________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૪૪ )
શ્રી કમલેગ ગ્રંથ-સવિવેચન.
ન હોવાથી હિંસાદિ દેષનું કર્મ લાગતું નથી અને મહાન પુણ્ય તથા નિર્જરા થાય છે. મહાપુણ્ય તથા નિર્જરાકારક પરોપકારી કૃત્ય કરતાં અપકર્મબંધ થાય એવા દેષ થાય
પણ તેવાં પરોપકારી કાર્યો કરવાં જોઈએ. મનુષ્યના બચાવવાથી મનુષ્ય જીવને જે પરોપકારાદિ કાર્યો કરી શકે છે તે અન્ય પ્રાણીઓ કરવાને શક્તિમાન નથી. આત્મજ્ઞાનિમનુબેને સર્વ જી પર સ્વાત્મવત્ સમાનભાવ છે તે પણ તેઓના પરોપકારાદિ કાર્યોમાં તેઓ વિવેકદૃષ્ટિને અગ્રસ્થાન આપી પરોપકાર કૃત્યમાં પ્રવૃત્તિ કરે છે. મૂઢદૃષ્ટિથી જેઓ પાપ- કારપ્રવૃત્તિ કરવા પ્રયત્નશીલ થાય છે તેઓ પુણ્યને બદલે પાપની પ્રાપ્તિ કરી શકે છે. રાગી સાધુઓને અષધપ્રગથી સાજા કરવામાં આવે છે, તો અનન્તગુણ પુણ્યબંધ થાય છે અને અનન્તગુણ કર્મની નિર્જરા થાય છે-એ એક વણિકે ગુરુ પાસે ઉપદેશ શ્રવણ કર્યો અને ગુરુપાસે પ્રતિજ્ઞા કરી કે મારા ગામમાં માંદા પડેલા સાધુઓની દવા કરીને મારે જમવું; અન્યથા જમવું નહિ. કેટલાક માસપર્યત તે માંદા સાધુઓની દવા કરીને જમવા લાગ્યો. એક દિવસ તે ગામમાં કોઈ રોગી સાધુ હતું નહિ તેથી તે મૂઢતાથી પ્રતિજ્ઞાભંગની શંકાએ શંકિત થયે અને પ્રભુને બે હાથ જોડી વિનવવા લાગ્યો કે– હે પ્રભે! આજ મારી પ્રતિજ્ઞાને ભંગ થાય છે માટે ગામમાં રહેલા એક સાધુને ઝટ રાગી બનાવ કે જેથી તેની દવા કરીને હું જમું. આ પ્રમાણે ઉચ્ચ સ્વરે તે પ્રભુને વિજ્ઞપ્તિ કરતો હતો તત્સમયે તેના ગુરુજી આવ્યા અને કથવા લાગ્યા કે-હે ભદ્ર! તું સાધુઓને રેગી બનાવવાની ભાવનાવડે પાપ બાંધે છે. હને એવી પ્રતિજ્ઞા આપી છે કે રાગી સાધુ હોય તે તેની દવા, કરીને ખાવું; પરંતુ કોઈ રેગી ન હોય તે ન ખાવું એવી પ્રતિજ્ઞા આપી નથી; માટે સાધુઓને રેગી કરવાની પ્રભુને પ્રાર્થના કરી ઉલટું પાપ બાંધે છે. કેઈ સાધુ રોગી નથી તેથી ત્યારે પ્રમુદિત બનીને જમી લેવું જોઈએ. આ પ્રમાણે તેના સદ્દગુરુએ બોધ આપીને મૂઢવણિકની મૂઢતા દૂર કરી. પ્રસંગોપાત્તકથિત આ કથા પરથી સાર એ. લેવાને છે કે મૂઢષ્ટિએ પરોપકાર કરતાં પાપ થાય એવી રીતે પરોપકાર ન કરે જોઈએ. એકેન્દ્રિય જી કરતાં કીન્દ્રિય અને દ્વીન્દ્રિય કરતાં ત્રીન્દ્રિય અને ત્રીન્દ્રિય કરતાં ચતુરિન્દ્રિય અને ચતુરિન્દ્રિય કરતાં પંચેન્દ્રિય જીવો પર પરોપકાર કરતાં અનન્તગુણ પુણ્યાદિફલ પ્રાપ્ત થાય છે. પશુપંખીઓ કરતાં મનુષ્ય પર ઉપકાર કરતાં અનન્તગુણ ફલ પિતાને તથા વિશ્વસમાજને થાય છે. અનાર્યો કરતાં આપર ઉપકાર કરતાં અનતગુણ વિશેષ ફેલ થાય છે. આમાં અજ્ઞાનીઓ કરતાં ઉત્તમ સાત્વિકગણું જ્ઞાનીઓને ઉપકાર કરતાં અનન્તગુણ વિશેષફલ થાય છે, ગૃહસ્થાશ્રમી આર્યજ્ઞાનીઓ કરતાં ત્યાગી કર્મયોગી જ્ઞાનીઓ પર ઉપકાર કરતાં અનન્તગુણ વિશેષ ફલ ખરેખર પિતાને તથા સમાજ અને વિશ્વને થાય છે. દેશને ધર્મનો ઉદ્ધાર કરનાર જ્ઞાની મનુષ્ય સદા સંરક્ય છે. અતએ દેશદ્ધારક, ધર્ણોદ્ધારક જ્ઞાનીમહાત્માઓ પર ઉપકાર કરતાં અનેક જીવોના ભેગ આપવા
For Private And Personal Use Only