________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૨ )
શ્રી કમંગ ગ્રંથ-સવિવેચન.
આત્માની પ્રગતિના માર્ગો ખુલ્લા થાય અને આત્માની વાસ્તવિક પ્રગતિકારક કર્મોની પ્રવૃત્તિને અવિરેધપણે એવી શકાય. એક પેટીવાનું છે તેમાં જે જે કળામાંથી સ્વર નીકળવો જોઈએ તેમાંથી જે બે ત્રણ ચાર કળમાંથી સ્વર ન નીકળે અથવા એકજ કળમાંથી સ્વર નીકળે છે તે જેમ સોહાતો નથી તેમ વિશ્વશાલામાં ઉપર્યુક્ત અનેક દૃષ્ટિવડે પરસ્પર સાપેક્ષપણે અભ્યાસ કરવાનું હોય છે તે જે ન કરવામાં આવે અને પ્રગતિસાધક કર્મચગી બનવામાં ન આવે તો વિશ્વમાં અન્ય જીને અનેક જીવોની અનેક પ્રકારે હાનિ કરી શકાય અને વિશ્વને અલ્પ લાભ સમાપી શકાય તેમજ સ્વાત્માની અ૫ પ્રગતિ કરી શકાય અને અનેક ગુણોને પરિપૂર્ણ ખીલવવામાં અનેક વિદને ઉપસ્થિત કરી શકાય માટે સુજ્ઞ મનુષ્યએ વિશ્વશાલામાં અનેકષ્ટિની સાપેક્ષતાએ પદાર્થવિવેક કરી સ્વામેનતિ કર્મ સાધક બનવું જોઈએ કે જેથી સ્વપરને અપેદેષપૂર્વક મહાલાભ પ્રાપ્ત થઈ શકે. ઉપર્યુકત અનેકદિયે દ્વારા વાગ્ય વિષયને અનેક નની સાપેક્ષતાપૂર્વક અભ્યાસ કરી અનુભવ ગ્રહી સ્વાન્નતિ સાધક કર્મવેગમાં સ્વધિકાર દ્રવ્યક્ષેત્રકાલભાવાનુસારે પ્રવૃત્તિ કરી શકાય છે અને હેયમાર્ગથી નિવૃત્તિ કરી શકાય છે અને એવી જ્ઞાનાવસ્થા પ્રાપ્ત થાય છે ત્યારે ન્નતિકર્મસાધક બની શકાય છે. એવી દશાવિના મનુષ્ય કાષ્ઠપૂતલીવત્ ક્રિયા કરનાર અવધશે. વિવેકપ્રદ અનેક અનુભવો પ્રાપ્ત કર્યાવિના વિશ્વશાલામાં નતિકર્મસાધક બની શકાતું નથી. વિશ્વશાલાના શિષ્યરૂપ ચેતનના શીર્ષ પર અનેક પ્રકારની ફરજો રહેલી છે તે પરિપૂર્ણ અદા કર્યા વિના નૈતિકર્મસાધક બની શકાતું નથી. વિશ્વશાલામાં જરા માત્ર પ્રમાદવડે ચૂકવામાં આવે છે તે તુર્ત કઈ પણ દુઃખની ઠોકર વાગ્યા વિના રહેતી નથી, બાવન ઠેકર વાગે ત્યારે બાવન વીર જેટલી શકિતને પ્રાપ્ત કરી શકાય છે. દુઃખપ્રદ પદાર્થો ક્યા ક્યા છે તેને અનુભવ યાવત્ પ્રાપ્ત થતો નથી તાવતું શાસ્ત્રો વાંચીને તે વસ્તુઓ દુઃખપ્રદ છે એવું કહેવાથી કંઈ તે વસ્તુઓની મોહવાસના છૂટતી નથી. વિશ્વશાલાના અકૃત્રિમ કુદરતી નિયમ પ્રમાણે તે વસ્તુઓના સંબંધમાં આવ્યા પશ્ચાત્ સુખ દુઃખને જાતિઅનુભવ આવે છે ત્યારે પ્રવૃત્તિ નિવૃત્તિના રહસ્યને વાસ્તવિક ખ્યાલ આવે છે અને તે તે વસ્તુઓ ના અનુભવરૂપ ગુરુદ્વારા જે જ્ઞાન મળે છે તે જ્ઞાનથી પ્રગતિમાર્ગની આદેયપ્રવૃત્તિની પ્રગતિ કરી શકાય છે. મનુષ્ય માત્રને વિશ્વશાલામાં જ્યાંથી જાતિ અનુભવ અભ્યાસ કરવાનું બાકી હોય છે ત્યાંથી તેની અન્તરની સ્કરણપૂર્વક પ્રવૃત્તિ થાય છે તેને કદાપિ માન ન આપી દબાવી દેઇને આગળથી અભ્યાસ કરવામાં આવે છે તે અને પશ્ચાત્ પતિત દશા થાય છે અને જ્યાંથી જાતિ અભ્યાસ શરૂ કરવાનો હોય છે ત્યાં પુનઃ આવીને ઊભા રહેવું પડે છે. પહેલી ચોપડીવાળાને એકદમ એમ. એ. ની કલાસમાં મૂકવામાં આવે તો તે સર્વ કલાસેથી પાછા પડતે પડતો પહેલીની કલાસમાં
For Private And Personal Use Only