________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭૬ )
શ્રી કમંગ ગ્રંથ-સવિવેચન.
F
લાગણી આકર્ષી શકાતી નથી, તેથી બ્રિટીશ સરકારના ન્યાયી રાજ્યને ભરુચની પ્રજાએ ઈછયું તે ઉપરથી દેશી રાજાઓએ રાજશાસનમાં કૃત્યાત્મના વિવેકને ધડે, અંગ્રેજ સરકાર પાસેથી લેવો જોઈએ અને પોતાની ભૂલ સુધારવી જોઈએ. પ્રજાની લાગણી ન દુઃખાય અને પ્રજાની લાગણીને માન આપી સર્વ મનુષ્યની સર્વ વ્યાવહારિક વિષમાં પ્રગતિ થાય એવી રીતે કૃત્યકૃત્ય વિવેકપુરસ્સર દ્રવ્યક્ષેત્રકાલભાવથી પ્રવૃત્તિઓ સેવવાની જરૂર છે. મહાજનેએ જે આદર્યો હોય અને જે વ્યવહારથી સર્વનું સર્વ બાબતમાં શ્રેય થતું હોય તેવા ઉત્તમ વ્યવહારવડે આત્માને સુખપ્રદ કાર્યો કરે છે, તેઓ ખરેખર આ વિશ્વમાં લોકિક આદર્શ પુરુષ તરીકે સ્વજીવનને જાહેર કરી શકે છે, અને તેઓના ઉત્તમ વ્યવહારની અન્ય મનુષ્ય ઉપર ઘણી સારી અસર થાય છે. અકબર બાદશાહે હિન્દુઓ અને મુસલમાન સાથે સમદ્રષ્ટિથી ઉત્તમ વ્યવહારવડે વ્યવહાર આચરવા માંડ્યો તેથી તેણે મેગલ શહેનશાહીને મજબૂત પાયો નાખ્યો પરંતુ ઓરંગઝેબના અશુભ વ્યહારથી તેનો નાશ થયો એમ ઐતિહાસિકષ્ટિથી તેઓ બન્નેનાં કૃત્યનું નિરીક્ષણ કરનારને સહેજે સમજાશે. ઐતિહાસિક દષ્ટન્તોથી કૃયાકૃત્યને વિવેક અવબોધીને શુભવ્યવહારવડે કર્તવ્ય કાર્યો કરવા જોઈએ. આત્માને સુખ આપનાર-વિશેષણવિશિષ્ટ કાર્ય કરવાનું જણાવવામાં આવ્યું તેનું કારણ એ છે કે સ્વાત્મસુખપ્રદ જે કાર્ય ન હોય તે કાર્ય કરવાથી પિતાને કોઈ જાતનો ફાયદો થઈ શકો નથી. હાનિકારક પ્રવૃત્તિને ઉપર્યુક્ત વિશેષણથી પરિહાર થાય છે અને અન્ય મનુષ્યોને પણ જે જે પ્રવૃત્તિ હાનિકારક થતી હોય તેઓને પણ ઉપલક્ષણથી નિષેધ થાય છે. જે જે વિચારો અવનતિકારક હોય અને સ્વાત્માની પતિતદશા કરનારા હોય તેઓને દૂરથી ત્યાગ કરીને કર્તવ્ય કાર્યો કે જે સુખપ્રદ તરીકે નિર્ણત થયા હોય તેઓને કરવાં જોઈએ. ઉન્નત ઉદાર અને વાસ્તવિક સ્વતંત્ર વિચારોથી જે જે સ્વાસુખપ્રદ કાર્યો કરાય છે તે કાર્યોથી પિતાની ઉત્ક્રાન્તિ થાય છે એટલું તો નહિ પરંતુ સર્વ જગતની અધિક પ્રમાણમાં ઉન્નતિ થાય છે. સ્વાત્મશર્મપ્રદ એ વિશેષણથી સ્વાત્મદુખપ્રદ એવાં પાપમય અનીતિમય કાર્યોને ન કરવા જોઈએ. ભૂતકાલમાં સ્વાત્મસુખપ્રદ પ્રવૃત્તિ જે હતી તે વર્તમાનમાં દ્રવ્યાદિક યોગે તેવા પ્રકારની નથી. વિશ્વમાં સુખપ્રદ પ્રવૃત્તિમાં કાર્યોમાં અનેક પરિવર્તન થયા કરે છે અને તેથી જે મનુષ્ય ભૂતકાળનાં કાર્યોની પ્રશંસા કરીને વર્તમાનમાં જે જે સુખપ્રદ પ્રવૃત્તિને માન આપતા નથી તેઓ ઉલ્કાન્તિના માર્ગથી વિમુખ રહી અને પશ્ચાત્તાપપાત્ર બને છે. આ વિશ્વમાં પ્રત્યેક વસ્તુના ભૂતકાળમાં અનન્ત પરિવર્તન થયાં વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે. સાગરમાં અનેક કલ્લોલરૂપ પરિવર્તન થયા કરે છે. તત્ સ્વાત્મસુખપ્રદ વ્યાવહારિક કાર્ય પરિવર્તને ભૂતકાળમાં અનન્ત થયાં વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં અનનન પરિવર્તન થશે. વર્તમાનમાં સુખ સાધનમૂના જે કાર્યરૂપ પરિવર્તને હોય છે તેનું વર્તમાનમાં સેવન કરવું જોઈએ. વર્તમાનમાં
For Private And Personal Use Only