SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir ( ૩૯૦ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. અનેક પ્રકારની શોધ કરી આ વિશ્વમાં અનેક વ્યવહારિક પ્રવૃત્તિને સુગમ કરી દીધી છે. યુદ્ધકલાના શસ્ત્રો સંબંધી સતતાભ્યાસયેગે પાશ્ચાત્ય દેશમાં અનેક પ્રકારની શોધ થઈ છે. સતતાભ્યાસગે હવાઈ વિમાન સંબંધી અનેક પ્રકારની જર્મની અને મન્સ વગેરે દેશોમાં શોધ થઈ છે અને હજી થશે. કર્તવ્ય કર્મ સબંધી સતતાભ્યાસગે કાર્મણિકી બુદ્ધિ ઉત્પન્ન થાય છે તથા તેથી આત્મામાં કર્તવ્ય કાર્યશક્તિની વિવૃદ્ધિ થાય છે. અતએવ આત્મન્ ! કર્તવ્ય કાર્યોને સતત અભ્યાસયોગે ગમે તે રીતે અને ગમે તે ઉપાયે કર !!! અવતરણ-સતત અભ્યાસપૂર્વક પરંપરાભ્યાસયોગે કર્તવ્ય કાર્યો કરવાથી આત્મશકિતની પ્રવૃદ્ધિ દર્શાવવામાં આવે છે. स्वस्मिन् परंपराभ्यासा-दाविर्भवन्ति शक्तयः ॥ यदर्थं सेव्यतेऽभ्यासस्तदाविर्भवनं ध्रुवम् ॥ ६३ ॥ શબ્દાથ–પરંપરા અભ્યાસથી આત્મામાં શક્તિ પ્રગટે છે, જે માટે અભ્યાસ સેવાય છે તેને ધ્રુવ (નકી) આવિર્ભાવ થાય છે. વિવેચન –કઈ પણ કાર્યપ્રવૃત્તિના અભ્યાસની પરંપરાથી કાર્યની સિદ્ધિ થાય છે. પરંપરાભ્યાસબળે શ્રીમદ્ મહાવીર પ્રભુએ અનેક જન્મમાં આત્માની શકિત ખીલવતાં ખીલવતાં ચરમભવમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. ગૌતમબુદ્ધ અન્ય ભેમાં પરંપરાભ્યાસે અધ્યાત્મ શક્તિને ખીલવી હતી તેથી તે ગૌતમબુદ્વા અવતારમાં અનેક લોકોને સ્વધર્મમાં આકર્ષ શકશે. પરંપરાઅભ્યાસથી જે જે શક્તિાની ન્યૂનતા હોય છે તે તે શક્તિની પૂર્ણતા થાય છે. શ્રી ત્રાષભદેવ પ્રભુના અવતારમાં તેમનામાં પરમાત્મપદની જે જે શકિત ખીલી હતી તેનું સત્ય કારણ પરંપરાભ્યાસ હતું. શ્રી શાંતિનાથ પ્રભુનું આવતારિક જીવન વાંચતાં અવબોધાશે કે પરંપરા અભ્યાસબળે તેમણે સર્વ આધ્યાત્મિકશકિત ખીલવી હતી. કઈ પણ વ્યકિતની ખીલેલી શક્તિને ઉદ્દેશી કથવામાં આવે છે કે એણે પૂર્વ ભવમાં તે તે શકિતની પ્રાપ્તિ માટે સમ્યમ્ અભ્યાસ કર્યો હતો. પૂર્વભવસંસ્કાર અને પૂર્વભવાભ્યાસક્ષપશમવંત મનુષ્ય આ ભવમાં અલ્પ પ્રયત્ન મહતકાર્યો કરી શકે છે. એમ અનુભવષ્ટિથી સૂક્ષ્મ નિરીક્ષણ કરાશે તે ત્વરિત પ્રબોધાશે. શ્રી નેમિપ્રભુનું પૂર્વભવોનું ચરિત વિકતાં ત્વરિત પ્રબોધાય છે કે પરંપરા અભ્યાસે સ્વાત્મામાં તે તે પ્રકારની શક્તિ પ્રગટે છે. આ ભવમાં અને પરભવમાં પરંપરા અભ્યાસનું બળ એટલું બધું પ્રકટે છે કે તેથી For Private And Personal use only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy