________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૨ )
શ્રી કમગ ગ્રંથ-સવિવેચન.
દેવું જોઈએ. કાર્ય પ્રારંભ્યા પશ્ચાત્ વચમાંથી મૂકી દેતાં ત્રિશંકુના જેવી અવસ્થા થાય છે અને લોકોમાં હાંસી થાય છે, પરિપૂર્ણ કાર્યની સિદ્ધિ કર્યાથી અન્ય કાર્યોને પ્રારંભ કયાં પશ્ચાત્ તેઓને પૂર્ણ કરવાને અભ્યાસ સેવાય છે. પ્રારંભિત એક કાર્યમાંથી યાદિ પશ્ચાત્ હઠવાનું થયું તે અન્ય કાર્યોમાં એવી સ્થિતિ થતાં અન્ય મનુષ્યને પિતાના પર વિધાસ ટળી જાય છે. વર્તમાનમાં અનેક મનુષ્યની એવી સ્થિતિ દેખવામાં આવે છે અને તેથી તેઓ કાર્યશક્તિહીન થયા છે. કાર્ય પ્રારંભીને ત્યાગવાથી મન વચન અને કાયાની શક્તિની હીનતા અને પરિતઃ અન્ય સાહાટ્યકાની શક્તિની હીનતા થાય છે. અમુક કાર્ય પ્રારંભીને તે કાર્ય કરવામાં સર્વ શક્તિની વ્યવસ્થા રચી હોય તે કાર્યભ્રષ્ટ થવાથી નષ્ટ થઈ જાય છે અને પશ્ચાત્ તે તે શક્તિનું પુનઃ એકીકરણ કરવું અશક્ય થઈ પડે છે. અતઃ કોટી ઉપાય કરીને કદાપિ પશ્ચાત્ હઠાય તે પણ પ્રારંભિતકાર્ય કરવામાં લક્ષ્ય દેવું જોઈએ. શાહબુદ્દીન ઘેરીએ દશ વાર દિલ્હીપતિ પૃથુરાજની સાથે હારતાં પણ દિલ્હીની ગાદી સેવારૂપ પ્રારંભિત કાર્ય અને અગિઆરમી વખતે કીધું તેથી તેનામાં આત્મશક્તિ વધી અને તે ગુર્જરાધીશને હરાવવા કુતુબુદ્દીન દ્વારા સમર્થ થયો. શિવાજીએ યુક્તિ પ્રયુક્તિદ્વારા કેદમાંથી છટકી જઈને પ્રારંભિત કાર્યની પૂર્ણાહૂતિ કરી ત્યારે તે શાન્ત થયો. હજારે કાર્યો કરવા પૂર્વે એક કાર્ય પ્રારંભીને તેની પરિસમાપ્તિ કરવી તે અત્યન્ત શ્રેયકારી છે એમ કર્મયેગીઓનું મંતવ્ય છે. પ્રારંભિત શુભકાર્યની પૂર્ણાહુતિ કરતાં મરણ થાય તે શ્રેયસ્કર છે; પરંતુ કાર્યને પ્રારંભ કરી તેને ત્યાગ કરી જીવવું કઈ રીતે યોગ્ય નથી. કેઈપણ કાર્ય કરતાં ઉપાધિઉપસર્ગ દુખે ન પડે એ તે ધારવું મિથ્યા છે. કાર્ય પ્રારંભ કરતાં અનેક વિદનેસંકટ સમપસ્થિત થવાનાં છે એમ માની તેના ઉપાયે પહેલાંથી ગ્રી પ્રારંભિતકાયે કરવાં જોઈએ; અન્યથા કર્મયોગીની પદવી પ્રાપ્ત કરવી મુશ્કેલ છે. કષ છેદ અને છેવટ અગ્નિતાપમાં રહી શકે એજ સુવર્ણ કહી શકાય અને તેથી તે હૃદયવાર તરીકે બની શકે; તદ્વત્ પ્રારંભિતકાર્ય કરતાં અનેક તાપ ને દુઃખને સહન કરી જીવી શકે અને કાર્ય પ્રવૃત્તિથી ભ્રષ્ટ ન થાય તે જ ખરેપ કર્મચગી જાણવો અને તે જ આત્મશક્તિની અને સમાજસંધશક્તિની પ્રગતિ કરી શકે છે એમ ઐતિહાસિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અવધવું.
વિવેકે સ્વાધિકાર જે, શુભંકર કાર્ય પ્રારંવ્યું; ઘણું વિદને ખડાં થાતાં, કદાપિ કાર્ય ના ત્યજવું. ૧ દિવાકર પાસમાં આવી. તપાવે સખ્ત કિરણથી; તથાપિ તે સહી ધેર્ય, કદાપિ કાર્ય ના ત્યજવું. નિવૃત્તિને પ્રવૃત્તિનાં, યથાયોગ્ય જ અધિકારે; કરતાં વિઘટીએ, કદાપિ કાર્ય ના ત્યજવું.
For Private And Personal Use Only