________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૦ ).
શ્રી કર્મચોગ ગ્રંથ-સવિવેચન.
બચાવ્યું. તેમણે અનેક વર્ષપર્યન્ત જગત્પર ઉપદેશવડે ઉપકાર કર્યો. એવીશ તીર્થ કરેએ આ વિશ્વમાં કેવલજ્ઞાન પામી સર્વત્ર વિચરી ભવ્ય મનુષ્યને ઉદ્ધાર કરી અનન્તગુણ ઉપકાર કર્યો છે. પોતાની પાસે જે કંઈ સારું હોય અને તેથી વિશ્વનું શ્રેયઃ થતું હોય તે વિશ્વને સમર્પવા તત્પર થવાથી આત્માની જ્ઞાનાદિક શકિતની ન્યૂનતા થતી નથી પરંતુ તેઓની વૃદ્ધિ થયા કરે છે. પિતાની શકિત વડે અને ઉપકાર કરી શકાય છે તેજ પરોપકારના નિમિત્તે વાસ્તવિક ત્યાગગુણની પ્રાપ્તિ થવાથી સર્વસંન્યાસની પ્રાપ્તિ થતાં આત્મા ખરેખર મલિનભાવથી મુક્ત થઈ શકે છે. આત્માની ઉપાદાન શકિત અને નૈમિત્તિક શક્તિ વડે અન્ય પર ઉપકાર કરવાથી પ્રગતિક્રમ માર્ગમાં વિદ્યુવેગે ગમન કરી શકાય છે, અને આત્માની સર્વશક્તિોને ખીલવી શકાય છે. શ્રી મહાવીર પ્રભુએ દેહોત્સર્ગ કરતાં પૂર્વે પડશપ્રહરપર્યન્ત ભવ્ય જીવોને ઉપદેશ આપ્યો અને દુઃખસુખના માર્ગો દર્શાવ્યા એ કંઈ આ વિશ્વ પર સામાન્ય ઉપકાર ગણાય નહિ. પ્રત્યેક મનુષ્ય પોતાની ચારે તરફ ઉપકારનાં વિચારવાતાવરણને પ્રચારવું જોઇએ અને ચારે બાજુએ ઉપકારની કૃતિની વ્યવસ્થા કરવી જોઈએ કે જેથી ગમે તેવી પ્રમાદદશામાં પણ ઉપકાર કરી શકાય અને પોતાની પતિત દશા ન થતાં ચારે બાજુએથી પિતાના આત્માને ઉગ્ન કરવાને અન્ય મનુષ્યો તૈયાર રહે. આવી સ્થિતિના રહસ્યને સંલક્ષી જ્ઞાનીઓ વિશ્વ જીવોને જણાવે છે કે પરોપકારનાં કાર્યો કરવાં જોઈએ. જેવી અન્ય મનુષ્યો વગેરે દ્વારા પિતાને વિપત્તિ વગેરે પ્રસંગે સાહાસ્ય મળે છે અને તે પ્રસંગ પિતાના આત્માને જેટલે હર્ષ-પ્રભેદ થાય છે તેવી રીતે અન્ય જીવો પર ઉપકારથી અન્ય જીવોને પિતાના માટે ઘણું માન અને શ્રેયવૃત્તિ ઉપજે છે. પ્રથમાભ્યાસીએ પરેપકાર કૃત્ય કરવામાં રાગદ્વેષની વૃત્તિસહ પ્રવૃત્તિ કરે છે, ઉપકારનું પ્રત્યુપકારરૂપ ફલ ઇરછે છે અને તેઓ પરમાર્થને પરોપકારને પણ સ્વાર્થ માટે સેવે છે. મધ્યમાભ્યાસી પરોપકારને કરે છે પરંતુ તેઓ પ્રત્યુપકારની ઈચ્છા રાખે છે; પરન્તુ પરોપકાર જેના ઉપર કરવામાં આવે છે તે મનુષ્ય પર વિપરીત સંગમાં અપકાર કરી શકતા નથી. ઉત્તમ જ્ઞાની મનુષ્ય રાગદ્વેષ રહિત પણે સ્વાર્થ અને પરોપકારની મર્યાદાની પેલી પાર ગમન કરી નિર્લેપદષ્ટિમાન બની પરોપકારનાં કૃત્ય કરે છે તેથી તે શભાશુભ પરિણામ વિના પરોપકારાદિ કર્મયોગથી કર્મબંધન પ્રાપ્ત કરી શક્યા વિના સ્વફરજને બજાવી શકે છે. આત્મજ્ઞાની મહાપુરૂષે આવી દશાએ નિબંધ દષ્ટિથી પરોપકારાદિ કાર્યો કરીને વિશ્વમાં મહાન કર્મયોગી બને છે. પરોપકારના પરિણામથી અને પરોપકારમાં પ્રવૃત્તિથી પુણ્યબંધ થવાની સાથે જે જે દશાઓ દ્વારા આત્મા ઉચ્ચ થાય તે તે દશાઓને આત્મા પ્રાપ્ત કરી શકે છે. પરોપકારી મનુષ્ય અશુભ પ્રવૃત્તિને શુભ પ્રવૃત્તિમાં ફેરવી શકે છે તથા પ્રગતિમાનુસારે તે શુદ્ધ દશામાં આવીને પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે. આ વિશ્વમાં સામાન્યતઃ પરોપકાર તે વ્યાપક ધર્મ
For Private And Personal Use Only