________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દઢ સંકલ્પપૂર્વક કાર્ય કરવું.
( ૩૮૧ )
અવતરણ –જે ભાવિભાવ હોય છે તે થાય છે એમ માની સ્વકાર્યમાં પ્રવૃત્ત થા ! દઢ સંકલ્પકાદિપૂર્વક કર્તવ્ય કાર્યો કરવાની શિક્ષા દર્શાવવામાં આવે છે.
સ્કોર प्रारब्धकार्यसंत्यागा-दात्मशक्तिः प्रहीयते ।
अतः संकल्पदाढर्येन कर्तव्यं कर्म युक्तिभिः ॥ ६१ ॥ શબ્દાર્થ–આભેલા કાર્યના ત્યાગથી આત્મશક્તિ ઘટે, અતએ સંકલ્પની દઢતાથી યુક્તિવડે કાર્ય કરવું જોઈએ.
વિવેચન-કઈ પણ કાર્ય પ્રારંભતાં પૂર્વે કરડ વિચારો કરવા અને સ્વાધિકારે કર્તવ્ય કાર્ય પ્રારંભ્યા પશ્ચાત્ કેટી દુઃખ સહીને પણ તે પૂર્ણ કરવું. કદાપિ પ્રારંભિત કાર્યોને ત્યાગ કરવામાં આવે છે તો પરિણામ એ આવે છે કે આત્મશક્તિ વિનાશ પામે છે અને તેવું કાર્ય પુનઃ કરવા પૂર્વના જે આત્મત્સાહ રહેતો નથી. એક કાર્યની પૂર્ણાહૂતિ કરતાં અન્ય કાર્યની પ્રવૃત્તિમાં એકાદશગણી બકે સહસ્રગણું શક્તિ પ્રકટ થાય છે. પાણિપતના મેદાનમાં મરાઠાઓએ પાછી પાની કરી ભાગવા માંડયું તેથી તેઓની કાર્યશક્તિનો અને મનુષ્યોને સંહાર થયે પશ્ચાત્ તેઓની પડતીનો પ્રારંભ થયો. એક મનુષ્ય જરા માત્ર પ્રારંભિત કાર્યથી પાછું પગલું ભરે છે તે તેના સહચરો તો મુઠીઓ વાળાને લાગે છે. પૂરવેગમાં દોડનાર ઘડાને એક વાર અટકાવવામાં આવ્યું તે પૂર્વની ગતિ જેવી તુરત તેની પુનઃ ધાવનગતિ થવી અશક્ય છે. પ્રારબ્ધ કાર્યના ત્યાગથી આત્મામાં દૈન્ય ઉદ્દભવે છે, પશ્ચાત્ મન અને કાયામાં ભેદભાવ ઉદ્દભવે છે. અર્થાત્ મનને અનુરૂપ કાયાનું પરિણમન થતું નથી. ભેળા ભીમે કુતુબુદ્દીન સાથે અજમેરમાં યુદ્ધ પ્રારંવ્યું પરંતુ એક વાર તે પાછો હઠયો કે તુર્ત તેની સેનાએ પલાયન આરંભ્ય અને તેથી ભેળા ભીમની ઘણી સેનાને કુતુબુદ્દીને ઘાણ કાઢી નાખે. એક વાર જે મનુષ્ય કાર્ય કરવાથી પશ્ચાત્ હઠયો તેને પુનઃ તે કાર્ય કરતાં બૈર્ય ચાલતું નથી અને તેના ઉત્સાહબળમાં એક જાતની હીન માનદશા પ્રગટવા લાગે છે. પ્રારંભિત એગ્ય કાર્યોના ત્યાગથી આત્માના સંબંધિત મનુષ્યને પ્રગતિમાં અનેક પ્રકારે હાનિ પહોંચે છે અને પરંપરાએ તેનું વિપરીત પરિણામ આવે છે. અતએ હસ્તિના દંત જે બહાર નીકળ્યા તે પાછા પ્રવેશે નહિ તદ્વત્ જે કાર્ય પ્રારંવ્યું તે તેની સમાપ્તિ પર્યન્ત ઉદ્યમ કર અને આભત્સાહને પ્રકટાવ્યા જ કરો. પાશ્ચાત્ય અનેક શેધકને કાર્ય પ્રારંભ્યા પશ્ચાત્ પૂર્ણ કરતાં અનેક વિદનો સમુપસ્થિત થયાં હતાં પરંતુ પ્રારંભિતકાર્યને ત્યાગ નહિ કરવાથી તેઓ કાર્યસિદ્ધિ કરી શક્યા હતા. તે તેમના જીવનચરિત્રે વાંચવાથી અવધી શકાય છે. કેઈપણ વિવેકદ્રષ્ટિથી યોગ્ય કાર્ય આરંભ્યા પશ્ચાત્ તેને પૂર્ણ કરવા લક્ષ્ય
For Private And Personal Use Only