________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Sh Kailassagarsuri Gyanmandir
તીર્થંકર પરમાત્માને અપ્રતિમ ઉપકાર.
( ૪૩૮ )
પરોપકારના જે જે વિચારો અને જે જે આચાર આચરવાના હોય તેમાં સ્વાધિકારે પ્રવૃત્ત થવાથી આ વિશ્વશાલામાં આત્મોન્નતિ સાધક મહાપુરૂષ બની શકાય છે. આ વિશ્વમાં મનવચન-કાયાવડે પરોપકારનાં કૃત્ય કરી શકાય છે. લક્ષમી અન્ન વસ્ત્ર પાત્ર જલ ઔષધાદિવડે પરોપકારનાં કાર્યો કરી શકાય છે. વિદ્યાપાઠનાદિવડે પરોપકારનાં કાર્યો યથાશકિત કરી શકાય છે. દયાદાનવડે પોપકારનાં કાર્યો કરી શકાય છે. સ્વાધિકારે પોતાની પાસે જે જે શક્તિ હોય તેઓને અન્ય જીવોના કલ્યાણાર્થે વાપરી પોપકાર કરી શકાય છે. આ વિશ્વમાં જેટલા જે ખરેખર અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ થએલા છે તેનું મૂળ કારણ પોપકાર અવબેધાય છે. પરંપકારગુણ વિના સમ્યકવાદિ મહાગુણની પ્રાપ્તિ થઈ શકતી નથી. પરોપકારથી આત્માની પ્રગતિના માર્ગે તુરત પ્રવૃત્તિ થઈ શકે છે અને તેથી સદ્ગુરુ-દેવની પ્રાપ્તિનો માર્ગ ખુલે થાય છે. જે મનુષ્યો પ્રભુની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે તે મનુષ્યો પ્રથમ પરોપકારકાની પ્રવૃત્તિ કરે છે તેથી તેમનો આત્મા ખરેખર સપુરૂષના ધર્મધમાટે પૂર્ણ યુગ્ય થાય છે અને પશ્ચિાત્ ધર્મબોધની પ્રાપ્તિ થતાં વિદ્યુતવેગે આત્મોન્નતિ થાય છે. પિતાની પાસે કરડે લાખો રૂપૈયા ભેગા કરેલા હોય છે અને જેઓ પરોપકારના કાર્યોમાં લક્ષ્મી વાપરવાને આંચકે ખાય છે, તેઓની પાસેથી કુદરત પરભવમાં લક્ષમી પડાવી લે છે અને તેઓની અન્યભવમાં અપક્રાન્તિ થાય છે. અતએવ ઉપકારાદિકમે કરવામાં મનુષ્ય આ ભવમાં કદાપિ પરામુખ ન થવું જોઈએ. આ વિશ્વમાં કોઈને મહાન ગણવામાં આવે તે પ્રથમ પરોપકારીને મહાન ગણવામાં આવી શકે છે. શ્રી તીર્થકર મહારાજાએ સમવસરણમાં બેસી દેશના દીધી તેથી તેઓને નમો અરિહંતા એ પદદ્વારા પ્રથમ નમસ્કાર કરવામાં આવે છે અને પશ્ચાત્ નમો સિદ્ધા એ પદદ્વારા સિદ્ધોને નમસ્કાર કરવામાં આવે છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુઓ અને ધર્મગુરુઓને પરોપકારથી નમસ્કાર કરવામાં આવે છે. તીર્થકર મહારાજાએ સમવસરણુમાં બેસે છે ત્યારે નમો તિથ૪ થી શ્રુતજ્ઞાન પ્રથમ ગણધર અને સંઘને નમસ્કાર કરે છે. તેનું મુખ્ય કારણ એ છે કે શ્રુતજ્ઞા-પ્રથમ જળધર અને ચતુર્વિધ સંઘથી પોપકારનાં કાર્યો થાય છે. પરોપકાર એ વ્યાવહારિક મહાન ધર્મ છે. ગૌતમબુદ્ધ પોપકારને મહાન ગુણ કહી કથે છે કે જ્યાં સુધી વિશ્વમાં એક પણ પ્રાણી દુઃખી હશે ત્યાં સુધી મારા આત્માને ચેન પડશે નહિ. શ્રી મહાવીર પ્રભુએ છદ્મસ્થાવસ્થામાં પણ ચંડકૌશિક સર્પને પ્રતિબોધ આપ્યો હતો તે પરોપકારની ભાવનાને લઈ અવબોધવું. જ્યારે તાપસે ગોશાલ ઉપર તેજલેશ્યા મૂકી ત્યારે શ્રી વીરપ્રભુએ પરોપકારની પ્રબલ શુદ્ધભાવનાવડે શીતલેશ્યા મૂકી ગોશાલાને મરતે બચા
શ્રી મહાવીર પ્રભુએ ત્રીશ વર્ષ પર્યન્ત કેવલજ્ઞાન પામીને આર્યાવર્તમાં સર્વત્ર ઉપદેશ દઈ કરેડે મનુષ્યોને ઉદ્ધાર કર્યો તે મોટામાં મેટો પરોપકાર અવધો . શ્રી પાર્શ્વનાથ કમઠ યોગી તપ કરતો હતો તેની તાપણુમાં બળતા કાણમાંથી પરોપકારવડે સર્પને બળતે
For Private And Personal Use Only