________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મશ્રદ્ધા કેળવે.
( ૩૯૫ )
તેઓ ભાગભાગા કરીને પાછા હઠ્યા અને ત્યારથી તેઓ ઉન્નતિના માર્ગેથી ભ્રષ્ટ થયા. આત્મશ્રદ્ધાથી કર્તવ્યશકિતનું બળ વધે છે અને તેથી વિશ્વમાં સ્વાતંત્ર્યપદ પ્રાપ્ત કરી શકાય છે. દેહમમવાદિ અધ્યાસનું જોર વધે છે ત્યારે કર્તવ્ય કાર્યશકિતની સ્વાત્મશ્રદ્ધા શિથિલ થાય છે. આત્મશ્રદ્ધાબળથી ધંધારોજગારમાં-સાર્વજનિક કાર્યોમાં અને ધાર્મિક કાર્યોમાં સતતાભ્યાસવડે પ્રવૃત્તિ કરી શકાય છે. જ્યાં સ્વાત્મશ્રદ્ધાને પ્રબલ પ્રવાહ વહે છે ત્યાં સુધી કાર્ય કરવાનો ઉત્સાહ અખંડ રહે છે અને તેથી અશકય કાર્યો પણ શકય થઈ શકે છે. આત્મશ્રદ્ધા એજ કર્તવ્ય કાર્યના પાયારૂપ છે, માટે તેનો નાશ થતાં કર્તવ્ય કાર્યોને મહેલ તૂટી પડે છે. અતએ આત્મશ્રદ્ધાથી હે મનુષ્ય તું પ્રતિદિન કર્તવ્ય કાર્યોને સતતાભ્યાસથી કર અને ભાવિભાવ જે થાય તેની ચિન્તા કર્યા વિના પ્રવૃત્તિ કર.
आत्मश्रद्धाकाव्य.
આત્મશ્રદ્ધાવડે કાર્ય કર માનવી, આત્મશક્તિ પ્રથમ તવ વિચારી; આત્મશ્રદ્ધાથકી ગ્નતિ થાય છે, જગતમાં દેખાશે ભવ્ય ભારી. આ. ૧ આત્મશ્રદ્ધાથકી ધાર્યું જગમાં થતું, મેરુ કંપાવતાં તેહ ચાલે; કૃષ્ણકેશી અરે માનવી સહુ કરે, સ્વાંગણે સિંહને શીધ્ર પાળે. આ. ૨ કેટિ વિના પડે સૂર્ય સહામો અડે, હોયે શ્રદ્ધાવડે કાર્ય કરવું, કાર્ય કરતાં થકાં સ્વાધિકારે ખરે, શ્રેય છે મૃત્યુથી વિશ્વ મરવું. આ. ૩ મરજો થઈ અરે કાર્ય કર તાદ્યરૂં, નામ ને રૂપને મેહ ત્યાગી; ફર્જ હારી અદા કર અને માનવી, આત્મશ્રદ્ધાબળે નિત્ય જાગી. આ. ૪ કાર્ય કરવાની શકિત આત્મમાં, અન્ય આશ્રય ચહે કેમ ભેળાં? આત્મશ્રદ્ધા ત્યજે તે કરી શું શકે? મારતા જે અરે ગષ્પ ગોળા. આ. ૫ કથની મીઠી અને કડવી કરણી અરે, સ્વાધિકારે કરે કાર્ય બધી; આત્મશકિતવડે સિદ્ધિ સાંપડે, કાર્ય કર યુકિત સત્ય શોધી. આ. ૬ ઉઠ જાગ્રત્ બની કાર્ય કર યત્નથી, બોલ બીજું કશું ના મુખેથી;
બુદ્ધિસાગર સદા કાર્યકર તાહાર, મેહનાં દ્વાર રૂંધી હવેથી. આ. ૭
અધિકારે કર્તવ્ય કાર્ય કરવાની આત્મશ્રદ્ધામાં સદા તત્પર રહી હે મનુષ્ય ! તું ત્યાર કાર્ય કર્યા કર. દેશેન્નિત સમાજેન્નતિ, જન્મભૂમિ પ્રગતિ વગેરે જે જે વપર પ્રગતિ કરવાની લ્હારા શીષ પર ફરજો આવી પડી હોય તે સર્વે અદા કર!!! કર્તવ્ય કાર્ય કરવામાં સદા તત્પર રહી અન્ય લાલચમાં ફસાઈ ના જા અને સ્વકર્તવ્ય કાર્યની દિશા ભૂલી વિદિશામાં ગમન ન કર ! નંદરાજાના રાક્ષસ પ્રધાને સ્વ કર્તવ્ય કાર્ય કરવામાં જે જે બાબતમાં ઉપગ
For Private And Personal Use Only