________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મા જ ત્રણ ભુવનને સ્વામી બની શકે છે.
(૩૯૭)
શબ્દાર્થ-કર્મગીએ એમ મનમાં ચિંતવવું કે આ મ્હારૂં શરીર ખરેખર હાર તાબામાં છે અને મારી આજ્ઞા પ્રમાણે વર્તે છે એમ મનમાં દઢ નિશ્ચય કરીને સ્વવશમાં મન કરી પિતે કર્તવ્ય કાર્ય કરવું જોઈએ.
વિવેચન—જે જે શરીર દ્વારા કર્તવ્ય કાર્યો કરવાના હોય છે તે આત્માવડે કરી શકાય છે માટે આત્માના તાબામાં શરીર છે અને તે આત્માની આજ્ઞા પ્રમાણે વર્તે છે એમ કથવામાં કવચિત્ કિન્શિત્ શાસ્ત્રીય વિરોધ આવતું નથી. મન વાણી અને કાયા એ ત્રણ ખરેખર આત્માને કાર્ય કરવાનાં સાધન છે. કાયાના કરતાં વાણીની સૂક્ષ્મતા છે અને વાણી કરતાં મનની સૂક્ષ્મતા છે. જે સૂક્ષ્મ વસ્તુ હોય છે તે સ્થલ વસ્તુ પર પોતાની સત્તા જમાવે છે. પૃથ્વી કરતાં જલ સૂક્ષ્મ છે તે તે પૃથ્વો જલ-અગ્નિ કરતાં વિશેષ શક્તિ કરી શકે છે. મન વાણી અને કાયામાં પણ મન સૂમ છે તેથી તે વાણી અને કાયાને પિતાની ઈચ્છા પ્રમાણે ચલાવવા પ્રયત્ન કરે છે. મનના કરતાં અત્યંત સૂમ ચૈતન્ય પદાર્થ આત્મા છે તેથી તેની સત્તા મન ઉપર વર્તે છે; તેથી મન વાણી અને કાયા એ ત્રણ
ગને આત્મા પિતાના તાબામાં રાખી શકે છે અને તેઓને પિતાની રુચિ પ્રમાણે પ્રવર્તાવી શકે છે. કાયા વાણી કરતાં જેમ મન સૂક્ષ્મ છે તેમ ક્રોધ-માન-માયા અને લેભ પ્રકૃતિ પણ સૂમ છે; તેથી તે પ્રકૃતિ પિતાના બળવડે મનના ઉપર સત્તા જમાવવા પ્રયત્નશીલ થાય છે અને જ્ઞાની થયેલ આત્મા પિતે સ્વબળવડે મોહ પ્રકૃતિની સાથે યુદ્ધ કરીને મનને મોહ પ્રકૃતિના વશમાં ન થવા દેવા પ્રયત્નશીલ થાય છે અને મેહ પ્રકૃતિને હટાવી મનને સ્વાત્મસમ્મુખ કરી પરમાત્મપદ પ્રાપ્ત કરી શકે છે. મોહપ્રકૃતિ અને આત્મા એ બન્નેની મધ્ય સ્થિતિમાં રહેલું મન ખરેખર પુરુષમાં પણ ગણાતું નથી અને મોહ પ્રકૃતિરૂપ નારીરૂપે પણ ગણાતું નથી તેથી તેને નપુંસક કથવામાં આવે છે. મન કરતાં અત્યંત સૂક્રમ આત્મા પોતે મનને સ્વાયત્ત કરવા પ્રયત્નશીલ થાય છે અને મેહ પ્રકૃતિયો ખરેખર મનને પિતાના વશમાં કરવા ધારે છે. મેહ પ્રકૃતિ અને આત્મા બન્નેનું મનના પ્રદેશરૂપ પાણિપત મેદાનમાં યુદ્ધ થયા કરે છે, તેને આંખે મીંચી અન્તરમાં અવલોકવાથી ખ્યાલ આવી શકે છે. જ્ઞાની આત્મા ખરેખર મેહ પ્રકૃતિને હઠાવી મનને સ્વાયત્ત કરે છે જ્યારે આત્મા મનને સ્વાયત્ત કરી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે તો કાયયેગને સ્વાયત્ત કરી સ્વાસા વડે તેની પાસે કર્તવ્ય કાર્યો કરાવે એમાં કશું આશ્ચર્ય જણાતું નથી. ગી-આત્મજ્ઞાની આત્મજ્ઞાનવડે મન વાણું અને કાયાયોગને સમ્યગ અવધી આત્માના વશમાં ત્રણને રાખે છે અને આત્મા પિતાની આજ્ઞાવડે મન-વાણી અને કાયાને પ્રવર્તાવીને ત્રિભુવનપતિ બની શકે છે. જે આત્મા પોતાની આજ્ઞા પ્રમાણે મન-વચન અને કાયાને પ્રવર્તાવી શકે છે તે વિશ્વમાં પરમાત્મારૂપ
For Private And Personal Use Only