________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનુષ્ય જીવનની મહત્તા.
(૪૪૩ )
પરમાત્મપદ પ્રાપ્ત કરી શકે છે. શુદ્ધ પરિણામને ધારણ કરી પરોપકારનાં કૃત્ય કરવાની જેના આત્માની દશા થઈ હોય તેવા આત્મજ્ઞાનીઓએ શુદ્ધ પરિણામ ધારણ કરીને નિર્મોહ દષ્ટિએ પરોપકારનાં કૃત્ય કરવાં જોઈએ. શુદ્ધ પરિણામી આત્મજ્ઞાનીઓના હૃદયમાં દેષપરિણતિ ન હોવાથી દોષના હેતુઓ પણ નિર્વિષ સર્પની પેઠે, દેશની વૃદ્ધિ માટે, પોપકારાદિ કાર્યો કરતાં થતા નથી તેથી તેવા આત્મજ્ઞાની મનુષ્ય પરોપકારાદિ સકલ કાર્યો કરવાને અધિકારી બને છે. જેમાં શુદ્ધ પરિણામના અધિકારી થયા નથી અને શુભ પરિણામે જગતમાં પરોપકારાદિ કાર્યો કરવાને અધિકારી છે તેઓએ શુદ્ધ પરિણામ પ્રાપ્તિપ્રતિ સાથેબિન્દુ લક્ષીને શુભ પરિણામથી પરોપકારાદિકાર્યો કરવા જોઈએ. શુભ પરિણામ પણ પરોપકાર કરતાં સદા ન રહેતા હોય અને અશુભ પરિણામ સેવાતા હોય તે પણ શુભ પરિણામ પ્રાપ્ત કરવાની તીવ્ર વૃત્તિસહિત પરોપકારનાં કાર્યો કરવાં જોઈએ. શુભાશુભ પરિણામથી મુક્ત એવી દશામાં આવીને આત્મજ્ઞાની મહાકર્મયોગીઓ મન વચન અને કાયાથી પરેપકારનાં કાર્યો કરી શકે છે તેવી દશામાં જે મહાકર્મચોગીઓ વિચરે છે તેઓને જગતને શુભાશુભ વ્યવહાર નડતા નથી. તેઓ શુભાશુભ વ્યવહારથી નિમુક્ત થઈ જેમ તેમને ચોગ્ય લાગે એવા માગે અપ્રમત્તગીઓ થઈને વિચારે છે અને વિશ્વ પર પરે૫કારરૂપ મેઘની વૃષ્ટિ કરી જગતને આનન્દમય કરી દે છે. જેઓ શુભાશુભ પરિણામથી મુક્ત નથી થયા તેઓ શુભાશુભ વ્યવહારને અનુસરી શુભમાં પ્રવૃત્તિ કરે છે અને અશુભથી નિવૃત્તિ થઈ પરોપકાર કૃત્યને કરે છે એ તેમને અધિકાર હોવાથી તેઓએ તે પ્રમાણે પ્રવર્તવું જોઈએ. રાજા, ધર્માચાર્ય, યેગી, સન્ત, સાધુ, ગુરુ, માતપિતા, વૈઘ, વગેરે આ વિશ્વમાં વિશેષતઃ ઉપકારક છે માટે તેઓની રક્ષા કરવામાં અલ્પહાનિ થાય-અલ્પષ થાય તો પણ તેઓની સેવાભક્તિ અને રક્ષા કરવી જોઈએ. મહાકારોની પ્રવૃત્તિ સાથે અલ્પષેની પ્રવૃત્તિ થયા કરે છે તેથી કંઈ પરે૫કાર પ્રવૃત્તિની સ્વફરજથી પરાક્ષુખ ન થવું જોઈએ. એક શેઠ નદીના કાંઠે બેસી રહ્યા હતા એવામાં અન્ય શેઠનો પુત્ર નદીના પ્રવાહમાં તણુવા લાગે ત્યારે તેણે નદીના કાંઠે ઉપવિષ્ટ શ્રેણીને બચાવવા માટે બૂમ મારી; પરન્તુ તે શેઠ વિચારવા લાગે કે-શેઠને પુત્ર નદીની બહાર કાઢતાં તે પરણશે અને મૈથુન કરી નવ લાખ છને મારશે તથા ષટકાયની હિંસા કરશે અતએ તેને બચાવવામાં કઈ જાતને ફાયદો નથી; ઉલટું ભવિષ્યમાં જે હિંસાદિ પાપ કરશે તેનું હુને પાપ લાગશે-આવે વિચાર કરી તેણે શેઠના પુત્રને નદીમાં તણાવા દીધા પરંતુ તેને નદીની બહાર કાઢ્યો નહિ. નદીના તીરપર ઉપવિષ્ટ શેઠ સ્વગુરુ પાસે ગયે અને શેઠના પુત્રને નદીના પ્રવાહમાં તણાતાં છતાં ન કાઢવાનો વિવેક દર્શાવ્યો. ગુરુએ તેના કુવિવેકની અવગણના કરીને કહ્યું કે અરે મૂર્ખ ! તું દોષ વા ધર્મમાં હજી કંઈ સમજતું નથી. સર્વ જીવેમાં મનુષ્ય માટે છે. તેની રક્ષા કરવામાં અન્ય ને હાનિ થતી હોય પણ હૃદયમાં હાનિ કરવાને પરિણામ
For Private And Personal Use Only