SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવિધ દષ્ટિએ સ્વરૂપ સમજે. (૪૧૧ ) તે કેવી રીતે દર્શાવ્યા છે તે અનુભવગમ્ય કેવી રીતે થાય છે ? પરસ્પર ભિન્ન પ્રગતિમાર્ગોનું પૃથકકરણદષ્ટિએ શું સત્ય રહસ્ય છે અને તેઓનું એક્ય કઈ સાપેક્ષદષ્ટિએ યોગ્ય છે તેને સ્વાનુભવ પ્રાપ્ત કર્યા પશ્ચાતુ સ્વોન્નતિ સાધક મહાપુરૂષ બની શકાય છે, અને સ્વયે ન્નતિસાધક જે જે કર્મો હોય છે તેઓને સ્વાનુભવગમ્ય કરી તેઓને આદરી શકાય છે. વિશ્વશાલાને પ્રત્યેક પદાર્થ ખરેખર ન્નતિ સાધક કર્મ તરીકે કઈ દૃષ્ટિએ ઉપયોગી હતા, થાય છે અને થશે તેને અનુભવ મેળવવું જોઈએ કે જેથી વિશ્વશાલાના પ્રગતિકર નિયમથી પરાડેમુખ રહી શકાય નહિ. આ વિશ્વશાલામાં અન્ય પ્રાણીઓની સાથે ઉપયોગીદષ્ટિએ અને પ્રગતિષ્ટિએ સ્વાત્માને શો સંબંધ છે તેને અનુભવ કરવો જોઈએ કે જેથી વિશ્વશાલાવર્તિ અન્ય જીના ઉપગપણામાં તથા તેની રક્ષા કરવામાં અને તેઓની પ્રગતિ કરવામાં સ્વાત્માથી જે જે બને તે કર્મપ્રવૃત્તિ કરી શકાય અને તદુદ્વારા સ્વાન્નતિસાધક કર્મયોગી બની શકાય. પરિત્ય અને પાશ્ચાત્યદેશીય મનુષ્યો વિશ્વશાલાના સુખકર પ્રગતિનિયમનું યથાર્ય જ્ઞાન કરે તે તેઓ પરસ્પર મનુષ્યને પરસ્પર આત્મદષ્ટિએ વર્તવું જોઈએ તેને ખ્યાલ કરી શકે અને કોઈની સ્વતંત્રતાને નાશ કરવા પ્રયત્ન કરી શકે નહિ. પરિત્ય અને પાશ્ચાત્યદેશીય મનુષ્યો વિશ્વશાલાના કુદરતી નિયમોનો ભંગ કરી કદાપિ શાંતિ જીવનથી જીવી શકે નહિ અને તેઓ વાસ્તવિક નૈતિસાધક કર્મચાગીએ બની શકે નહિ. વિશ્વશાલાના પ્રગતિકર કુદરતી નિયમને ભંગ કરીને વિશ્વવતિ મનુષ્યો ગમે તેવી વિદ્યવેગે પ્રગતિ કરવા ધારે એવી અનુકુળ દેખાતી શોધ કરે તથાપિ તેઓ અને પ્રગતિથી ભ્રષ્ટ બની જ્યાં હતા ત્યાંના ત્યાં આવીને ઉભા રહે છે. રામ રાવણના સમયની અને પાંડવ કૌરના સમયની વિદ્યાઓ અને રજોગુણ અને તમોગુણવડે નષ્ટ થઈ તેનું કારણ એ છે કે-પ્રવૃત્તિપ્રગતિના સાત્વિક માર્ગથી વિમુખ બની તત્સમયના અગ્રગણ્યએ કુદરતથી વિરુદ્ધ પ્રગતિની પ્રવૃત્તિ આરંભી હતી. પૃથક્કરણદૃષ્ટિએ, સંરક્ષણદૃષ્ટિએ, સ્વાસ્તિત્વસંરક્ષકદષ્ટિએ, ઐયદષ્ટિએ, તત્વદષ્ટિએ, સર્વ પદાર્થોપેગિવદષ્ટિએ, વ્યવહારદષ્ટિએ, નિશ્ચય દષ્ટિએ, સાધ્યદષ્ટિએ, સાધનદષ્ટિએ, કર્તવ્યદષ્ટિએ, અકર્તવ્યષ્ટિએ, પ્રવૃત્તિષ્ટિએ, નિવૃત્તિદષ્ટિએ, સ્વાધિકારદષ્ટિએ, પરાધિકારષ્ટિએ, સાર્વજનિકહિતષ્ટિએ, વ્યષ્ટિદષ્ટિએ, સમણિદષ્ટિએ, સામાજિકવિતદષ્ટિએ દેશપ્રગતિદષ્ટિએ સ્વતંત્રષ્ટિએ, પરતંત્રષ્ટિએ, દયાદષ્ટિએ, સત્યષ્ટિએ, અસ્તેયદષ્ટિએ, અપરિગ્રહદષ્ટિએ, પરિગ્રહદષ્ટિએ સર્વજીવસંરક્ષકદ્રષ્ટિએ, સામ-દામ-દંડ-ભેદનીતિદષ્ટિએ-અલ્પષ પૂર્વક મહાલાભદષ્ટિએ- ત્સર્ગિકધર્મદષ્ટિએ, આપવાદિક ધર્મદષ્ટિએ, આપત્તિધર્મદષ્ટિએ, ચાતુર્વણિક ધર્મકર્મદષ્ટિએ-ભાવનાદષ્ટિએ-શિષ્યદષ્ટિએ-શિક્ષકદષ્ટિએ-ત્યાગિદષ્ટિએ–રાગિદષ્ટિએ અને અનેક ધર્મ દર્શનેની દૃષ્ટિના પરસ્પર અવિરેધપણે વિશ્વશાલામાં સર્વ ય હેય અને ઉપાદેય પદાર્થોનું સ્વરૂપ અવબોધવું જોઈએ કે જેથી આત્મામાં ઉપર્યુક્ત અનેક દષ્ટિવડે For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy