________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મશક્તિનો વિકાસ કરે.
( ૩૮૩ )
સદા ઉત્સાહથી મનડું, ભરીને કાર્ય ઝટ કરવું ભયંકર ભૂતડાં દેખી, કદાપિ કાર્ય ના ત્યજવું. કદી ના વેચવું મનડું, કદી ના વેચવી કાયા; બની પરતંત્ર અથી , કદાપિ કાર્ય ના ત્યજવું. બને છે હોળીનો રાજા, ત્યજે જે કાર્ય પ્રારંભ મનુષ્યનું શુભંકર જે, કદાપિ કાર્ય ના ત્યજવું. બની ગાફલ પ્રમાદે જે, ત્યજી દે કાર્ય પ્રારંવ્યું, વિના મૃત્યુ મુવો જીણી, કદાપિ કાર્ય ના ત્યજવું. ઘટે છે આત્મશક્તિ, અદા ના ફર્જ નિજ થાતી; ચુકાતું ધર્મથી જાણી, કદાપિ કાર્ય ના ત્યજવું. થત હડધૂત લોકમાં, બની કાયર પડે પાછો; સ્વધર્મોની પ્રવૃત્તિનું, કદાપિ કાર્ય ના ત્યજવું. દબાઈ અન્યની હેમાં, દબાઈ અન્ય સત્તામાં; વિચારી શર્મ કર સારું, કદાપિ કાર્ય ના ત્યજવું. અશકતોને નથી જ્યારે, ખરી સ્વાત્મોન્નતિ જગમાં; ખરી સ્વાત્મોન્નતિકારક, કદાપિ કાર્ય ના ત્યજવું. હઠી જાતે ખરી વેળા, કરેલા કેલ ત્યાગીને; નથી માનવ વિચારી એ, કદાપિ કાર્ય ના ત્યજવું સદા તે જીવતા જગમાં રહ્યા છે કાય કરનારા; ધરી મન ટેક નેકીને, કદાપિ કાર્ય ના ત્યજવું. સદાત્મા છે અમર એ, કરી નિશ્ચય હૃદય સાથે; વિદેહી બ્રહ્મ માનીને, કદાપિ કાર્ય ના ત્યજવું. ૧૪ શુભંકર કર્મ યોગીઓ, સદા વિન્નતિ કરતા
બુદ્ધયબ્ધિ સદ્ગુરુશિક્ષા, ગ્રહી કાર્યો કર્યા કરવાં. ૧૫ ઉપર્યુક્ત નવ્યહાર્દ અવબોધીને સ્વપકલ્યાણકારકકર્તવ્ય કાર્યો પ્રારંભીને આત્મશીર્ષે સમાપ્ત કરવા માટે સદા લક્ષ્ય દેવું અને આત્મશક્તિ વધે એવો નામ રૂપની આસક્તિ ટાળીને પ્રયત્ન સેવ્યા કરે કે જેથી પશ્ચાત્ પડવું ન પડે. કર્તવ્યપ્રારંભિત કાને ત્યાગ કરવાને પ્રસંગોપાત્ત ઉપદેશ કર્યો પશ્ચાત્ મૂલ વિષયની સાથે સંબંધિત વિવેચન કરવાનું કે પ્રારંભિત યોગ્ય કાર્યોને ત્યાગ ન કરે. કારણ કે તેનાથી આત્મશક્તિ
For Private And Personal Use Only