોઇએ. આ વિશ્વશાલામાં પાપકાર કરવા એજ પ્રભુને પ્રાપ્ત કરવાના અને સ્વાન્નતિ કરવાના ઉપાય છે, તે વિના કદાપિ આત્મગુણેા ખીલવાના નથી. જે મનુષ્યેા પાપકાર કરે છે તે પ્રભુના માર્ગને પ્રાપ્ત કરે છે અને દુષ્ણેાને ત્યાગ કરીને સદ્ગુણાને ગ્રહણ કરી શકે છે. ભેદભાવની વૃત્તિનો ત્યાગ કરીને પરસ્પરાપગ્રહ કરવાની વૃત્તિને આદર અને આ વિશ્વવર્તિ દુ:ખી જીવાપ્રતિ દૃષ્ટિ દઇ તેનાં દુઃખ ટાળવાને તેના માત્માની સાથે પેાતાના આત્માની એકતા કર કે જેથી તેઓના દુઃખના હર્તા ખની શકે. પરોપકારને જે ધર્મ ન માનતા હાય તેવા રાક્ષસને આ વિશ્વમાં જીવવાના હક્ક નથી. દવાશાળાઓ, પાઠશાળા, ખે ંગા, આશ્રમે, ગુરુકુલા, રાજ્યકાયદાઓ, સદાચારા, પ્રપાએ, પાંજરાપાળા, અનાથાલા, મહેશ મુંગાંની શાળાઓ, સાધુઓને ઉતરવાનાં સ્થળે, ભાષણશાળાઓ, ઉપાશ્રયે વગેરે સર્વે ઉપકાર કરવાનાં સ્થાનક છે. ઉપકાર કરવાનાં જે જે સાધન હાય તેઓને સાર્વજનિક દૃષ્ટિએ સર્વ જીવોને યથાયેાગ્ય લાભ મળે તેવી રીતે પ્રવૃત્તિ કરવી જોઇએ અને સ જીવેાનાં હૃદય શાન્ત કરવા અનેક ઉપકારાની પ્રવૃત્તિમાં તત્પર થવું
For Private And Personal Use Only
骗