________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાવાદનું દુષ્પરિણામ.
( ૩૭૭ ).
MAANA
સ્વાત્મસુખપ્રદ જે જે કાર્ય કરવાનું હોય તે તેણે કૃત્યાકૃત્ય વિવેક અને ઉત્તમ વ્યવહાર વડે આદરવું જોઈએ. લોહવણિકની પેઠે કૃત્યાકૃત્ય વિવેકથી કદાપિ બ્રણ ન થવું જોઈએ અને દુઃખપ્રદ કદાગ્રહવશ ન વર્તવું જોઈએ. એક નગરમાં ત્રણ મિત્રો રહેતા હતા. તેઓએ એક વખત પરદેશ વ્યાપાર કરવા માટે વિચાર કર્યો. ત્રણે મિત્રોએ પરસ્પર એક બીજાની સાથે એક દઢ નિશ્ચય કર્યો અને એક પર્વતની ખીણમાં આવ્યા. ત્યાં તેઓએ એક લોઢાની ખાણ દેખી તેમાંથી ત્રણે મિત્રએ ત્રણ ગાંસડીઓ બાંધી લીધી. આગળ જતાં એક તાંબાની ! ખાણ દીડી ત્યારે બે મિત્રોએ લોઢું મૂકીને તાંબાની ગાંસડીઓ બાંધી અને એક કદાગ્રહી મિત્રે તો વિચાર કર્યો કે મેટા પુરુષ ગ્રહણ કરેલાને છોડતા નથી. જે ચહ્યું તે ગ્રહ્યું. મૂર્ખ મનુષ્યો ગ્રહણ કરેલાનો ત્યાગ કરે છે એ વિચાર કરીને તેણે લેઢાને ત્યાગ કર્યો નહિ. ત્રણ મિત્રો આગળ ચાલ્યા. ચાલતાં ચાલતાં તેઓએ એક રૂપાની ખાણ દિડી તેમાંથી પેલા બે મિત્રોએ તાંબું ત્યજીને રૂપું બાંધી લીધું પરંતુ પેલા આગ્રહી મનુષ્યને તે મિત્રોએ અત્યંત સમજાવ્યું તો પણ તેણે લોહનો ત્યાગ કર્યો નહિ. આગળ ચાલતાં એક સુવર્ણની ખાણ આવી. તેમાંથી બે મિત્રોએ રૂપાને ત્યાગ કરી સુવર્ણ બાંધી લીધું, પણ આગ્રહી મનુષ્ય તે લેઢાને ત્યાગ કર્યો નહિ. આગળ જતાં એક રત્નની ખાણ આવી ત્યારે પેલા બે મિત્રોએ રત્નોની ગાંસડીઓ બાંધી લીધી અને પેલા લડવણિકને બહુ સમજાવ્યો પરંતુ તે એકને બે થયા નહિ. ત્રણ મિત્રો ઘેર આવ્યા. પેલા બે મિત્રોએ મોટી હવેલીઓ અંધાવી અને ધનવંત બન્યા. પિલ લેહવણિક તો લેઢાને વેચી થોડા પૈસા કમાય અને દુઃખી રહ્યો. તેની સ્ત્રીએ તેની એવી પ્રવૃત્તિથી તેને ઘર બહાર કાઢી મૂક્યો અને તે મહાદુઃખી બની મિત્રોની પાસે ગયે. તેઓએ તેને સુખી કર્યો. લેહકારવણિકના દૃષ્ટાન્તથી સમજવાનું કે વર્તમાનમાં જે જે સુખ સાધનના ઉપાયો હોય તેને સ્વીકાર કરવો જોઈએ, પણ કદાઝડ કરી સુખપ્રદ કાર્યપ્રવૃત્તિને તિરસ્કાર કરવો. ન જોઈએ. વર્તમાનકાલમાં જે જે શર્મપ્રદ પ્રવૃત્તિ દેખાતી હોય તેને આદરવામાં મૂઢતા ન ધારવી જોઇએ. ભૂતકાળમાં પોતાની ગમે તે સ્થિતિ હોય વા ભૂતકાળમાં દેશની સમાજની ગમે તેવી સ્થિતિ હોય પરંતુ વર્તમાનમાં યદિ સુખપ્રવૃત્તિયોને ન સેવવામાં આવતી હોય અને લોહવણિની પિઠે કૃત્યાકૃત્ય વિવેક વિના હઠવાદ કરવામાં આવતો હોય તો લોહવણિકની પેઠે પશ્ચાત્તાપપાત્ર બની શકાય છે. દેશની સમાજની સંઘની કોમની જ્ઞાતિની મંડલની અને સર્વ વિશ્વની ઉન્નતિ કરવામાં વર્તમાનકાલાનુસાર જે જે કાર્યો કરવાવડે ઉન્નતિ થાય અને જે જે સુધારાઓ કરવાવડે ઉન્નતિ થાય તે તે કાર્યો–તે તે સુધારાઓ કરવા જોઈએ અને લેહવણિની પેઠે કૃત્યકૃત્યને વિવેક ન કરતાં કદાગ્રહ કરી અવનતિના ખાડામાં ન ઉતરવું જોઈએ. વર્તમાન જમાનાને માન
For Private And Personal Use Only